________________
‘રે જિન! અચિંત્ય મહિમાવાળું આપનું સ્તવન તો દૂર રહો પરંતુ આપનું નામસ્મરણ પણ ત્રણે જગતનું આ સંસારથી રક્ષણ કરે છે.' મુનિરાજે પોતાનું વક્તવ્ય આગળ ચલાવ્યું.
ત્યાં તો પ્રભુ, પ્રભુ, એમ બોલતો એક માણસ આવ્યો ને મુનિરાજના ચરણોમાં ઢળી પડ્યો.
તેની આંખો રાતી હતી. તેનાં કપડાં ગારાવાળાં હતાં. તેના પગમાંથી લોહી નીકળતું હતું. તે અતિ થાકેલો દેખાતો હતો. શ્રોતાજનો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. આ તે શું?
મુનિરાજ આગંતુક તરફ ધારી ધારીને જોઈ રહ્યા. તેમણે આ માણસને ક્યાંક જોયો હોય તેવું લાગતું હતું.
‘ગુરુદેવ! હું ખંભાતના શેઠ સોદાગર જગમલ શાહનો પુત્ર છું.'
‘કોણ શેઠ જગમલ શાહ?’
‘હા ગુરુદેવ, હું જગમલ શાહનો પુત્ર છું. ધર્મ ઉપ૨ મને શ્રદ્ધા નહીં, મારા પિતાજીને મારા આ નાસ્તિકપણાથી ખૂબ જ દુઃખ થતું. મને ઘણું સમજાવતા, ત્યારે હું કહેતો કે પિતાજી, આપ મને કાંઈક ચમત્કાર બતાવો તો હું માનું.'
‘મારા પિતા ગંભીર ભાવે ઉત્તર આપતા કે બેટા, ‘અંતરની સ્વચ્છતા અને દુનિયાથી અલિપ્ત મન રાખી પ્રભુને સમરવાથી તે અવશ્ય પ્રાપ્ત થાય છે.'
‘હું તેમની વાતને હસી કાઢતો, પિતાજી ખૂબ જ દુઃખી થતાં.
‘એકવાર હું અને મારા નાસ્તિક મિત્રો આપ જ્યારે ખંભાતમાં બિરાજમાન હતા અને વ્યાખ્યાન આપતા હતા, ત્યારે આવી ચડ્યા. તે વખતે આપ નવકાર મહામંત્ર સંબંધી વાત કરી રહ્યા હતા. આપે કહ્યું હતું :
શ્રી નવકાર મંત્રનો જાપ કરવાથી આત્માને શુભ કર્મનો આશ્રવ થાય છે, અશુભ કર્મનો સંવર થાય છે. પૂર્વકર્મની નિર્જરા થાય છે, લોક સ્વરૂપનું જ્ઞાન થાય છે, સુલભ બોધિપણું મળે છે; અને સર્વશ કથિત ધર્મની ભવોભવ પ્રાપ્તિ કરાવનાર પુણ્યાનુબંધિ પુણ્યકર્મ ઉપાર્જન થાય છે.
‘નમસ્કાર એ પુણ્યરૂપી શરીરને ઉત્પન્ન કરનાર માતા છે. જીવરૂપી હંસને વિશ્રાંતિનું સ્થાન નમસ્કાર છે.’
સાધકે એ પણ નક્કી કરી રાખવું કે મારા ઉદ્દેશની સફળતા આ જાપના પ્રભાવે જ થવાની છે.
‘હું આપની વાતો સાંભળી ખૂબ જ હસ્યો અને જાવા બંદરે વેપાર અર્થે ઊપડી ગયો. આ વાત તો વિસરાઈ ગઈ.
જાવાથી મેં ઘણો માલ હિંદ માટે ભર્યો. અમારી સફર કોઈ પણ વિઘ્ન વગર ચાલી રહી હતી. ખંભાત બંદર આંખના પલકારા જેટલું દૂર રહ્યું અને અમારા વહાણોને તોફાન નડ્યું. કિનારે આવેલી નૈયા જાણે મધ દરિયે ચાલી. અમને ખ્યાલ પણ ન હતો કે અચાનક આવું બનશે. અમારું વહાણો માઈલો સુધી દરિયામાં ધકેલાઈ ગયા. તોતીંગ મોજાઓ અમારાં મજબૂત વહાણો ઉપર પ્રહાર કરવા લાગ્યા. ઘણાંય તોફાન જોયાં હતાં, પણ આવું નો'તું જોયું.’
પણ....પણ.... મારી કોઈ પૂર્વભવની પુણ્યાઈ હશે તે વહાણના એક પાટિયાને હું વળગી રહ્યો. જીવનની કોઈ આશા ન હતી. પ્યારા સાથીદારો અલોપ બન્યા હતા. વહાણોમાંનો લખલૂંટ માલ પણ સાગરરાજ ગળી ગયા. અરે, જીવથી પણ વહાલા વહાણો ભાંગીને ભૂકો થઈ ગયા. રહ્યો માત્ર હું અને... ..અને તે વખતે મને આપના એ મહામંત્રનું સ્મરણ થઈ આવ્યું. હું જિંદગીમાં પહેલી વાર નાસ્તિકમાંથી
અશ્રદ્ધાવંત પણ જો ભજે, મહામંત્ર નવકાર; અંધશ્રદ્ધા તેની ટળે, પામે શ્રદ્ધા સાર.’–૭૮
અને...અને ક્ષણવારમાં અમારાં વહાણો ભાંગીને ભૂકો થઈ ગયાં. અમારા નાખવા અને ખલાસીઓના હાથ કુદરત સામે લાચાર બન્યા. સાગ૨૨ાજના પ્રચંડ ઘુઘવાટે અમને બહેરા બનાવી દીધા અને અમારા ખલાસી અને નાખવા ક્યાંય અદૃશ્ય બની ગયા.
૧૩૭