________________
ד
એટલું જ એનું લક્ષ્ય ? ઊલટું, આવા અનુભવ પછી તો જીવ ‘શ્રીનવકારની પાછળ હવે હું ગાંડા જેવો બની ગયો છું.’ એમ કહે. ગાંડા જેવો એટલે શું ? ગાંડા જેવો એટલે – ‘હવે હું જ્યાં સુધી નવકારમાં જે છે તે પામું નહિ, ત્યાં સુધી હું જંપીને બેસું નહિ !' કોઇ પૂછે કે, એ સ્થાન આ જન્મમાં મળે એવું હોય તો જોઇએ છે ? તો એ હા કહે, એનાથી શક્ય હોય તો એ સાધુ બન્યા વિના રહે નહિ.
આજે મોટા ભાગે સ્થિતિ જુદી છે. કોઇ કોઇ કહેતા આવે છે કે, નવકાર ગણવાથી અમને સુખ મળ્યું ! હું પૂછું છું કે, ક્યું સુખ મળ્યું ? એ આનંદમાં ગેલ કરતો હોય તેમ કહે કે, ‘વેપાર વધી ગયો, આવક વધી ગઇ, બંગલો નહોતો તે બંગલો થયો, મોટર નહોતી તે મોટર આવી, અમુક રોગ નહોતો જતો તે ગયો.’ અને કોઇ કોઇ તો એમેય કહે છે કે, ‘છોકરો નહોતો તો છોકરો થયો ! સાહેબ બહુ આનંદ છે. શું નવકારનો પ્રભાવ છે !' આવા જીવોની નવકાર ઉ૫૨ની શ્રદ્ધા વધી કે નવકાર ઉપરની શ્રદ્ધા દુર્લભ બની ? આવા જીવો મુગ્ધ કોટિના નથી હોતા. બુદ્ધિશાળી હોય છે અને મોક્ષની વાત વારંવાર સાંભળેલી હોય છે. પણ એમનું મન જ પેલી ચીજોમાં ચોટેલું હોય ત્યાં શું થાય ?
નવકાર ગણતાં જે સુખ ઊપજે છે તેનો જેને અનુભવ થાય, તે તો કહે કે ‘નવકાર મંત્રના સ્મરણ પ્રતાપે હવે હું ભારે શાંતિ અનુભવું છું. સંસારમાં મને અભૂતપૂર્વ પ્રાપ્તિ થઇ ગઇ, એમ લાગે છે. કોઇ પણ દુન્યવી પદાર્થ મળે કે જાય, તે મને મુઝવી શકતો નથી. દુઃખનો ડર પહેલાં બહુ સતાવતો, હવે પાપનો ડર લાગ્યા કરે છે; એટલે દુઃખ આવે તો તે શાંતિથી સહવાનું મન થાય છે. હવે વિષયરસનું જોર રહ્યું નથી અને કષાય નબળા પડ્યા છે. વારંવાર એમ થયા કરે છે, દુનિયાના બધા સંગોથી વહેલામાં વહેલી તકે છૂટી જાવું છે !'
શરીરનો રોગ ખટકે છે કે ભોગનો રસ ?
નવકારના સ્મરણથી શું થાય ? પાપ માત્રનો વિનાશ થાય. માટે જ એ દુઃખનાશક, સુખપ્રાપક
અને મોક્ષસાધક ! મોક્ષ પમાડતાં પહેલાં પણ એ દુઃખનાશક બને અને સુખપ્રાપક બને, એમાં નવાઇ નથી, પણ એટલામાં અટવાઇ જઇને જે કોઇ જીવ સંતોષ પામી જાય, તેને ફરીથી દુઃખી બનતાં વાર કેટલી ? જેમ કે પુણ્યે મનુષ્યપણું તો આપ્યું, પણ એનું ફળ જે સાધુપણું, એને પામ્યા વિના કે એને પામવાના ભાવ વિના મરીએ તો ? દરિદ્રપણા સાથે મરીએ એમાં દુઃખ વધારે કે સાધુપણા વિના મરીએ એમાં દુઃખ વધારે ? પરમ ઉપકા૨ી કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ શું શીખવ્યું છે ? આજ કે ‘જિનધર્મવિનિર્મુકતો, મા ભવું ચક્રવર્ત્યપિ'.
જિનનો ધર્મ જો ન મળતો હોય, તો ચક્રવર્તીપણું. પણ ના જોઇએ. જિનધર્મ ન મળતો હોય અને તેની સાથે છ ખંડના રાજ્યનું અધિપતિપણું એટલે કે ચક્રવર્તીપણું મળતું હોય, તો એવું ચક્રવર્તીપણું પણ નથી જોઇતું આ વાત ધ્યાનમાં છે ? તેમ જો રોગ ગયા પછી ભોગમાં ચિત્ત ચોટતું હોય, તો રોગ જાય એવું ઇચ્છવાને બદલે નવકારમાં ચિત્ત ચોટયું રહે એ જ માગવું જોઇએ ને ? પણ એ સમજ જોઇએ ને કે, રોગ જેટલું નુકસાન નથી કરતા, તેટલું નુકસાન ભોગનો ૨સ કરે છે ? ભોગ મળવા માટે તો પુણ્ય જોઇએ, પણ ભોગનો રસ તો પાપના ઉદયથી જ પ્રગટે ! માટે જ આગળ વધતા કહ્યું કે, ત્યાં ચેટોપિ દરિદ્રોપિ જિનધમા-ધિવાસિતઃ
હું દાસ થાઉં કે દરિદ્રી થાઉં તેની ચિંતા નહિ, જો મને જિનધર્મ મળત હોય તો ! ક્યાં છ ખંડનું એકછત્રી સામ્રાજ્ય અને ક્યાં દાસત્વ ને દારિદ્રય ? એમાં કેટલો તફાવત છે ? સામાન્ય ફેર છે ? ભગવાને કહેલા ધર્મની પ્રાપ્તિ વિના છ ખંડનું એકછત્રી સામ્રાજ્ય મળતું હોય તોય તે નહિ જોઇએ અને ભગવાને કહેલો ધર્મ મેળવવાના બદલામાં જો દાસત્વ ને દારિદ્રય મળતું હોય તોય ભગવાને કહેલો ધર્મ જ જોઇએ ! ભગવાને કહેલો ધર્મ સાથે ન હોય, તો સુખ પણ પરમદુઃખનું કારણ અને ભગવાને કહેલો ધર્મ સાથે હોય તો દુઃખ પણ ૫૨મ સુખનું કારણ ! એ આનો મર્મ છે. આવાને સાધુપણાની ઇચ્છા ન હોય
૨૧૯