________________
જોવાલાયક પદાર્થો જેણે, સમકાલે ઉદય પામેલી છે સઘળી શુભ કર્મની પ્રકૃતિઓ જેને તથા ઋદ્ધિના પ્રબંધથી મનોહર એવા વિમાનોના સમુદાયોનું પ્રાપ્ત થયું છે અધિપતિપણું જેને, એવો અસ્ખલિત પ્રસરવાળો સુરેન્દ્ર પણ લાંબા કાળ સુધી જે દેવલોકનું પાલન કરે છે, તે સઘળું સદ્ભાવગર્ભિત પંચ નમસ્કારની થયેલી આરાધનાની લીલાનો જ એક લવ છે, એમ જાણો. ૩૩ થી ૪૭
ઊર્ધ્વ, અધો અને તિતિ સ્વરૂપ ત્રણ લોકરૂપી રંગ મંડપમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રી જે કોઈને જે કાંઈ આશ્ચર્યજનક અતિશય વિશેષ દેખાય છે અથવા સંભળાય છે, તે સર્વ પણ નમસ્કારના સ્મરણનો જ એક મહિમા જાણવો. ૪૮-૪૯
જલદુર્ગને વિષે, સ્થલદુર્ગને વિષે, પર્વતદુર્ગને વિષે, સ્મશાનદુર્ગને વિષે અથવા અન્યત્ર પણ દુર્ગ એટલે કષ્ટપદને વિષે એક નવકાર જ ત્રાણ અને શરણ છે. ૫૦
વશીકરણ, ઉચ્ચાટણ, થોભણ, પ્રસૂતિ, ક્ષોભ અને સ્તંભન આદિ કાર્યોને વિષે વિધિપૂર્વક પ્રયુક્ત થયેલો નવકાર જ સમર્થ છે. ૫૧
અન્ય મંત્રોથી પ્રારંભેલાં જે કાર્યો વશ થયાં નથી, તે સર્વ પણ નવકારના સ્મરણપૂર્વક પ્રારંભેલાં હોય તે શીઘ્ર સિદ્ધ થાય છે. ૫૨
તે કારણ માટે સકલ સિદ્ધિઓ અને મંગલોને ઇચ્છતા આત્માએ સર્વત્ર સદા સમ્યક્ પ્રકારે નવકા૨ને ચિંતવવો જોઈએ. ૫૩
જાગતાં, સૂતાં, છીંકતાં, બેસતાં, ઊઠતાં, ઊભા રહેતાં, ચાલતાં, સ્ખલના પામતાં કે નીચે પડતાં આ પરમ મંત્રને જ નિશ્ચે અનુસરવો જોઈએ – વારંવાર સ્મરણ કરવો જોઈએ. ૫૪
5
ગોત્રાદિની પ્રાપ્તિ થતી નથી તથા જન્માંતરમાં પણ તેને ફરી વાર આ નવકારની પ્રાપ્તિ પણ દુર્લભ થતી નથી. ૫૬
વળી જે મનુષ્ય એક લાખ નવકારને અખંડપણે ગણે તથા શ્રી જિનેશ્વરદેવ અને સંઘની પૂજા કરે, તે તીર્થંકરનામ-કર્મને બાંધે છે. ૫૭
પુણ્યાનુબંધી પુણ્યવાળા જે આત્માએ આ નવકારને પ્રાપ્ત કર્યો છે, તેની નરક અને તિર્યંચગતિઓ અવશ્ય રોકાઈ ગઈ છે. ૫૫
નવકારના પ્રભાવથી જન્માંતરને વિષે પણ પ્રધાન જાતિ, કુલ, રૂપ, આરોગ્ય અને સંપદાઓ પ્રાપ્ત થાય છે. ૫૮
ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ થતું નથી, કે જ્યાં સુધી આ નવકારને સ્મરવામાં આવ્યો નથી. ૫૯
વળી આ નવકારથી મનુષ્ય સંસારમાં કદિ પણ દાસ પ્રેષ્ય, દુર્ભાગ, નીચ કે વિકલેન્દ્રિય– અપૂર્ણ ઇંદ્રિયવાળો થતો નથી. ૬૦
વળી બહુ વર્ણન ક૨વાથી શું? આ જગતમાં તેવું કાંઈ જ નથી, કે જે ભક્તિ પ્રયુક્ત આ નવકાર વડે જીવોને પ્રાપ્ત ન થાય. ૬૨
૫૨મ દુર્લભ એવા પરમ પદના સુખોને પણ જો આ પમાડે, તો તેના અનુષ્ઠાનથી સાધ્ય અન્ય સુખોની તો ગણના જ શી? ૬૩
પરમ-પદ-પુ૨ને જેઓ પામ્યા છે, પામશે અને પામે છે, તે સર્વે પંચ નમસ્કારરૂપી મહારથના સામર્થ્ય-યોગે જ છે. ૬૪
લાંબા કાળ સુધી તપને તપ્યો, ચારિત્રને પાળ્યું, ઘણાં શાસ્ત્રને ભણ્યો, પણ જો નવકારને વિષે રતિ ન થઈ, તો તે સઘળું નિષ્ફળ ગયું (જાણવું.) ૬૫
ચતુરંગ સેનાને વિષે જેમ સેનાની દીપક સમાન છે, તેમ દર્શનજ્ઞાન-ચારિત્ર અને તપની આરાધના વિષે ભાવ નમસ્કાર દીપક સમાન છે. ૬૬
ભાવ નમસ્કાર રહિત જીવે અનંતી વાર દ્રવ્ય લિંગને નિષ્ફળપણે ગ્રહણ કર્યાં અને મૂક્યાં, એમ સમજીને હે સુંદર! તું આરાધનાને વિષે એકમનવાળો બની ભાવપૂર્વક તેને (ભાવ નમસ્કારને) મનને વિષે ધારણ કર. ૬૭-૬૮
વળી કહ્યું છે કે આ નવકાર જેણે ભાવથી પ્રાપ્ત કર્યો છે તેને વારંવાર અપયશ અને નીચ
‘સુરત શ્વાસ ઐક્ય થકી સદા સમરો નવકાર સચ્ચિદાનંદ આવશે નક્કી નિજ દરબાર.’-૫