________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકાસ્કિા
કેતુક મંગલ પ્રાયશ્ચિત કરેલી શુદ્ધ પ્રવેશ મેગ્ય મંગલ શ્રેષ્ઠ વસ્ત્રોવાળી સ્નાનઘરથી પાછી નીકળે છે. પાછી નીકળી
જ્યાં જિનાર છે ત્યાં આવે છે. આવીને જિનવરમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને જિનપ્રતિમાને જુવે છે. પ્રણામ કરે છે. પ્રણામ કરીને મોરપીંક્શી પ્રમાજના કરે છે. આ પ્રમાણે જેમ સૂર્યાભદેવ જિનપ્રતિમાઓને પૂજે છે તે પ્રમાણે કહેવું, કે
જ્યાં સુધી ધૂપ કરે છે. ધૂપ કરીને ડાબા ઘૂં ટણને ઊભો કરે છે. જમણા જાનુને જમીન ઉપર સ્થાપન કરે છે. સ્થાપન કરીને ત્રણ વખત મસ્તકને જમીન ઉપર લગાવીને નમસ્કાર કરે છે. નમસ્કાર કરીને થોડા નમી જાય છે. અને બે હાથ જોડીને આ પ્રમાણે બોલે છે –“નમસ્કાર થાવ અરિહંત ભગવતેને યથાવત્ (સિદ્ધિ ગતિને પ્રાપ્ત થયેલાઓને વંદન કરે છે. નમસ્કાર કરે છે. વદન નમસ્કાર કરીને જિનઘરથી નીકળે છે. નીકળીને જ્યાં અંતેઉર છે ત્યાં આવે છે.'
આ વાત ગંભીરતાથી વિચારવા જેવી છે. અંગ સૂત્રના આ કથનથી ભગવાન નેમિનાથના કાળમાં પણ જિનપૂજા હતી. ખૂબજ સુંદર રીતે વિકસિત હતી, તે સિદ્ધ થાય છે. આ કથન એક ઐતિહાસિક સ્થન બની જાય છે. તેથી માત્ર ઈતિહાસ પર પણ વિશ્વાસ રાખવાવાળને પણ આ સમયે પૂજા પૂર્ણરૂપે વિકસિત હતી તે માન્ય ર્યા સિવાય છૂટકોજ નથી અને વધુ વિચાર અમે આગળ જોઇશુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com