________________
જિન પૂજા પદ્ધતિ પર કારિકા
નિત્ય ગણાતી જ આવી છે. અમે અહિં માત્ર પાઠોનું વાચકોને સ્મરણ કરાવીને તેમણે પોતાની રજૂઆત કરવા માટે કેટલે બાલીશ ધબડકો કર્યો છે તેનો જ પ્રત્યુત્તર આપીશું.
સૌથી પહેલાં ધબડકે એ છે કે તેઓ પાદલિપ્ત સૂ. મ ને ચિત્યવાસની પ્રધાનતાવાળા સમયમાં થયેલા ગણે છે અને ચેત્યવાસની પ્રધાનતાવાળા કાલ વિક્રમનાં છઠું સિકાથી દસમા સિકા સુધીનો તેઓ માને છે. પાદલિપ્ત સુ મને જ નહિ પણ વિક્રમ નૃપ પ્રતિબોધક સિદ્ધસેન દિવાકર સૂત્ર મ. ને પણ તેજ કાળમાં થયાં હોવાનું લખે છે. આવા ઇતિહાસકારને શું કહીએ ? પાદલિપ્ત સૂ, મ વિક્રમની પ્રથમ શતાબ્દિમાં થઈ ગયા છે. આ વિવાદ વિનાના સત્યને પણ તેમને પોતાના ચાકડા પર ચઢાવવાની આવશ્યક્તા કેમ પડી હશે ? તે સમજાતું નથી? શું તેમની એક જ મનીષા છે કે જિન પૂજા માટે લખનારા કોઈ પણ મહાપુરૂષો પાછળના કાળના બતાવી દેવા.
આ જ મુરાદે તેઓ લખે છે “બારમી સદીમાં ચિત્યવાસીઓની સાથે ઘણાક સુવિહિતો પણ નિત્ય નાનનો ઉપદેશ દેવા લાગ્યા અને ધીરે ધીરે નિત્ય નાનની પ્રવૃત્તિઓ વધવા માંડી.”
(૫. ૩૫, ૫. ૨)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com