________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિ
૫૩
થાય છે. વિદ્વાનચિતકોને અમે આ સ્થળે એ વાત હજાર હજાર વાર સ્પષ્ટ કહીએ છીએ કે ૫. લ્યાણવિજયજીના લેખો અપ્રામાણિક છે. અમને લાગતું હતું કે આ મહાશય પૂર્વાપર ગ્રંથ જેઈને પ્રમાણો ટાંકતા હશે. પણ આ કાર્ય કરતાં જે અધ્યયન અમને થયું છે તેથી અત્યત ખિન્નતા અમારામાં પેદા થઈ છે. વારંવાર મનમાં એમ થાય છે કે એક પણ પૂરે ગ્રંથ સંદર્ભ સહિત વાંચ્યા અને વિચાર્યા વિના આવી બેફામ રીતે પૂર્વાચાર્યો પર આક્ષેપો કરવાનું તેમને કેમ મન થયું હશે.
ચંદ્રપ્રભામડુત્તરના તેમણે જ આપેલા પાઠની સાથે અમે તે જ ગ્રંથમાંથી આપેલો પાઠ સામે રાખી વિચારતા તેમની નીતિ રીતિ સ્પષ્ટ થઈ જાય છે.
હવે જે હરિભદ્ર સૂ. મ. ના ગ્રંથોના તેમણે અનેક અવતરણે આપ્યાં છે તે જ આચાર્ય ભગવંત નાન અને વિલેપન પૂજાનું સ્પષ્ટ વિધાન કરે છે તેનો પાઠ જુઓ
ચૌદસો ચુમ્માલીસ ગ્રંથોના રચયિતા પ્રામાણિક શિરોમણિ આ શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ વોરા નામના ગ્રંથરત્નમાં જિનપૂજા નામના નવમા વોડશની શરૂઆતમાં જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com