________________
જિન પૂજા પદ્ધતિ પતિદારિકા
જે તેઓ શાસ્ત્રને આધારે લખવા બેઠા હોય તે તેમને કઈ શાસ્ત્ર પાઠ તે તે માટે આપ જોઈએ!
જે તેઓ આધુનિક વિદ્વાનની માફક ઈતિહાસજ લખવા બેઠા હોય તે બધીજ શાસ્ત્રની વાતને દંતસ્થાઓ ને હસી કાઢવાનું જ બાકી રહે છે, તેઓ આ પુસ્તિકા લખવા દ્વારા ઇતિહાસકાર બનવા ઈચ્છતા હોય તે તેમને પિતાના મતના સમર્થન માટે કઈ એક ઐતિહાસિક પ્રમાણ તે આપવું જ જોઈએ પણ વાસ્તવિક રીતે તે તેઓ કલ્પના કરવા બેઠા છે. પ્રમાણની આવશ્યક્તા તેમને શાની હોય ! આમ તેમની “જિનપૂજા પદ્ધતિ અંગેની કલ્પનાઓ બેટી છે તે નિર્વિવાદ સિદ્ધ છે.
આ પ્રકરણ તો “પૂજાની સૂષ્ટિ કયારે થઈ એવા તેમના કાલ્પનિક પ્રશનની વિચારણા માટેનું હતું તેથી બહ વિસ્તાર નથી કર્યો પણ આગળના પ્રકરણમાં તેમને દર્શન વ દન અને સ્તવનમાંથી પૂજે કેમ વિકાસ પામી એના કારણે દર્શાવ્યા છે તેનું પણ કમશ: ખંડન આવશે. અને ધડ માથા વિનાની છતાં ય પિતે જીવતી જાગતી માની લીધેલી તેમની માન્યતાઓ કેવી પિકળ છે તે દર્શાવાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com