________________
ક
जीवदयाप्रकरणम् मुक्तवच इति वाच्यम्, मरणाधिकदु:खहेतुत्वाद्धनापहारस्य, तथा चाहुः - एकस्यैकं क्षणं दुःखं मार्यमाणस्य जायते । सपुत्रपौत्रस्य पुनर्यावज्जीवं हृते धने-इति (योगशास्त्रे १२४) । एवं धनापहारेण जीवन्मृतिरभिहिता, इदानीं साक्षान्मृतिमपि प्रमाणयति - दब्वे हयम्मि लोओ पीडिज्जइ माणसेण दुक्नेण । धणविरहिओ विसूरइ भुक्खा मरणं च पावेइ ॥८॥ છે, એવું તો દેખાય છે, માટે ઉપરોક્ત વચન અનુચિત
સમાધાન - ના, કારણ કે પોતાનું ધન ચોરાઈ જાય, તેનાથી માણસને મરણ કરતાં પણ વધુ દુઃખ થાય છે. કહ્યું પણ છે – જેને મારી નાખવામાં આવે છે, તેને તેટલા સમય પૂરતું દુઃખ થાય છે. પણ જેનું ધન ચોરી લેવામાં આવે છે, તેને તો પુત્ર-પૌત્ર સહિત આજીવન દુઃખ થાય છે. (યોગશાસ્ત્ર ૧૨૪)
આ રીતે ધનની ચોરીથી જીવંત મરણ થાય છે, એમ કહ્યું. હવે ધનની ચોરીથી વાસ્તવિક મૃત્યુ પણ થાય છે, તે પુરવાર કરે છે –
ધન ચોરાય ત્યારે લોક માનસિક દુઃખથી પીડાય છે. ધનરહિત વ્યકિત વિલાપ કરે છે અને ભૂખથી (ધનની ભૂખ = લોભાતિરેકથી | દુઃખથી?) મરણ પણ પામે છે. || ૮ ||