Book Title: Jena Haiye Navkar Tene Karshe Shu Sansar
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashan Trust

View full book text
Previous | Next

Page 215
________________ એમના ગુરુ મહારાજ એટલે બીજા કોઈ નહિ પરંતુ કલિકાલમાં નવકાર મહામંત્રના અજોડ સાધક પ્રભાવક, અજાતશત્રુ, અધ્યાત્મયોગી પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મ.સા. કે જેમણે મારા જેવા અનેક આત્માઓ પર અનંત ઉપકાર કર્યો છે, જે કોઈ રીતે પણ શબ્દોમાં વર્ણવવો અશક્ય જ છે!... આ દર્દીને તેમની પાસેથી નવકાર શી રીતે મળ્યો તે આપણે જોઈએ. મારા વિદેશ પ્રવાસ દરમ્યાન, નવકાર મહામંત્ર વિષેના મારા વાર્તાલાપથી પ્રભાવિત થઈને તે ભાઈ લંડનમાં મારા પરિચયમાં આવ્યા ત્યારે નવકાર મહામંત્રને ગુરુમુખેથી ગ્રહણ કરવા અંગે મેં તેમને પ્રેરણા કરેલ. તેથી એ ભાઈને પુજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મ.સા. પાસેથી નવકાર ગ્રહણ કરવાની ભાવના થઈ, અને ખાસ નવકાર લેવા માટે લંડનથી પ્લેન દ્વારા ભારત આવ્યા. ગુરુ મુખેથી નવકાર ગ્રહણ કર્યા પછી જ અન્ન-પાણી લેવાનો અત્યંત અનુમોદનીય સંક્લ્પ તેમણે કર્યો! સવારે ૬-૦૦ વાગ્યે તેઓ મુંબઈ પહોંચ્યા. બે ઠેકાણે પંન્યાસજી મહારાજની તપાસ કરતાં કરતાં યોગાનુયોગ બપોરે ૧૨-૩૯ વાગ્યે વિજય મુહૂર્તે તેઓ રાજસ્થાનમાં પિંડવાડા ગામમાં બિરાજમાન પૂ.પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મ.સા. પાસે પહોંચ્યા. તેમની આવી વિશિષ્ટ તત્પરતા અને પાત્રતા જોઈને પંન્યાસજી મહારાજ સાહેબે પણ તરત ૧૨ નવકાર ગણીને ખૂબ જ ભાવપૂર્વક તેમને ત્રણ વખત મોટેથી નવકાર ઝીલાવ્યો અને વાસક્ષેપ દ્વારા આશીર્વાદ આપી નિયમિત નવકાર મહામંત્રનો જાપ કરવાની પ્રેરણા આપી... ઉપર મુજબ મોતના મુખમાંથી પાછા ફરેલા તે ભાઈ ત્યારપછી ૧૫ દિવસ સુધી હૉસ્પિટલમાં રહ્યા. તે દરમ્યાનમાં ૬૦ જેટલા દર્દીઓનાં ઑપરેશનો થયાં તે બધાં જ સફળ થયાં!... કારણ કે ઉપરોક્ત ઘટનાથી પ્રભાવિત થયેલા બધા દર્દીઓના કુટુંબીઓ ઑપરેશન કરાવતાં પહેલાં દર્દીને તેમની પાસે લઈ આવતા, ત્યારે આ ભાઈ પૂજ્યપાદ પંન્યાસજી મહારાજના ફોટા સામે દર્દીને બેસાડીને ત્રણ નવકાર મોટેથી ગણે. અને ગુરુ મહારાજ પ્રત્યેની અનન્ય આસ્થાને લીધે બધાં જ ઑપરેશનો સફળ થયાં. આ ભાઈ આજે પણ જીવંત છે!... ખરેખર મહામંત્ર પ્રત્યેની આસ્થાથી ક્યું કાર્ય સિદ્ધ નથી થતું એ જ એક સવાલ છે!. (૩) ભયનું ઉચ્ચાટન—અભયનું ઉદ્ઘાટન કરે શ્રી નવકાર થોડાં વર્ષ પૂર્વે આફ્રિકામાં ત્રણ દિવસ સુધી ‘‘ધૂપ'' – લશ્કરી બળવો થયો હતો. ત્યારે નૈરોબીમાં લશ્કરના લેબાસમાં ત્રણ-ચાર લૂટારુઓ એક ભાઈના ઘરમાં ઘૂસી ગયા. તેમનું ઘર હીલ સ્ટેશનની બાજુમાં અલાયદા બંગલા તરીકે હતું. બંદૂકધારી લૂટારુઓએ ઘરનાં સભ્યો પાસેથી ૨૦ લાખ રૂ.ની માંગણી કરી!... તેમણે તે વખતે ૬ લાખ રૂ. જેટલો માલ લૂટારુઓને સોંપી દીધો અને બાકીની રકમ બેંકમાં છે એમ જણાવ્યું. પરંતુ લૂટારુઓને આટલેથી સંતોષ ન થયો. આથી તેમણે તેમના ૨૨ વર્ષના નવયુવાન છોકરાની છાતી પર બંદૂકની અણી રાખીને ધમકી આપતાં કહ્યું કે, ‘અમે ૧૦ સુધી આંકડા બોલીશું. ત્યાં સુધીમાં ઘરમાં જ્યાં પણ પૈસા છુપાવ્યા હોય તે અમારી પાસે ૨જૂ ક૨ી ઘો, નહિતર આ છોકરાને હમણાં જ વીંધી નાખશું!'. આ સાંભળતાં જ બધાના જીવ અધ્ધર થઈ ગયા. ખરેખર તેમની પાસે ઘરમાં બીજી કમ હતી જ નહિ એટલે ક્યાંથી આપી શકે! આ બાજુ ડાકુઓના સરદારે આંકડા બોલવાની શરૂઆત કરી દીધી. એક...બે...ત્રણ ચાર પાંચ... છ...સાત... આ ઘટના બની તેનાથી થોડા મહિના અગાઉ તેઓ મારા સંપર્કમાં આવેલા. મેં તેમને ઘરમાં પંચધાતુના જિનપ્રતિમાજી બિરાજમાન કરવા માટે ૧૯૭

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260