________________
થડક્યા વિના, મંત્રોચ્ચારની ક્રિયા. પૂર્ણ સ્વસ્થ અને એકાગ્ર રહીને ચાલુ જ રાખી.
પંદર મિનિટ પસાર થઈ, હાડકાંઓનો ઢગલો અદશ્ય થવા લાગ્યો. રુધિરથી છંટાયેલી ભૂમિનો મૂળ રંગ પાછો પ્રગટ થયો. હાકોટા બંધ થયા, ડરામણું વાતાવરણ બદલાયું. એને બદલે હવામાંથી અત્તરની ખુશબો આવવા લાગી. દૂર દૂરથી, ઘંટ વાગતો હોય તેવો અવાજ આવવા લાગ્યો, સંગીતનાં સંખ્યાબંધ વાજિંત્રો ચારે તરફ વાગવા લાગ્યાં.
બરાબર એક કલાકની મુદત પૂરી થતાં જ, ઉકા ભગતે કહ્યું હતું તેમ, પાછળની દિશામાંથી, આકાશમાંથી આવતો હોય તેવો, મધુર પણ પ્રતાપી અવાજ આવ્યો.
‘માગ, માગ,
માગે તે આપું.'
‘મારી સામે હાજર થા.' શ્રીકાંતે હવે સિંહની જેમ ગર્જના કરી.
‘હાજર થવાનું શું કામ છે? જોઈએ તે માગી લો.’ જવાબ આવ્યો.
‘પ્રત્યક્ષ થા. હાજરાહજૂર મારી સામે આવીને ઊભો રહે, તું હાજર નહિ થાય, ત્યાં સુધી હું માંગવાનો નથી.' શ્રીકાંતે કહ્યું.
‘તમે બળી મરશો, મારું રૂપ બિહામણું છે.' ‘પરવા નહિ.’
દાઝી જશો, મારા અંગમાંથી આગ ઝરે છે.’ ‘ફિકર નહિ.’
‘રૂબરૂ જોવાનો આગ્રહ છોડી દો. એમાં તમારું અહિત થશે.’
‘આવવું હોય તો આવ, ના આવવું હોય તો તારી મરજી.' આટલું બોલીને શ્રીકાંતે મંત્રોચ્ચાર પુનઃ ચાલુ કર્યો.
‘કેમ?'
‘તમારી આસપાસ તેજનું જે કૂંડાળું દેખાય છે, એને પહેલાં સંકેલી લો. જવાબ મળ્યો.
બંધ કરો, મંત્રોચ્ચાર બંધ કરો.' ઉપરથી અવાજ આવ્યો.
શ્રીકાંતે વિસ્મિત બનીને જોયું, તો કોઈ અદ્ભુત પ્રકાશનું કૂંડાળું એની આસપાસ ગોળ ચક્કર ફરી રહ્યું હતું. આ પ્રકાશના કુંડાળાની વાત ઉકા ભગતે શ્રીકાંતને કહી નહોતી થોડોક વિચાર કરીને શ્રીકાંતે જવાબ આપ્યો :
‘આ પ્રકાશનું કૂંડાળું, તે પણ તારી જ માયા છે, સમેટી લે.'
‘એ મારી માયા નથી.’
‘તો પછી એ શું છે?' શ્રીકાંતે પૂછ્યું.
‘તમે નવકાર મંત્રના આરાધક છો?' સામો પ્રશ્ન પૂછાયો.
‘હા. પણ તેથી શું?'
એ મહા-પ્રભાવક મંત્ર છે. એનું આ તેજ છે. એ મારાથી ઝીલાશે નહિ. એને સમેટી લ્યો, તો હાજર થાઉં.’ અંતરિક્ષમાંથી જવાબ મળ્યો.
‘એ કુંડાળું મેં સર્જાવ્યું નથી, એને સમેટી લેવાનો ઉપાય શો?'
જિંદગીભર નવકાર મંત્રને યાદ નહિ કરવાની પ્રતિજ્ઞા લઈ લો...એ મંત્રના આરાધક સામે ઊભા રહેવાની મારામાં શક્તિ નથી. તમે પ્રતિજ્ઞા ઉચ્ચારો, એટલે તુરત જ તેજનું આ કૂંડાળું અદશ્ય થઈ જશે, એ અદશ્ય થશે, પછી હું હાજર થઈ શકીશ, હાજર થઈને તમારી મનોકામનાને હું પૂર્ણ કરીશ પ્રતિજ્ઞા લઈ લ્યો નવકાર મંત્રની આરાધના, રટણ, સ્મરણ કે ઉચ્ચારણ હવે પછી જિંદગીમાં તમે નહિ કરો, એવી પ્રતિજ્ઞા, ખુદ નવકાર મંત્રના સોગન ખાઈને લઈ લ્યો.’
અંતરિક્ષમાંથી આવતા આ અવાજને શ્રીકાંત સાંભળી રહ્યો. નવકારમંત્રનું ઉચ્ચારણ નહિ કરવાની પ્રતિજ્ઞા લેવાનું, પેલો ‘મેલો દેવ' એને કહી રહ્યો હતો. એવી પ્રતિજ્ઞા લેવામાં આવે તો જ તેમનું કૂંડાળું અદશ્ય થાય. તો જ પેલો ત્યાં હાજર થઈ શકે.
‘તો પછી રૂબરૂ હાજર થા.' શ્રીકાંતે આજ્ઞા કરી. ‘મારે આવવું હોય, તો પણ મારાથી આવી શકાય તેમ નથી.' જવાબ મળ્યો.
જેના મનમાંહી સદા ક્રિડા કરે નવકાર; વિવિધ દુઃખ તેનાં ટળે, પામે સુખ અપાર.’–૭૪
૧૩૩