________________
નવી સમસ્યાઓ - પ્રતિવિધાન
ઉપકમ
પં. શ્રી કલ્યાણવિજયજીએ પ્રસ્તુત પ્રકરણને ૧૩ ઉપકરણ રચીને પોતાનો બ હૈયાં બળાપો રજુ કર્યો છે. આજે શ્રાવક વર્ગની જિનપૂજા વિષેની દુર્લક્ષની તાથી, અર્થોપાર્જન માટેની વિકટ સમસ્યાના પ્રભાવથી સ્થાનની અપેક્ષાએ અમુક અમુક મંદિરોમાં પૂજા કરનારા વગન અતીવ વધારાથી યા બીજા કેટલાક કારણથી આશાતનાજનક કેટલાંય પરિણામો આવ્યાં છે આનો સ્વીકાર સહુ કોઈને કરવો પડે તેમ છે છતાં ય તેના પ્રતિકારનો રસ્તો નથી તેમ માનવું ભૂલ ભરેલું છે. પણ ૫. કલ્યાણવિજયજી તો બધાય અનિષ્ટનું મૂળ માત્ર નિત્ય સ્નાનપૂજા જ સમજે છે. તેઓ કહે છે ગૃહમદિર ઓછાં થયાં મદિરમાં પગારદાર પૂજારીઓ રહયાં. વધુ દેવદ્રવ્યની જરુર પડી. સવાંગ વિલેપનના સ્થાને નવાંગ જ પૂજા થઈ. અને મહારનાત્રમાંથી લઘુરનાત્રો બન્યા. આ બધું નિત્ય નાનપૂજથી જ થયું છે.
આની સાથે આભરણ પૂજા બાદિ પર મન ભરીને કટાક્ષે ક્યાં છે અને ઉપસંહારના પ્રકરણમાં પોતાની જાતને ઈતિહાસના લેખક તરીકે પિતેજ બિરદાવીને ખુશી થયાં છે.
આ આખા ય પ્રકરણમાં એટલાં બધાં જુઠાણાંઓ ભરાયા છે કે જેના એક એકનો જવાબ આપવા ગ્રંથ લખવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com