Book Title: Jinpuja Paddhati Pratikarika
Author(s): Vijayvikramsuri
Publisher: Rajendra A Dalal

View full book text
Previous | Next

Page 131
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા ૧૧૫ શ્રાદ્ધવિધિ જે સોળમા સૈકાના પૂર્વ ચરણમાં બનેલી છે તેમાં સ્પષ્ટતયા જલપૂજા બતાવી છે. એમનાંથી પણ પૂર્વના આ આચાર્યશ્રી ઉમાસ્વાતિવાચકજીએ પણ એકવીશપ્રકારી પૂજામાં સ્નાન પૂજા બતાવી છે. અને વાદિવેતાલ શાંતિસૂરિજીએ તો અષ્ટપ્રકારી પૂજામાં પ્રથમ નાનપૂજા બતાવી છે તેથી અષ્ટપ્રકારી પૂજામાં જલપૂજા સત્તરમી સદીથી શરૂ થઈ આ વાત એમનાં જેવા ઇતિહાસવેત્તા માટે કેટલી બધી અયોગ્ય છે ? આ બધાં પ્રમાણ હોવા ઉપરાંત વાંચકોને વધુ ખ્યાલ આવે તે માટે શ્રી મહાનિશિથ સૂત્રનો પાઠ મુકું છું. મહાનિશિથ સૂત્રના ત્રીજા અધ્યયનમાં આ પ્રમાણે પાઠ છેઃ જાપૂજાની અષ્ટપ્રકારીમાં ગણના • अरिहताणं भगवताणं गंध मल्ले-पईव संमज्जणं उबलेवण वित्थिण्णबलि वन्थ - धूवाईहिं पूआ सक्कारेहिं पइदिणमब्भचणं पकुव्वाणा तित्थुव्वर्ण करामो त्ति' આ પાઠમાં “સંમજણ” પૂજા બતાવી છે સમજણ એટલે સ્નાન થાય છે આ સૂત્રમાં ખાનને પૂજા જણાવી રહયાં છે એટલે જલપૂજાની સત્તરમી સદીમાં અષ્ટપ્રકારીમાં ગણના થઈ આમ કહેવું વિપરીત કથન છે આ બધાં પાઠો ઉપરથી આપણે હવે સુનિશ્ચિત થઈ ગયા છીએ કે શ્રદ્ધાળુ અને ભાવિક શ્રાવક ગણ માટે પ્રભુની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146