________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
૧૨૩
આજની ખનતી પંચધાતુની પ્રતિમાઓમાં ઉંચી ધાતુઓનુ પ્રમાણ વધારવાનો ઉપદેશ આપે તો ખરેખર યોગ્ય થશે. તેમને ગભરાવવાનુ... કોઇ કારણ નહીં રહે, સ્નાન-વિલેપન પૂજા પણ ચાલુ રહેશે અને શાસનનો ઇતિહાસ આગળ વધશે.
લોકાશાહનાં મતમાં જનસમુહ કેવી રીતે ભળ્યો. તે મૂર્તિ પૂજકોની જાણમાં હોવા છતાં ૫. શ્રી કલ્યાણવિજયજીના કહેવા પ્રમાણે ધનિકોની પૂજાની અતિપ્રવૃત્તિ એ કારણ. ભૂત હતી કે કેમ” તે મુદ્દાનો વિચાર કરીએઃ—
મળી શકતા ઇતિહાસ દ્વારા એમ સાબિત થાય છે કે લો'કાશાહના સમય દરમ્યાન જૈન સમાજની એવી કોઇ પરિસ્થિતિ હતી કે જેથી તે સમયે જૈન સમાજમાં કોઈપણ પ્રકારના પરિવર્તનની આવશ્યક્તા હોય અને જો હોત તો તે સમયે વિદ્યમાન ધુર ંધર પ્રભાવશાલી જૈનાચાર્યાએ ૫.શ્રી કલ્યાણુવિજયજીના મતે કહેવાતા અસ'તોષનુ' તત્કાલીન જૈન સમાજમાંથી નિરસન કયુ જ હોત ! પરંતુ તેવા કોઇ પણ પ્રમાણો ઉપલબ્ધ નથી. આ ઉપરાંત લો કાશાહ પછીના પ્રામાણિક ઈતિહાસ સ્પષ્ટ મતાવે છે કે લો શાહના સમય પછી મંદિર અને મૂતિ નિર્માણની પ્રવૃત્તિ બલવત્તર બની.
“શાહે ધનિકોની પૂજાની અતિપ્રવૃત્તિથી ઉલગી ગયેલા લોકોનું નેતૃત્વ લીધુ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com