________________
॥ ૐ અર્હ નમઃ ।
“વિઘ્નહર્તા - માર્ગદર્શક નવકાર મહામંત્ર''
પૂ. મહાસતીજી ચૈતન્યદેવીજી ઉર્ફે વિશ્વશાંતિ ચાહક
જૈન ઉપાશ્રય, સાધનાગૃહ, ૫/૭ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, બસ સ્ટેન્ડ સામે, રાજકોટ-૩૬૦ ૦૦૫.
સંવત ૧૯૮૯ની સાલમાં બની ગયેલ આ બનાવ છે. જેને લગભગ આજે ૬૦ થી વધુ વર્ષ થઇ
ગયા.
માટુંગા (મુંબઈ) નિવાસી માનવંતી બહેન કે જેઓ દીક્ષાર્થી હતા. સંસારમાં તેમના પતિ તથા એક નાની બાળા હોવાથી દીક્ષાની આજ્ઞા મળતી ન હતી. કેમકે રાગી અને વૈરાગીને કેવી રીતે બને ?
અઢી વર્ષ વૈરાગ્ય અવસ્થામાં થયા પછી ઘરનો ત્યાગ કરીને (મારવાડ) જોધપુર ગયા. ત્યાં પૂ. જવાહરલાલજી મહારાજશ્રી બિરાજમાન હતા. ચાર દિવસમાં તો ત્યાં બહેનો સાથે એવો પ્રેમ બંધાઈ ગયો કે જાણે તેમના પૂર્વપરિચિત સ્નેહીઓ જ કેમ ન હોય ! ત્યાંની બહેનો કહે – “અહીંયા રહી જાઓ અને અમને ભણાવો” પરંતુ બહેનને અભ્યાસ આગળ કરવાનો વિચાર હતો, અને સાધ્વીઓનો સંગ કરવાનો હતો તેથી ત્યાં ન રોકાતા તેઓ ત્યાંથી અજમેર ગયા. અજમે૨માં સાધ્વીઓ હતા ત્યાં ગયા. તે સાધ્વીઓ કહે કે “અમારી પાસે દીક્ષા લો તો અમે અભ્યાસ કરાવીએ.’ બહેનને તો ઋષિ સંપ્રદાયમાં રાજકુંવર મહારાજ પાસે દીક્ષા લેવાના ભાવ હતા. તેથી તેઓ અહીં હા કેવી રીતે પાડે ? આ વાત એકબે સાધ્વીઓની નહિ પણ બધાની એક જ પ્રકારની વાત હતી. ત્યારે સાધુઓ એવી સલાહ આપતા કે – “તમારે જેની પાસે અભ્યાસ કરવો હોય તેને કહી દેવું કે ‘તમારી પાસે દીક્ષા’ લઇશ અને અભ્યાસ થયા પછી તમારી ઇચ્છા પ્રમાણે કરજો''. આની અંદર તો પ્રત્યક્ષ સ્વાર્થ ભાવની જ વાત હતી અને સાધુઓની સલાહમાં અસત્ય અને પ્રપંચ જ હતા. બંને વાત જેણે સાચું જાણ્યું છે અને જે સાચું આચરવા માટે ત્યાગ માર્ગ ગ્રહણ કરવા ઇચ્છે છે તેને કેમ રુચે ? અને રુચે નહિ તો આચરે તો ક્યાંથી જ ? આ
கூ
કા૨ણે વિશેષ અભ્યાસ થતો નહીં. અજમે૨માં એક કુટુંબ સાથે સારો પ્રેમ સંબંધ બંધાયેલ તેના પુત્રને ધર્મ બંધુ અને માતાને ધર્મમાતા માનેલ હતા. તેમના સંબંધીએ જાલંધર શહેરમાં દીક્ષા લીધેલ ત્યાં બિરાજમાન હતા. તેઓની સલાહથી પંજાબમાં જાલંધર શહે૨માં તેઓએ સગવડ કરી આપી અને ત્યાં ગયા. ત્યાંના સાધ્વીઓએ તથા શ્રાવકશ્રાવિકાઓએ ખૂબ જ આદર સત્કાર કર્યો કેમ કે બહેનનો અભ્યાસ સારો હતો, વિદ્વાન હતા, તથા સમજણ શક્તિ અતિ તીવ્ર હતી. તેથી જાલંધરની સાધ્વીઓને તો લાલચ અને લોભે ઘેરી લીધા હતા તેથી કહેતા – ‘દીક્ષા લેવાની હા પાડો’’. બહેને કહ્યું કે – ‘‘શાસ્ત્રમાં તો આજ્ઞા સિવાય દીક્ષા આપવાની મનાઈ છે. તો તમે કવી રીતે દીક્ષા આપશો’’ ? તેઓ કહે ‘‘અમે કોર્ટથી આજ્ઞા મંજૂર કરાવીશું અને દીક્ષા સમયે સ્વજનો આવે પછી તેમનું કંઇ ન ચાલે.’”
બહેનનું ભણતર ફક્ત ભણતર નહિ પણ સાથે ગણતર પણ હતું. અનુભવ હતો. સાચી સમજ હતી તેથી તેમણે મનમાં વિચાર કર્યો કે, ‘આપણે કંઇ રાગ દ્વેષ જીતી લીધા નથી. આવી રીતે દીક્ષા લેવાય તો પછી સંયમનું શું ? આવા પ્રપંચી અને સ્વાર્થી લોકો પાસે દીક્ષા લેવાથી સફળતા ક્યાંથી થાય ? તેથી તેણે દીક્ષા લેવાની હા ન જ પાડી.
હવે પછી જોઈ લો સ્વાર્થનો તમાસો, પહેલાં જે માન-પાન તેમને મળતા હતા તે બંધ થઈ ગયા. અને સાધ્વીએ કહે – ‘જો તમે દીક્ષા અહીંયા ન લો તો તમે અહીંઆ રહી જ નહિં શકો. અહીંથી ચાલ્યા જાવ'. બહેનની પાસે ત્યારે પૈસા હતા નહિ અને ઘરમાંથી કંઇ પણ લીધેલ નહિ. ફક્ત તેમની પાસે હાથમાં સોનાની બંગડીઓ અને ગળામાં લોકીટચેન હતો. અને નવકાર મહામંત્રનું શરણું અને ધર્મ
૨૦૮