________________
દુઃખોથી ભાગ્યા કરે અને સંસારનાં સુખોની પાછળ ભમ્યા કરે, તો ચૌદ પૂર્વના સારને એ લજવતો નથી ? ચીજ ઘણી સારી, પણ જેને એ મળી હોય, તેને તેની કિંમત હોવી જોઈએ, નહિતર એ નકામી પણ નીવડે અને નુકસાન કરનારી પણ નીવડે.
મુગ્ધ લોકોની વાત જુદી હોય છે. એમને તો ગુરુ ઉપર શ્રદ્ધા હોય છે. એમની સમજ વિકસેલી હોતી નથી. આને સાંસારિક સુખનું સાધન બનાવવાનો એમને આગ્રહ હોતો નથી. એમની સમજશક્તિ ખીલે અને જો એમને સમજાવવામાં આવે, તો એ જીવોને સંસારની કામના તજી દેતાં વાર નહિ.
વિશ્વમાં આના જેવી બીજી કોઇ ચીજ નથી
નવકાર મંત્ર મળ્યો એટલે સઘળુંય સારું મળી ગયું, એવી શ્રદ્ધા છે ? માનો કે, અર્થશાન નથી, પણ એટલી શ્રદ્ધા તો ખરી ને કે, આ મળ્યો એટલે બધું મળ્યું ! હવે મને સંસારની બીજી કોઇ પણ ચીજની અપેક્ષા નથી ! અર્થજ્ઞાનના અભાવમાં પણ જો સાચી શ્રદ્ધા હોય, તો ચીજ ફળે છે. અર્થજ્ઞાનથી શ્રદ્ધા નિર્મળ બને. જેમ જેમ અર્થશાન થતું જાય, તેમ તેમ બુદ્ધિ ખીલતી જાય. પણ માનો કે, હજી તમને નવકાર મંત્રનો અર્થ સમજાયો નથી, પણ ઉપર ઉપરથી તમને એમ તો લાગે છે ને કે, આના જેવી બીજી કોઇ ચીજ આ સંસારમાં નથી !
આ જ મને સંસારથી પાર ઉતારશે
નવકાર મંત્ર મળી ગયો છે, એટલે સંસારનું બીજું કાંઇ નથી મળ્યું, તેનો તમારા દિલમાં અફસોસ તો રહ્યો નથી ને ? અને સંસારની બીજી કોઇ ચીજ એવી નથી કે, જે મળ્યાથી નવકાર મળ્યાના આનંદથી અધિક આનંદ થાય. આવું તમારું દિલ ખરું ને ? આ પણ એક શ્રદ્ધાનો પ્રકાર છે. આ મળ્યું છે એટલે બીજું ન મળે તેનો બહુ અફસોસ થાય નહિ અને બીજું ગમે તેટલું મળે, તોય આ મળ્યાનો જે આનંદ છે, તેથી અધિક આનંદ થાય નહિ !
આવી શ્રદ્ધા હોય અને અર્થજ્ઞાન ન પણ હોય, તોય ફાયદો થયા વિના રહે અને અર્થજ્ઞાન હોય પણ
5
આવી શ્રદ્ધા ન હોય, તો ફાયદાની જગ્યાએ ગેરફાયદો થાય એવુંય બને. જેને વીંછી કરડયો હોય, તને જો ઝેર ઉતારનારા મળી જાય છે, તો થઇ જાય છે કે, ચાલો સારું થયું કે આ મળીય ગયો. એ પગ પછાડવાનું કહે તો પગ પછાડે છે અને રાખ ચોળાવવાની હોય તો રાખ ચોળાવે છે. એને દેખીને અડધું દુઃખ ઓછું થઇ જાય છે. એ મેલોધેલો હોય તોય ગમી જાય છે. એ કેટલું ભણેલો છે. એ જાણવાનીય દરકાર હોતી નથી. કેમકે શ્રદ્ધા છે કે, આનાથી મટશે. તેમ નવકાર મંત્ર ઉપર તમને શ્રદ્ધા છે ને કે, સંસારથી આ પાર ઉતારશે ! તમે જાણવા જોગો પુરુષાર્થ ન પણ કરી શક્યા હો, પણ શ્રદ્ધા હોય તો લાભ થાય. શ્રદ્ધા ખરી કે, આ ચૌદ પૂર્વનો સાર
ન
?
નવકાર પર શ્રદ્ધા એટલે શ્રદ્ધા !
મિથ્યાત્વે જગત ઉપર અને જગતના સુખ ઉપર કેવી શ્રદ્ધા કરાવી દીધી છે ? અને એ શ્રદ્ધાને લઇને માણસ શક્ય લાગે તો કયો પુરુષાર્થ કરવામાં કમીના રાખે છે ? જેમાં જેમાં સુખ માન્યું, તેને જાણવાનું મન કેટલું ? જોવાનું મન કેટલું ? મેળવવાનું મન કેટલું ? અને જેઓને પોતાના માન્યા,તેમને પણ એ જણાવવા દેખાડવા વગેરેનું મન કેટલું ? મિથ્યાત્વે પેદા કરેલી એ શ્રદ્ધા જો આ કામ કરે છે, તો જેમને નવકાર મળ્યો છે અને નવકાર ઉપર જેમને ખરેખરી શ્રદ્ધા પેદા થઇ ગઇ છે, તેમને શું શું જાણવાનું, જોવાનું, મેળવવાનું અને સાચવવાનું મન થાય ? નવકાર મંત્રમાં જે કાંઈ છે તેજ જાણવાનું, જોવાનું અને મેળવવાનું મન થાય ને ? અને અસલ મેળવવા જેવી ચીજ બીજી કોઇ નથી, એમ પણ થાય ને ?
આ શ્રદ્ધા છે. શ્રદ્ધા હોય છતાં પૂરી સમજ ન હોય, એ બને. કોઇ પૂછે કે ‘તો તમે સમજ્યા શું ?’
તો કહેવાય કે ‘જે સમજ્યા છીએ તે સમજાવવાની તેવડ નથી, પણ અમે ગુરુથી જાણ્યું અને અમને ગમી ગયું ! અમને એમ થઇ ગયું છે કે, નવકાર મળ્યો એટલે બધું મળી ગયું ! હવે બીજી કોઇ ચીજ ન મળે, તો એથી બહુ અફસોસ થાય તેમ નથી અને બીજી
૨૧૭