________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક
છે. પોતાની પુસ્તિકાના પૃ. ૧૬ પર તેઓ ––
સવોપચાર પૂજાના સત્ર ભેદ - ૧૭” આમ મથાળું બાંધી આગળ લખે છે કે –
સોપચાર પૂજાના એકંદરે ૧૭ ભેદો સુવિહિત કાલમાં જ નિયત થઈ ચૂક્યાં હતાં જેનું નિરૂપણ છવાભિગમાદિ ઉપાંગોમાં કરાયેલું છે. અને તે ઉપરથી પૂર્વોચાયોએ પણ પોતાના ગ્રંથોમાં ગાથાઓમાં વર્ણન આપેલ છે. (પૃ-૧૬ ૫.૧૭ થી ૨૧).
આ લખાણ તેમનાં જ પૂર્વના લખાણ સાથે કેટલું બધું વિરુધ થતું જાય છે તે તેમને ખ્યાલ રહયું નથી લાગતું. પહેલાં તેમણે જણાવ્યું હતું કે નાનમહોત્સવ જ સવોપચારી પૂજામાં બદલાઈ ગયો. હવે કહી રહ્યા છે સત્તર પ્રકારી પૂજા તો સુવિહિત કાલમાં નક્કી કરાઈ છે. જે આ તેમણે જ માન્ય રાખ્યું તો સ્નાન મહોત્સવમાંથી સર્વ પ્રકારી પૂજા થઈ તેવી વાત આપમેળે જ ઉડી જાય છે. “વશત્રે હત" જેવી દશામાં પડેલા પ. પ્રવર શું વિચારે છે તે ખબર જ નથી પડતી.
બીજી વાત અહિ એ વિચારવાની છે કે તેમણે ૧૭ ભેદી પૂજાને દર્શાવતી જે ગાથાઓ મૂકી છે. તે સંબોધ પ્રકરણ ગ્રંથમાંની છે તેમના કરતાં ય પ્રાચીન કોઈ ગ્રંથમાં આ ગાથાઓ જોઈ હોય તેવું તે લખતાં નથી. પણ આશ્ચર્ય તો એ છે કે તે સબોધ પ્રકરણ ગ્રંથના ર્તા પર આક્ષેપ કરીને તે ગ્રથને કૂટ ગ્રંથ કહે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com