________________
જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિક
વિદ્વાન લેખક શી; પાદલિપ્તસૂરિ મહારાજનો અધૂરો પાઠ લઈને નિત્યસ્નાનની અવાસ્તવિકતા સિદ્ધ કરવા મથે છે તે જ પાઠ કઈ પણ અપેક્ષાએ વિચારતાં નિત્યસ્નાનને નિષેધક નહિ બનતાં તેને વાસ્તવિક અને અતિપ્રાચીન સિધ્ધ કરે છે કારણ કે તે ધુરંધર આચાર્યશ્રીએ – પૂજા પદ્ધતિના પ્રથમ પ્રકરણમાં નિત્યસ્નાનનો વિધિ પ્રરૂપે છે. જે પાઠ આપણે આગળ જોઈ ગયાં છીએ. આથી સ્વતઃ સિધ્ધ નિત્યસ્નાનને ઉડાવવાને પ્રયાસ હાસ્યજનક છે.
વળી પાદલિપ્તસૂરિ મહારાજે બતાવેલો વિધિ એ વિશેષવિધિ છે. આ સામાન્ય વિધિ નથી. વિશેષવિધિ, સામાન્ય વિધિને અભાવ સિદધ કરી શકતું નથી માટે આ ગ્રંથ અમુક કાલમાં અમુક દિવસોમાં સ્નાનનાં વિધિ સૂચવતો હોવાં છતાં પણ નિત્યસ્નાનાને નિષેધક થઈ શકતે નથી. નૈમિત્તિક વિધિ નિત્યવિધિને નિષેધક થઈ શક્તા નથી. આ પાઠમાં આવતા ૧૦૮ કળશાઓવડે સ્નાનનો વિધિ જ સામાન્ય નાનને પણ સૂચવે છે.
પં શ્રી કલ્યાણવિજયજીએ પાઠ આપ્યો છે તેમાં કસમાં ઉમિતિ શબ્દ મૂક્યો છે એ ક્યાંથી લાવ્યા? #મ શબ્દ હોવો જોઈએ એના મૂળભૂત વિચારમાં કોઈ પ્રમાણ નથી અને પ્રપાણવિનાના વિચારો વડે શાસ્ત્રાર્થને નિર્ણય થઈ શકે નહિ
અને પ્રતિભાસં ન મૂક્તાં ગ્રંથકારે “ માં પ્રતિ” આ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com