________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક
૧૨૬
કારણ તે વૃત્તિથી વિરોધ કર્યો હોત તો ૫. કલ્યાણ વિજયજી જેવી અર્ધ સ્થાનક્વાસી હિલચાલ જ કરી હોત અને માત્ર પૂજના પ્રકારને જ વિરોધ કર્યો હોત પણ લોંકાશાહે તે મૂર્તિપૂજા આદિનો જ વિરોધ કર્યો છે. ૫. કલ્યાણવિજયજીને પણ એ સારી રીતે ખ્યાલ છે કે અજ્ઞાન પ્રચૂર કાળમાં જે મલી ગયું તે ખરૂં પણ આજે ય સ્થાનકવાસી ભાઈએ તથા સાધુઓ સહૃદયતાથી સમગ્ર જિનપૂજાને માને છે, સેવે છે. અને કર્તવ્ય તરીકેને ઉપદેશ આપતાં કદાચ અચકાય છે છતાંય નિષેધ કરવાની વાત તે હવે રહી જ નથી. માટે તેમને જ સમજવું જોઈએ કે એક અસમાજનું આ પરિણામ હતુ નહીં કે કોઈ નિત્ય નાન અને વિલેપન પૂજાનુ.
આથી અમે તેમના જેવા જ શબ્દોમાં પરમ નમ્રતાપૂર્વક કહીએ છીએ કે ૫. કલયાણવિજયજીને આ મત નિમૂળ કાલ્પનિક તેમજ સત્ય, તથ્ય, અને પ્રેય-શ્રેયમાર્ગથી વિરુધ્ધ છે.
“ શી જિનપૂજા પદધતિ” માં પં. શ્રી કલ્યાણ વિજયજી વિરૂધ નવીન અને પ્રાચીન આવા બે ભેદે પાડે છે તે ખોટા છે. અને ચાલુ પૂજાપદ્ધતિમાં કોઈ પણ પ્રકારે પરિવર્તન થયું નથી કે એનાથી કાંઈ અનિષ્ટ પરિણામો આવ્યા નથી આ વાત વાંચકોને સ્પષ્ટતા ખ્યાલમાં આવી જ હશે
અને આ પુસ્તિકાનું મનન કરી શ્રદ્ધાળુ આત્માઓ સ્થિર રહે અને વર્તમાન પૂજા પદ્ધતિ કે જે આગમિક અને પ્રાચીન જ છે તેમાં દિન પ્રતિ દિન ઉત્સાહિત બને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com