________________
जीवदयाप्रकरणम् निर्दयभावे व्यतिरेक-व्यभिचारित्वविरहात्, हेतुफलव्यवस्थाविप्लवप्रसङ्गाच्च, तदुक्तम्-नाकारणं भवेत् कार्य, नान्यकारणकारणम्। अन्यथा न व्यवस्था स्यात्कार्यकारणयोः क्वचित्-इति । एवं द्वितीयव्रतस्य कृपाधीनत्वं दर्शितम् । साम्प्रतं तृतीयस्य तदाह - तणकटुं व हरंतो दुम्मइ हिययाइं निग्घिणो चोरो । जो हरइ परस्स धणं सो तस्स विलुपए जीवं ॥७॥ બીજાને દુઃખી કરતો નથી. કારણ કે અસત્યભાષણના કારણરૂપ નિર્દયભાવમાં વ્યતિરેક અનૈકાન્તિકતા નથી. અર્થાત્ નિર્દયભાવ ગેરહાજર હોય, અને છતાં માણસ અસત્ય બોલે એ સંભવિત નથી.
વળી જો કારણ (નિર્દયભાવ) વિના પણ કાર્ય (અસત્યભાષણ) થાય, તો કારણ-કાર્યની વ્યવસ્થા ભાંગી પડે. તે કહ્યું પણ છે – કારણ વિના કાર્ય ન થાય અને જે કારણ અન્ય વસ્તુનું છે, તે કારણથી પણ કાર્ય ન થાય. કારણ કે જો તેવું થાય, તો કાર્ય-કારણની કયાંય વ્યવસ્થા જ ન રહે. (પ્રમાણ વાર્તિક). આ રીતે બીજું વ્રત = સત્ય દયાને આધીન છે, એમ દર્શાવ્યું. હવે ત્રીજું વ્રત = અચૌર્ય પણ દયાને આધીન છે, તે કહે છે -
નિર્દય ચોર તૃણ-કાષ્ઠ ચોરતો હોય, તે હૃદયોને દુભાવે છે. જે બીજાના ધનને ચોરે છે, તે તેના જીવને જ નષ્ટ કરી દે છે. | ૭