________________
‘આ જન્મમાં શ્રીઅરિહન્ને કહેલો ધર્મ મળી જાય, તો મારો પરલોક સુંદર બને અને શ્રીઅરિહો કહેલા ધર્મની પ્રાપ્તિથી મારી પરલોકની પરંપરા પણ સારી સર્જાય. એમ કરતાં કરતાં એક ભવ એવો આવી જાય કે, જે ભવમાં મારાં સર્વ પાપ નાશ પામી જાય. એથી હું કર્મના સંયોગથી સર્વથા રહિત બની શકું અને મારું શુદ્ધ સ્વરૂપ પ્રગટી જાય. એટલે હું સિદ્ધિપદનો સ્વામી બની જાઉં !' આવું જ નવકાર ગણનારના મનમાં હોય ને ? નવકારમંત્રના સ્મરણ અને શરણના ફળ તરીકે ઇચ્છે તો એ સર્વ પાપોના નાશને જ ઇચ્છે ને ? એટલે કે શ્રી સિદ્ધિપદને જ એ ઇચ્છે ને ?
મારે તો બસ, ગુણસમ્પન્નતા જોઇએ
જૈનને તો લાગે કે ‘આ જગતમાં મારે આત્મગુણોને વિકસિત કરવા માટે, દિલથી પૂજવા લાયક જે કોઇ છે, તે બધા નવકારમાં સ્થાન પામેલા છે. જેમનો સમાવેશ નવકારમાં નથી, તેવાં મારાં માતા-પિતા આદિનો આદર હું કૃતજ્ઞતા અને ઔચિત્યને આશ્રયીને કરું, પણ મારે મારા આત્મકલ્યાણ માટે અથવા જગતના જીવમાત્રે પણ પોતપોતાના આત્મકલ્યાણ માટે ધર્મબુદ્ધિથી સેવવા લાયક જો કોઇ હોય, તો તેજ છે કે, જેમનો સમાવેશ નવકાર મંત્રમાં કરાયો છે. નવકાર મંત્રમાં જેમનો સમાવેશ નથી, તે ધર્મબુદ્ધિથી પૂજ્ય નથી. ધર્મબુદ્ધિથી હૈયાપૂર્વક મારું માથું તેને જ નમે કે, જેમનો સમાવેશ નવકાર મંત્રમાં કરાયો છે. મારે જે કાંઇ ખરેખર સાધવા યોગ્ય છે, તે બધું એ પાંચમા છે. અરિહન્નાદિ પાંચ મારા આદર્શ. એ પાચમાં જે ગુણસમ્પન્નતા છે, તે મારે જોઇએ છે.’
નવકાર મંત્ર દ્વારા અરિહન્તને, સિદ્ધને અને આચાર્ય – ઉપાધ્યાય – સાધુને નમસ્કાર કરનારો તથા એ પાંચને કરેલો નમસ્કાર સર્વ પાપનો વિનાશ કરનારો બને છે, એવું સમજનારો જૈન, એ પાંચને કેટલો બધો સમર્પિત હોય ? એને જોઇએ સિદ્ધપણું, એ માટે એ અરિહન્નની આજ્ઞાનું પાલન કરવાના લક્ષ્યવાળો હોય, અને અરિહન્નની આજ્ઞાનું પાલન સાધુપણામાં જેવું અને જેટલું થઇ શકે છે, તેવું અને તેટલું ગૃહસ્થપણામાં થઈ શકતું નથી, માટે ‘સાધુપણું
5
ક્યારે પમાય' એ એનો મનોરથ હોય. એ સમજે છે કે, સર્વ પાપોના નાશ વિના સિદ્ધપણું મળે નહિ અને પાપના નાશ માટે સેવવા યોગ્ય જો કોઇ પણ હોય, તો તે અરિહંત, સિદ્ધ અને આચાર્ય-ઉપાધ્યાય-સાધુ છે !
નવકાર ગણવાથી નવકાર દુર્લભ બને ?
નવકાર મળ્યો એટેલે દુર્ગતિ ગઇ અને સદ્ગતિ નક્કી, પણ તે કોને માટે ? નવકાર જેને સર્વસ્વ લાગે તેને માટે, ગમે તેને માટે નહીં. એક માત્ર નવકાર મંત્ર જ ભણવા માંડો તો જિંદગી ઓછી પડે. ચૌદ પૂર્વી પણ કહે કે, નવકારમાં જે છે તે પૂરેપૂરું કહી શકાય એવું નથી. જે કાંઇ સારું છે, આત્મહિતકર છે, તે બધું નવકારમાં છે. પણ નવકારમાં શું છે, એ જાણવાની તમને હજુ ઇચ્છા પણ નથી થઈ એમ કહું કે તીવ્ર ઇચ્છા નથી થઇ એમ કહું ? સૌ નવકાર મંત્ર શીખે અને એમાં શું છે તે સમજે, એ માટે પાઠશાળા ખોલી છે ? તમારા ઘરનું એકેએક છોકરું નવકાર મંત્રના રહસ્યને જાણે એવી વ્યવસ્થા કરી છે ? નવકારમાં શું છે, એ જાણવાની તમે મહેનત કરી છે ?
તમે કોઇ પણ યોગ્ય ઠેકાણે પહોંચીને પૂછ્યું છે ખરું કે, નવકા૨માં શું છે કે, જેને લઇને નવકારનું આટલું બધું મહત્ત્વ છે ? નવકારમાં જે છે તે મેળવવા જેવું અને સાચવવા જેવું છે ? કે તમારા ઘરમાં જે છે તે મેળવવા જેવું અને સાચવવા જેવું છે ? બીજા બધા જ કરતા નવકાર કીમતી છે, એ જ મેળવવા લાયક છે અને એ જ સાચવવા લાયક છે, આવું જો લાગે, તો જ જે ભાવે નવકાર ગણાવો જોઇએ, તે ભાવે નવકાર ગણી શકાય. બાકી તો ગતાનુગતિકતાથી કે કે ઊલટા ભાવે જ નવકાર ગણાય. નવકાર જો ઊલટા ભાવે ગણવા માંડયો અને ઊલટા ભાવનો આગ્રહ થઇ ગયો, તો એવો ધક્કો લાગી જાય કે, કદાચ અનન્તકાળ સુધી પણ નવકાર દુર્લભ બની જાય.
કિંમત સમજાવી જોઇએ
નવકાર ગણનારો તો જાણતો હોય કે, આ નવકારથી જે પુણ્ય બંધાય, તેનાથી સાંસારિક સુખની સામગ્રી તો મળે, પણ એ કાં જીવનું લક્ષ્ય ન
૨૧૨