________________
卐
અભિમંત્રિત જલનો ઝેરથી બેભાન બનેલા છોકરાના મુખ ઉપર છંટકાવ કર્યો અને બધાના આશ્ચર્ય વચ્ચે છોકરો તરત આળસ મરડીને ઉભો થઇને ચાલતો થઇ ગયો. ઝેર ઉતરી ગયું. છોકરાના મા-બાપ અહોભાવથી લાલુભાને પૈસા આપવા લાગ્યા. પરંતુ નિઃસ્પૃહી લાલુભાએ એક પણ પૈસો ન લેતાં જીવદયામાં એ રકમને વાપરી નાખવા ભલામણ કરી. પોતે સરપંચ હતા ત્યારે લાલુભાએ ખૂબ જ નીતિપૂર્વક અનેક ગ્રામવાસીઓના ઝઘડા ઘર બેઠે પતાવ્યા હતા. પરંતુ કોઇ પાસેથી એક પણ પૈસો લીધો ન હતો !.. ૩) છ મહિનાનું પેટનું અસહ્ય દર્દ ગાયબ થઇ ગયું
ટ્રેન્ટ ગામમાં સાયકલથી ટપાલ પહોંચાડતા બ્રાહ્મણ પોસ્ટમેનને પેટમાં અસહ્ય દર્દ ઉપડયું. છ મહિના સુધી અમદાવાદ જઇ ઘણા ઉપચારો કરાવ્યા છતાં દર્દે મચક ન આપી. આખરે લાલુભા પાસે આવીને વિનંતિ કરતાં ઉપર મુજબ ૧૦૮ નવકારથી અભિમંત્રિત જલ પીવડાવતાં દર્દ સદાને માટે દૂર થઇ ગયું !...
૪) એક વખત લાલુભાને કાળા વીંછીએ હાથમાં ડંખ આપતાં આખા હાથમાં અવર્ણનીય, અસહ્ય ભયંકર પીડા થવા લાગી. આ જોઇને તેમની માતાએ ગારુડી માંત્રિકને બોલાવવાની તૈયારી કરી. પરંતુ લાલુભાએ તેમ કરતાં અટકાવીને એક રૂમમાં બેસી, દરવાજો બંધ કરી એક કલાક સુધી એકાગ્ર ચિત્તે શ્રધ્ધાપૂર્વક નવકાર મહામંત્રનો જાપ કર્યો પરિણામે વીંછીના ડંખની ભયંકર પીડા પણ કલાકમાં સંપૂર્ણ દૂર થઈ જતાં અનેક લોકોને જૈનધર્મ તથા નવકાર મહામંત્ર પર શ્રધ્ધા થઇ.
૫) ધરણેન્દ્ર નાગરાજનાં દર્શન થયાં એક વખત નિત્યક્રમ પ્રમાણે લાલુભા જીનમાં સામાયિક લઇને શંખેશ્વર પાર્શ્વનાથની છબી પોતાની સમક્ષ પધરાવીને જાપ કરી રહ્યા હતા. સામાયિક પાળવાને
卐
દશેક મિનિટની વાર હતી ત્યાં તો અચાનક વિશાળ ધરણેન્દ્ર નાગરાજ ત્યાં આવી પહોંચ્યા અને પાર્શ્વનાથ પ્રભુની છબી પર પોતાની વિશાળ ફણ ધારણ કરીને થોડીવાર સ્થિર રહ્યા. આ દૃશ્ય જોઇને લાલુભા ક્ષણવાર તો સ્તબ્ધ થઇ ગયા. પરંતુ જાપમાં સ્થિર રહ્યા. ત્યાંથી ગભરાઇને ઊઠી ન ગયા. આખરે થોડીવારમાં ફણ સંકોચીને નાગરાજ થોડે દૂર ખૂણાંમાં રાખેલ લોખંડના સામાનમાં અલોપ થઈ ગયા. સામાયિક પાર્યા બાદ લાલુભાએ ત્યાં તપાસ કરી પરંતુ નાગરાજ પછી દેખાયા જ નહિ.
૬) ખારા સમુદ્રમાં મીઠી વીરડી
સં. ૨૦૪૩માં દુષ્કાળ વખતે આજુબાજુના ખેતરમાં બોરીંગ નંખાતાં ખારું પાણી નીકળ્યું. પરંતુ લાલુભાના ખેતરના બોરીંગમાં જ મીઠું પાણી નીકળતા લાલુભાએ બધાને છૂટથી મીઠું પાણી આપીને બધાનો પ્રેમ સંપાદન કર્યો.
૭) જીવદાયોનો ચમત્કાર
એક વખત ટ્રેન્ટ ગામના ખેતરમાં જીરાના પાકમાં બંટી નામનો રોગ વ્યાપક પ્રમાણમાં ફેલાયો હતો. પરંતુ ખેતરમાં કદીપણ જંતુનાશક દવા નહિ છંટાવતા લાલુભાના ખેતરમાં જીરાનો એ રોગ લાગુ ન પડયો. આ જોઇને ગામ લોકોને જૈનધર્મ પ્રત્યે ભારે અહોભાર થયો !...
લાલુભાના એક પુત્ર જ્યેશે નવસારીમાં પૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા. દ્વારા પ્રેરિત તપોવનમાં ધોરણ ૮ થી ૧૦ સુધી અભ્યાસ કરીને જૈન ધર્મના સુંદર સંસ્કારો મેળવ્યા છે.
સુપ્રસિધ્ધ કથાકાર શ્રી મોરારીબાપુ વિગેરે જૈનેતર સાધુ સંતો પણ લાલુભાના આચાર વિચાર અને ઉચ્ચારને જોઇ-સાંભળીને જૈનધર્મથી ખૂબજ પ્રભાવિત થયા છે.
ખરેખર લાલુભાનું જીવન જૈનકુળમાં જન્મેલા અનેક આત્માઓ માટે પણ ખાસ પ્રેરણાદાયક છે.
લાલુભાને કોટિ કોટિ ધન્યવાદ સાથે તેમને ધર્મમાર્ગે વાળનાર પૂજ્યશ્રીને કોટિ કોટિ વંદન
૨૦૬