________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક
૫૦.
આમ આ ગાથાની આગળની ગાથામાં કુસુમ, ધૂપ, દીપ વગેરેની પૂજાનુ ફલ બતાવ્યું છે. અને ત્યારબાદ નૈવેદ્ય પૂજાનુ પણ ફલ બતાવ્યું છે એટલે આ પૂજા એ જલપૂજા જ સિદ્ધ થાય છે અને જલપૂજામાં માત્ર જલકુ ભ નહી પણ અભિષેક થઈ શકે તેવાં સર્વ દ્રવ્યનાં કુંભને સમાવેશ થઈ જાય છે.
માટે આ બધાં પાઠેથી તે અષ્ટપ્રકારી પૂજામાંની જલપૂજા તેજ અભિષેક પૂજા છે તે નિર્વિવાદ સિદ્ધ થઈ જાય છે. તેથી સ્નાનપૂજા અષ્ટપ્રકારી પૂજાની માફકજ નિત્ય કર્તવ્ય છે. તેમાં શંકા નથી.
“પઉમચરિય” આ ગ્રંથમાં પૂજા વિષયક એટલા બધાં વિવિધતાભય અને ઉદ્બોધક પાઠો છે કે તેનો એક સુંદર ચિતનીય ગ્રંથ બની શકે તેમ છે.
એટલે આ ગ્રંથના બધાં જ અવતરણ ન આપતાં વીર નિર્વાણ સંવત ૧૩૦ વિકમ સંવત ૬૦ માં રચાયેલ આ ગ્રંથનું ઊંડા અભ્યાસીઓ અભ્યાસ કરે એટલી જ ભલામણ કરીશુ.
પાલ
આના જેટલા જ પ્રાચીન કાળમાં થયેલ પૂ. આ દેવ પાદલિપ્ત સૂ મ, સમર્થ જૈનાચાર્ય છે અને તેમની કૃતિઓ તેમજ ગ્રંથો મહાન પ્રામાણિક ગ્રથો તરીકે લેખાય છે તેઓ ખૂદ પણ સ્વરચિત પ્રતિષ્ઠા પદ્ધતિ ગ્રંથમાં જિનપૂજા અને તેમાં ય જિનાભિષેક નિત્ય કર્તવ્ય છે. તેમ સ્પષ્ટ પ્રતિપાદન કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com