Book Title: Jena Haiye Navkar Tene Karshe Shu Sansar
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashan Trust

View full book text
Previous | Next

Page 222
________________ નવકાર મહામંત્રને સિધ્ધ કરનાર સરપંચ લાલુભા માજી વાઘેલા (હિન્દુ ગરાસીયા) શ્રધ્ધાળુ શ્રોતા અને અનુભવી સદ્ગુરૂનો યોગ કલિકાલમાં પણ અદ્ભૂત પરિણામો નીપજાવી શકે છે તે લાલુભાના પ્રત્યક્ષ દ્રષ્ટાંતથી સમજી શકાશે. સં. ૨૦૩૭માં વૈશાખ મહિનાની કોઇ ધન્ય ઘડીએ ટ્રેન્ટ ગામ (તા. વિરમગામ,જિ.અમદાવાદ) ના વતની લાલુભાને વાંકાનેર-ટંકારા ની વચ્ચે આવેલ જડેશ્વર મહાદેવની ધર્મશાળામાં નવકાર મહામંત્ર આરાધક પ.પૂ.પં. શ્રી મહાયશસાગરજી ગણિવર્ય મ. સા. નો સત્સંગ સાંપડયો. વિહાર કરતાં કરતાં પૂજ્યશ્રી, આજુબાજુમાં જૈન સ્થાન ન હોવાથી જડેશ્વર મહાદેવની ધર્મશાળામાં એક દિવસ રોકાયા હતા અને ભવિતવ્યતાવશાત્ ટ્રેન્ટના સરપંચ લાલુભા પણ પોતાના ભાણેજના હૃદયના વાલ્વના સફળ ઓપરેશન બાદ માનતા પૂરી કરવા માટે જડેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યા. ત્યાં ધર્મશાળામાં ઉપરોક્ત જૈન મહાત્માને જોઇને કોઇ અગમ્ય સંકેત મુજબ લાલુભા પોતાના ભાણેજને સંપૂર્ણ રીતે સારું થઈ જાય તેવી ભાવનાથી તેમના આશીર્વાદ લેવા માટે ગયા. 'સવિ જીવ કરું શાસન રસી' ની ભાવનામાં રમતા પૂજ્યશ્રીએ વાત્સલ્ય નીતરતી વાણીથી તેમને વ્યસનત્યાગ માટે પ્રેરણા કરી અને 'કમ્પે સૂરા સો ધમ્મે સૂરા' એ ઉક્તિતને ચરિતાર્થ કરતા શૈવ ધર્માનુયાયી લાલુભાએ તરત હાથમાં પાણી લઈને શંકર તથા સૂર્યનારાયણની સાક્ષીએ, રોજની ૧૦૦ બીડી પીવાના વર્ષો જૂના વ્યસનને એક જ ધડાકે સદાને માટે તિલાંજલિ આપી દીધી. તેમની આવી પાત્રતા જોઈને પૂજ્યશ્રીએ પણ યથાયોગ્ય રીતે ઉપબૃહણા કરી. પરિણામે ચાતુર્માસ દરમ્યાન ખાસ પૂજ્યશ્રીના દર્શન કરવા માટે લાલુભા અમદાવાદ ગયા. પોતાના ભાણેજને F 5 સંપૂર્ણ સારું થઇ જતાં લાલુભાની પૂજ્યશ્રી પ્રત્યેની શ્રધ્ધા વૃધ્ધિગત બનતી ગઈ. તેની ફલશ્રુતિ રૂપે સં. ૨૦૩૮ના પૂજ્યશ્રીના જામનગરમાં ચાર્તુમાસ દરમ્યાન પત્ર દ્વારા પૂજ્યશ્રીના સમાચાર મેળવીને ચાર વખત જામનગર જઇ આવ્યા. પ્રશ્નોત્તરી દ્વાર શૈવધર્મ તથા જૈનધર્મના તત્ત્વોનું રહસ્ય સમજ્યા. પહેલાં મહિનામાં બે વખત અગિયારસના ફળાહાર યુક્ત ઉપવાસ કરનાર લાલુભા હવે ફક્ત અચિત્તપાણીયુક્ત શુધ્ધ ઉપવાસ કરવા લાગ્યા. સાત મહાવ્યસનો, કંદમૂળ તથા રાત્રિભોજનનો કાયમને માટેત્યાગ કર્યો. સગાભાઈની દીકરીના લગ્નપ્રસંગે પણ તેમણે રાત્રિભોજન ન જ કર્યું !.. સવા૨ના રોજ નવકારશી અને સાંજે ચઉવિહારના પચ્ચક્ખાણ કરવા લાગ્યા. રોજ એક બાંધી નવકારવાળીનો જાપ શરૂ કર્યો. જૈનધર્મ પ્રત્યે અતૂટ શ્રધ્ધાવાળા બન્યા. આ ચાતુર્માસમાં ઉપધાન તપની ક્રિયા જોઈને એક સામાયિક કરવાનો પ્રારંભ કર્યો. તથા દર વર્ષે તેમનામાં ક્રિયારૂચિ ઉત્પન્ન થઈ અને રોજ મૌનપૂર્વક પર્યુષણમાં પોતાના ઉપકારી ગુરૂદેવશ્રી જ્યાં પણ હોય ત્યાં જઇને તેઓશ્રીની પાવન નિશ્રામાં એકાંતરા ચાર ઉપવાસ તથા ચાર એકાશણાપૂર્વક ૬૪પ્રહરી પૌષધ કરવા લાગ્યા. આ ક્રમ છેલ્લા ૧૨ વર્ષથી અતૂટપણે ચાલુ જ છે...... ટ્રેન્ડ ગામમાં એક પણ જૈન ઘર ન હોવા છતાં જૈન ધર્મ પાળતા લાલુભાનો શરૂઆતમાં ગામલોકોએ ઘણો વિરોધ કર્યો ત્યારે લોકવિરોધને શમાવવા માટે વ્યવહારદક્ષતા વાપરીને લાલુભા પોતાના ગુરૂદેવશ્રીના માર્ગદર્શન મુજબ શૈવમંદિરમાં જઇને પણભવવીગાડરબનના રામોદ્યા: ક્ષયમુપાવતા યસ્ય | ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ।। ભાવાર્થ :- સંસારરૂપી બીજમાંથી અંકુર ઉત્પન્ન કરનાર રાગ દ્વેષાદિ દોષો જેમના નાશ પામી ગયા હોય તેવા જે કોઈ પણ દેવ-બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે જિનેશ્વર પ્રભુ હોય તેમને મારા નમસ્કાર થાઓ.) ૨૦૪

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260