________________
આ શ્લોક બોલીને બાહ્યા દૃષ્ટિથી શિવલિંગને નમસ્કાર કરતા દેખાતા લાલુભા ભાવથી તો શ્રી જિનેશ્વર પ્રભુને જ નમસ્કાર કરતા હતા !
ગજબનો ગુરૂસમર્પણભાવ ધરાવતા લાલુભો સં. ૨૦૪૫ માં ગુરૂદેવશ્રી સાથે વર્ષીતપનો પ્રારંભ કર્યો અને પારણું પણ ગુરૂદેવ સાથે જ હસ્તિનાપુર તીર્થમાં કર્યું !
સં. ૨૦૪૮માં વર્ધમાન આયંબિલ તપનો પાયો નાંખ્યો, તેમજ કષાયજય તપ તથા ધર્મચક્રતપ પૂર્ણ કર્યા બાદ વીરમગામથી પ્રભુજીને ટ્રેન્ટ ગામમાં પધરાવીને ઠાઠ-માઠથી સ્નાત્ર ભણાવીને આખા ગામને જમાડયું !.. પરંતુ પોતે તપ નિમિત્તે અપાતી પ્રભાવનાનો પણ નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો.
સં. ૨૦૪૯માં ફા.સુ ૧૩ના દિવસે શત્રુંજ્ય ગિરિરાજની છ ગાઉની યાત્રા તથા આદિનાથ દાદાની પૂજા કરી. એ જ વર્ષે ચાતુર્માસના અંતમાં ગરવા ગિરિરાજની છત્રછાયામાં, ઉપકારી ગુરૂદેવશ્રીની નિશ્રામાં ઉપધાન તપ કરીને મોક્ષમાળાનું પરિધાન કર્યું ! શ્રાવકના ૧૨ વ્રતમાંથી કેટલાક વ્રતો-નિયમો સ્વીકાર્યા. પરિગ્રહનું પરિમાણ કર્યું. સરકારી જીનમાં વર્ષો સુધી ચોકીદાર તરીકે નોકરી કર્યા બાદ ખેતીવાડી કરતાં ખેતીવાડીમાં પણ જીવદયાનો સવિશેષ લક્ષ રાખવા લાગ્યા.
ખાનદાન કુળમાં જન્મ પામેલ સંતાનોને પણ આજના ટી.વી યુગમાં મા-બાપને પગે લાગતાં શ૨મ આરે છે ત્યારે ૬૦ વર્ષના લાલુભા આજે પણ દ૨૨ોજ પોતાના માતુશ્રીને અચૂક પગે લાગવામાં ગૌરવ અને આનંદ અનુભવે છે.
વ્યવહાર સમ્યક્ત્વને નિર્મળ બનાવવા માટે તેમણે સમેતશિખર, હસ્તિનાપુર, શત્રુંજ્ય, રાજગૃહી, પાવાપુરી, ચંપાપુરી, વારાણસી આદિ અને તીર્થોની યાત્રા ભાવપૂર્વક કરીને જીવનને ધન્ય બનાવ્યું.
જ્યારે પણ ટ્રેન્ટથી વીરમગામ જવાનું થાય ત્યારે ત્યાં જે પણ જૈન મુનિવર હોય તેમને ભાવપૂર્વક વંદન કરી વ્યાખ્યાન સાંભળે તથા ચાતુર્માસ દરમ્યાન ત્યાં જે પણ સામૂહિક તપશ્ચર્યા ચાલતી હોય તેમાં
જોડાય.
ધાર્મિક સૂત્રોમાં ગુરૂવંદનવિધિના સૂત્રો તથા સામાયિક લેવા પાળવાની વિધિના સૂત્રો કંઠસ્થ કર્યા
છે.
વ્યાખ્યાનાદિમાં જે પણ સારું સાંભળે તેને તાત્કાલિક અમલમાં મૂકવાની વૃત્તિ ધરાવતા લાલુભાએ સં. ૨૦૪૨માં અંધેરી (મુંબઈ) માં પર્યુષણ દરમ્યાન પોતાના ઉપકારી ગુરૂદેવશ્રીના મુકેથી ક્ષમાપના વિષે પ્રવચન સાંભળ્યું અને તરત પોતાના પ્રતિસ્પર્ધી ચેરમેનને ત્યાં સામે જઈને ક્ષમાપના કરી-ખમાવ્યા. આ જોઇને ચેરમેન પણ આશ્ચર્યચકિત થઇ ગયા અને સદાને માટે લાલુભાના જીગરીદોસ્ત બની ગયા. નવકાર તેમજ ધર્મનિષ્ઠાના પ્રભાવને લાલુભાના જીવનમાં સર્જાયેલ ચમત્કારિક ઘટનાઓ
૧) લોહીની ઊલટી બંદ થઇ ગઈ
રોજના નિત્યક્રમ પ્રમાણે લાલુભા મૌનપૂર્વક સામાયિકમાં હતા ત્યારે તેમના ઘરે આવેલ તેમના ભાણેજને અચાનક લોહીની ઊલટી થતાં કુટુંબીજનો ખૂબ ગભરાઈ ગયા અને છોકરાને અમદાવાદ હોસ્પીટલમાં લઈ જવા માટે તૈયાર કરવા લાગ્યા. ગજબની નવકારનિષ્ઠા ધરાવતા લાલુભાએ મૌન હોવાથી ઇશારાથી ગરમ (અચિત્ત) પાણી મંગાવ્યું અને એક બાંધી નવકારવાળીનો જાપ કરીને તે ન૨કા૨વાળીને પાણીમાં નાંખી. ત્યારબાદ તેને બહાર કાઢીને ભાણેજને તે પાણી પીવડાવતાં લોહીની ઊલટી બંધ થઇ ગઇ. હોસ્પીટલમાં જવાની જરૂર જ ન રહી !
૨) સર્પનું ઝેર ઉતરી ગયું.
ટ્રેન્ટ ગામના યુવાન કોળીના દીકરાને ખેતરમાં ઝેરી સર્પ ક૨ડવાથી, છોકરો મૃતઃપાય થઇને ઢળી પડયો. તેને ગાડામાં નાખીને મા-બાપ રડતાં રડતાં લાલુભા પાસે આવીને છોકરાને બચાવી લેવા માટે કરગરવા લાગ્યા. દયાળુ લાલુભા ગુરૂદેવને યાદ કરીને ઉપર મુજબ એક બાંધી નવકારવાળીથી
சு
૨૦૫