________________
પર મંઝીલે પહોંચવા માટે હૃદયમાં જો નવકારમંત્રરૂપી દીપક ઝળહળી રહ્યો હશે,
શ્રદ્ધાની જ્યોત ઝગમગતી હશે તો લાખો મુસીબતોમાં પણ રસ્તો મળી રહેશે. અથાગ અને ઊંડી શ્રદ્ધાએ કેટલાય જીવનને મોક્ષના માર્ગ બતાવ્યા હશે! ઈતિહાસનાં પૃષ્ઠો અવલોકતાં જણાશે કે કેટલાય દુઃખિયારાના દુઃખો ક્ષણભરમાં ભૂંસાઈ ગયા છે, કેટલાયના જીવન આબાદીના રસ્તે આવી ગયાં છે, શ્રીપાળ, ચંદરાજા વગેરે કેટલાય દાખલાઓ મળી રહેશે. આ સર્વેએ ભવસાગરના સુકાની તરીકે નવકારમંત્રનો સહારો લીધો હતો.
પણ
આ તો થઈ કેવળ ભૂતકાળની વાતો! પરંતુ આજના પંચયુગમાં, અણુયુગમાં નવકારમંત્રનો પ્રભાવ હજુ પણ એટલો જ વિસ્તરી રહ્યો છે. કાળની અનેક થપ્પડો ખાવા છતાં તેના પ્રભાવમાં તેની અમોઘ શક્તિમાં તસુભરનો પણ ફેર પડ્યો નથી, એ કાંઈ મહામંત્રનો ઓછો પ્રભાવ છે? કાળની થપ્પડો ખાવા છતાં, અનેક યુગોના એંધાણ પછી પણ નમસ્કાર મહામંત્ર – મહામંત્ર જ રહ્યો છે.
ડૉક્ટર (ડૉક્ટર મીસ પંડ્યા)ની સારવાર મળી. આ બધું સમયાનુસાર જ મળ્યું. તે પ્રભાવ નવકારમંત્રનો જ ને! બીજા શબ્દોમાં કહું તો શ્રદ્ધા મને અહીં દોરી લાવી. મારા જીવનનું સુકાન આકસ્મિક રીતે જ એક કુશળ સુકાનીના હાથમાં ગયું.
હૉસ્પિટલમાં આવ્યા પછી પણ નિરંતર મેં મંત્રનો જાપ ચાલુ જ રાખ્યો. દવાઓ તથા ડૉક્ટરો કરતાં વિશેષ અનેકગણી શ્રદ્ધા હતી નવકારમંત્રમાં. શ્રદ્ધાના અતૂટ-તાંતણે જ હું મારા રોગની ખબર જલદી મેળવી શકી, એમ મારું અંતર માને છે. કોબાલ્ટના શેક આપવાના શરૂ થયા, સારવાર વધતી ગઈ તેમ તેમ મને વધુ ને વધુ શ્રદ્ધા થતી ગઈ. ચોવીસે કલાક સ્મરણ-માળા ચાલુ જ રહેવા લાગી, અને આખરે કુદરત ઉપર શ્રદ્ધાનો વિજય થયો. ફક્ત દોઢેક મહિનામાં જ જીવલેણ કૅન્સર જેવો રોગે ઘર છોડ્યું. અલબત્ત! દવાઓ, ડૉક્ટરનો સાથ હતો જ પરંતુ એ સર્વનો સાથ મેળવી આપનાર મહામૂલો નવકારમંત્ર જ હતો. નમસ્કારમહામંત્રરૂપી લોહચુંબકના આકર્ષણે ભૌતિક સાધનો ખેંચાઈ આવ્યા, એમ કહેવું વધુ યોગ્ય છે.
અંતમાં મને ફરીથી ખાતરી થઈ ગઈ કે, ઊંડે ઊંડે હૃદયમાંથી કરેલી પ્રાર્થના કદી અફળ જતી નથી-કદાપિ નહીં. અલબત્ત! જો એ પ્રાર્થનામાં શ્રદ્ધા તરવરતી હોય તો.
આજના સમયનો જ એક દાખલો, આ વાત સિદ્ધ કરી આપશે. નાનપણથી જ મને નવકાર પ્રત્યે શ્રદ્ધા હતી. ઈ. સ. ૧૯૬૨ના વર્ષની વાત છે. ડિસેંબરની શરૂઆતમાં કોઈ રોગનાં ચિહ્નો મને ઘેરતા જણાયા. શરૂઆતમાં તો તે પ્રત્યે બેદરકાર રહી. પરંતુ લગભગ પંદરમીની આસપાસ એક સ્ત્રી-ડૉક્ટરને મળતાં તેમણે જણાવ્યું, કે શરીરમાં કૅન્સરે ઘણ કર્યું છે. અને તુરત જ અમદાવાદ જવાની ભલામણ કરી. લગભગ અઠવાડિયા પછી અમદાવાદ પ્રયાણ કર્યું. આ સમય દ૨મ્યાન-નિરંતર નવકારમંત્રનો જાપ ચાલુ જ હતો. અહર્નિશ તેનું રટણ જ કરતી. સંજોગો કહેવા હોય તો સંજોગો કે નમસ્કારમંત્રના પ્રભાવે અમદાવાદના વાડીભાઈ સારાભાઈના સ્પેશિયલ રૂમમાં સગવડતા મળી ગઈ, ખ્યાતિ પામેલાં સ્ત્રી
એક વખત રાતે ૧૧૫-૧૨ ના વખતે તેઓ રાતે સૂતા હતા. તેમના ઘરની પાડોશમાં ઘાસ ભરેલું હતું, તેમાં ઓચિંતી આગ લાગી. આગના
મહા રસાયણ માનજો, મહામંત્ર નવકાર; અધિક અધિક ઘૂંટ્યા થકી, સુવર્ણ સિદ્ધિ દેનાર.’-૭૬
જો આ લેખ એકાદ આત્માને પણ જરા પણ હલાવી જશે કે કોઈ હૃદયમાં નમસ્કાર મહામંત્ર પ્રત્યે શ્રદ્ધા પ્રેરશે તો આ લેખિની સફળ થઈ છે એમ માનીશ.
શ્રી નમસ્કાર મહામંત્રનો પ્રતાપ
ગુજરાતના એક ગામડામાં એક શ્રાવક રહે છે. તેએ ખૂબ જ ધર્મચુસ્ત ને નવકારમાં શ્રદ્ધા ધરાવે છે. તેમના જીવનમાં બનેલી આ સત્ય ઘટનાઓ છે.
૧૩૫