________________
માણસોમાંથી કોઈ એકાદ જ માણસ આ રીતે છૂટી શકે તેમ તમે છૂટી ગયા છો' એમ કહીને તેમનો પાસપોર્ટ પણ પાછો આપી દીધો!...
ઉપરોક્ત પાંચેય ઘટનાઓ નવકાર મહામંત્રના અસીમ અનંત પ્રભાવ તરફ અંગુલિ નિર્દેશ કરીને આપણને પણ મહામંત્રના અનન્ય ઉપાસક બનવા માટે ખાસ પ્રેરણા આપી જાય છે.
મને પોતાને પણ અનંતોપકારી, પૂજ્યપાદ, ગુરુદેવ, ૫૫. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મ.સા.ની અસીમ કૃપા અને પ્રેરણાથી નમસ્કાર માતાની ગોદમાં આળોટવાનું અને તેની આધ્યાત્મિક કૃપાના ભાજન બનવાનું વચનાતીત સદ્ભાગ્ય સાંપડ્યું છે તે બદલ હું મારા જન્મને કૃતાર્થ માનું છું.
સહુ જીવો મહામંત્રની સાધના દ્વારા જીવન સાફલ્યને પ્રાપ્ત કરો એ જ મંગલ ભાવના.
ક શાંતિઃ
૧૧૯૯/