________________
| તે બધી દુર્ગતિમાં લઈ જનારી છે. આપણને સંસારની, શું ? અરિહંતની આજ્ઞાનું પાલન જોઇએ ને ? સંસારના સુખની ચીજો નથી જોઇતી, એમ જો થાય, અરિહંતની આજ્ઞા પાળનારો ગમે તેવી આપત્તિઓ તો પછી દુર્ગતિ થાય નહિ.
વચ્ચે પણ સુખ અને શાંતિનો અનુભવ કરી શકે છે. ૦ નવકારમાં જે છે તેનો જેને ખપ ન હોય અને સંસારમાં જે છે તેનો જ જેને ખપ હોય, તે નવકારનો સાચો ગણનારો કહેવાય? ૦ નવકાર મંત્ર જેને બાળપણથી મળે, તેને મરતાં સુધી અરિહંતાદિને ઓળખવાની ઈચ્છા પણ ન થાય ? ૦ હૈયે નવકાર એટલે શું? જે નવકારમાં છે તેને પામવાનું મન અને એ સિવાયનું સંસારમાં જે કાંઈ છે, તે બધાથી છૂટવાનું મન ! ૦ નવકાર એટલે ચૌદ પૂર્વનો સાર ! ચૌદ પૂર્વમાં સારભૂત શું? તો સાધુ પણું, અરિહંતપણું અને સિદ્ધ પણ ! ૦ નવકાર ગણનારને આખો સંસાર કેવો લાગે ? જેનાથી છૂટવાનું મન થયા વિના રહે નહિ એવો ! સંસાર ની સામગ્રીનો ઉપયોગ પણ એ શેમાં કરવા ઇચ્છે છે ? પોતાને જે ખરેખર પામવું છે તે પામવામાં! બધાં સાધનને એ સાધુ પણાની પ્રાપ્તિનાં અને સિદ્ધપણાની પ્રાપ્તિના સાધન બનાવવા મથે ! ૦ ચૌદ પૂર્વના સારને પામેલો વિરાગી બને કે સંસારના રાગનો રસિયો બને ? ચૌદ પૂર્વના સારને જે સમજપૂર્વક પામ્યો, એને ધનાદિની પ્રાપ્તિનું લક્ષ્ય હોય કે સિદ્ધપણું અને સાધુપણું પામવાનું લક્ષ્ય હોય ? ૦ નવકાર મંત્ર ઉપર જેને શ્રદ્ધા થઈ જાય, તે શું કહે ? “મને હવે બીજું કાંઈ જોઈતું નથી.” એમ કહે ને ? અને આવી શ્રદ્ધા જેનામાં પ્રગટે, તેને આ નવકાર મંત્રમાં શું છે, તે જાણવાનું મન થાય ને? પછી તો એને, અરિહંત અને અરિહંતની આજ્ઞા સિવાયનું કાંઈ જ જોવા જેવું ને જાણવા જેવું લાગે નહિ. ૦ નવકાર મંત્રથી શું ના મળે?જગતમાં એવી કઈ ચીજ છે કે, જે નવકાર મંત્ર દ્વારા ન જ મળી શકે? પણ નવકાર મંત્ર ઉપર જેને શ્રદ્ધા થઇ, તેને જોઈએ