________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
(શ્રત બદ્ધ અને અબદ્ધ (બન્ને પ્રકારે) હોય છે. બદ્ધ એટલે જેની શાસ્ત્રમાં રચના કરી હોય. અબદ્ધ એટલે જેની શાસ્ત્રમાં રચના ન કરી હોય).
એટલે શ્રતમાં જે બદ્ધ હોય તેજ માન્ય બીજું અમાન્ય એમ કહી શકાય નહિં. શ્રતથી - શાસ્ત્રથી અવિરૂદ્ધ રીતે ચાલતી જિન શાસનનું સમર્થન કરનારી વિચારણાઓ શાસન પ્રભાવક ક્રિયાઓ શાસ્ત્રમાં બદ્ધ હોય કે અબદ્ધ હોય. તે માનવી જ જોઈએ આચરવી જોઈએ, અને અન્યને તે આચરવા ઉપદેશ આપજ જોઈએ.
| સુવિહિત અને પ્રામાણિક પૂર્વાચાર્ય ભગવતેએ જે વિધિને અપનાવ્યો છે તે શાસ્ત્રીય નથી, શાસ્ત્રમાં હોય તે માનીએ” એવું માનનાર આત્માઓને સદ્બુદ્ધિ મળે તેવા હેતુથી ચૈત્યવદન મહાભાષ્યમાં થોડીક ચર્ચા કરવામાં આવી છે. તે ચર્ચા વાંચતાં સ્પષ્ટ થશે કે શાસ્ત્રમાં ગુંથાયેલીજ વાતે માનવી તે આગ્રહ રાખવે તે ખોટો છે. આ રહી તે ચર્ચા: –
શિષ્ય : (આચાર્યને પ્રશ્ન કરે છે) સૂત્રમાં કહેલું હોય તે માનવું. અન્ય પુરૂષોએ કહેલું શા માટે માનવું?
આચાર્ય': તારી વાત સાચી છે! જે સૂત્ર હોય તે તે અમને પણ સંમત છે. પણ તને પૂછીએ છીએ કે સૂત્રની રચના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com