Book Title: Jena Haiye Navkar Tene Karshe Shu Sansar
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashan Trust

View full book text
Previous | Next

Page 216
________________ ખાસ ભલામણ કરી હતી. તથા રોજ એ પ્રભુજી સમક્ષ નવકાર મધ્યમંત્ર ગણવાની પણ પ્રેરણા કરી હતી. તે મુજબ તેમણે ઘરમાં પ્રભુજીને પધરાવેલ અને રોજ તેમની સમક્ષ નવકાર ગણતા હતા. એટલે ઉપરોક્ત કટોકટીના પ્રસંગે ઘરનાં બધાં સભ્યો પ્રભુજી સમક્ષ નાભિના ઊંડાણમાંથી જોરજોરથી નવકાર ગણવા લાગ્યા. પેલો ડાકુ આઠ...નવ...બોલીને જ્યાં બંદૂકની ચાંપ દબાવવા જાય છે ત્યાં જ એક અકલ્પનીય ઘટના બની ગઈ.... સાચા લશ્કરના જવાનો ત્યાં આવી પહોંચ્યા અને તે જ ક્ષણે પેલા બધા જ નકલી જવાનો (લુટારુઓ)ને ધડાધડ ગોળીઓથી વીંધી નાખ્યા!... અને ઘરના બધા જ સભ્યો આબાદ રીતે બચી ગયા!... કહેવાની જરૂર ખરી કે ત્યારથી માંડીને તે ઘરના બધા જ સભ્યો પ્રભુજીના તથા નવકારના અનન્ય ઉપાસક બની ગયા. ખરેખર, જે અનન્ય શરણભાવે નવકારને શરણે જાય છે તેનો વાળ પણ વાંકો કોણ કરી શકે?... (૪) ખજાનાનો રક્ષણહાર – શ્રી નવકાર ...આ પણ નૈરોબીમાં સપરિવાર વસતા અને મારા પરિચયમાં આવેલા બે સગા જૈન ભાઈઓની વાત છે. જેઓ રોજ નવકાર મહામંત્રનું નિયમિત સ્મરણ કરતા હતા. એક દિવસ સવારના પહોરમાં ૬ વાગ્યે શસ્ત્રધારી ત્રણ ગુંડાઓ તેમના મકાનમાં અચાનક ઘૂસી આવ્યા અને બંદૂકની અણીના જોરે ઘરના બધા કબાટની ચાવીઓ આંચકી લીધી. ગુંડાઓએ એક કબાટ ખોલવા પ્રયત્ન કર્યો પરંતુ તે ન ખૂલ્યો. એટલે બીજો એક મુખ્ય કબાટ –જેમાં ૧૦ લાખ રૂ.નાં ઘરેણાં હતાં –તેની ચાવી હોવા છતાં પણ ખોલાવવાનું ભૂલી ગયા!... અને બીજા કબાટોમાંથી ટેપ વગેરે ૨૫ હજાર રૂ. જેટલું પરચૂરણ લઈને ચાલ્યા ગયા! સૂળીની સજા સોયથી પતી જાય તે આનું નામ!... ખરેખર, આંતર ખજાનાને ખોલવાની માસ્ટર કી સમાન નવકાર મહામંત્ર જેમની પાસે હોય તેમના બાહ્ય ખજાનાની પણ રક્ષા થાય તેમાં નવાઈ શી!... (૫) કષ્ટ નિવારક–શ્રીનવકાર મારા સુપરિચિત એક જૈન શ્રાવકને કસ્ટમ ઑફિસવાળા લઈ ગયા. અને વિશિષ્ટ પ્રકારના ખાસ ચેંમ્બરમાં, ખાસ પ્રકારની યાંત્રિક ખુરસી ૫૨ તેમને બેસાડીને, તેમની સમક્ષ વિચિત્ર પ્રકારના ઇલેક્ટ્રિક લાઈટના મશીન વગેરે ગોઠવીને તેમની ઉલટ તપાસ કરવાની શરૂઆત કરતા હતા. કસ્ટમવાળાઓની ઉલટતપાસ કરવાની આ રીત અત્યંત કષ્ટદાયક ત્રાસજનક હોય છે. કલાકો સુધી ઉલટ તપાસ ચાલે. વિચિત્ર પ્રકારનાં મશીનો દ્વારા વેપારીના મગજની ગુપ્ત વાતો તેના જ મુખેથી બોલાવવા માટે અમાનુષી પ્રયોગો કરવામાં આવે... અનેક અટપટા પ્રશ્નોની ઝડીઓ વરસાવવામાં આવે. આ ભાઈની પણ આવી જ દુર્દશા થવાની શક્યતા હતી. પરંતુ તેમનાં ધર્મપત્ની પણ એમની સાથે જ ગયાં હતાં. તેઓ અનન્ય શ્રદ્ધાથી નવકાર મહામંત્ર અને ઉવસગ્ગહરં સ્તોત્રનું સ્મરણ કરવા લાગ્યા. ઘરના ૧૨ સભ્યોને એક રૂમમાં પૂરી દીધા. ફક્ત કબાટ ખોલાવવા માટે એક જ ભાઈને ગુંડાઓએ પોતાની સાથે રાખ્યા. પરિણામે અટપટા પ્રશ્નો પૂછનાર પેલો કસ્ટમ ઑફિસર પણ જે ખાસ પ્રશ્નો પૂછવાના હોય છે તે જ ભૂલી ગયો અને માત્ર સાદા સીધા થોડા પ્રશ્ન રૂમમાં પૂરાયેલા બધા જ સભ્યો ભાવપૂર્વક પૂછીને માત્ર ।। કલાકમાં જ તેમને છોડી દીધા, તે નવકાર ગણવા લાગ્યા. સાથે સ્વયં કબૂલ કરતાં કહ્યું કે-‘૧૦ હજાર ૧૯૮

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260