________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક
જે સંબોધપ્રકરણકારની “જહ મિમ્મયપડિમાણ” ની ગાથાથી તેઓએ પિતાનું ઈષ્ટ સાધન કરવા માથુ ઊંચક્યુ હતું તેજ સબોધ પ્રકરણ ગ્રંથને કૂટ ગ્રંથ” કહેતાં ૫. કલ્યાણ વિજયજી શરમાતા નથી પણ ખરેખર ! તેમને શરમાવા જેવું તે તે જ છે કે સંબોધ પ્રકરણમાં આવી કોઈ ગાથા આવતી જ નથી
સંબોધપ્રકરણના દેવાધિદેવ પ્રકરણમાં બે ઠેકાણે પંચોપચારી પૂજાના દ્રવ્યો ગણાયા છે. તેમાં ય એક પણ સ્થળે તેમણે આપેલી ગાથા નથી. જુઓ ગાથા ૪૪
भणिया पंचुवयारा कुसुमक्खय गंध धूवदीवेहि भत्ती बहुमाण वन्नजणणाणासायणा विहीहिं
- કુસુમ, અક્ષત, ગંધ, ધૂપ અને દીપ વડે (અથવા) ભક્તિ બહુમાન, વર્ણસ યોજના, (સ્તુતિ) અનાશાતના અને વિધિ આ પાંચ પ્રકારવડે પૂજા કહેવાય છે. આમાં કયાં ચ દનદ્રવ આવ્યો ?
ગા-૧૮૭
' तहिय पंचुवयारा कुसुमक्खय गंध धूव दीवहिं । नेविज्ज जल फलेहिं जुत्ता अहोवयारा वि ॥'
ત્યાં કુસુમ, અક્ષત, ગંધ, ધૂપ અને દીપ વડે પંચોપચાર થાય છે અને તેજ પંચોપચારી) નૈવેદ્ય જલ અને ફળથી યુકત થતાં અષ્ટોપચારી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com