________________
‘કાર કમાલ બચી'
બેંગ્લોરથી સાઉથ ઑફ ઇન્ડિયા ફલોરમીલવાળા પૂ.આ. શ્રી ભદ્રંકરસૂરિજી મ. સા.ને વંદન માટે મૈસુર જતા હતા. રસ્તામાં ગાડીમાં બેઠા બેઠા
જુલમખોરો ઝૂકી ગયા
શ્રી હસમુખભાઈ કપાસી : સાયન-મુંબઈ
પ. પૂ. બંધુત્રિપુટીના ઉપદેશથી સાયન સંઘના ઉપક્રમે જૂનાગઢ પોરબંદરમાં અતિવૃષ્ટિના કારણે નિરાધાર બનેલા ગામડાઓનાં લોકોને સહાય આપવા જવાનું નક્કી કર્યું. સાયન-માટુંગાના દસ ભાઈઓ પૂ. વજુકાકાની આગેવાની નીચે તા. ૩-૭-૮૩નાં રાજકોટ તરફ ગયા. જરૂરી વસ્તુઓની યાદી તૈયાર કરી. સ્થાનિક તથા સેવાભાવી સંસ્થાઓનાં આગેવાનોની મદદથી દરેક કુટુંબને આ સામાન પહોંચાડ્યો. જૂનાગઢમાં ત્રણ દિવસ વિતરણ કરી ચોથે દિવસે પો૨બંદ૨ પહોંચ્યા. પોરબંદર માટે સાંભળ્યું હતું કે ત્યાં ગુંડાગીરીનું પ્રમાણ ઘણું જ છે. એટલે થોડી ‘સાવધાની જરૂરી હતી. પોરબંદર સાંજે ચાર વાગે હોટલમાં પહોંચ્યા. હોટલનો માલિક જૈન હોવાથી તેણે ચોવિહાર માટેની વ્યવસ્થા કરી. ત્યાં અમારે જાણીતા સેવાભાવી શ્રી કુમારપાળ વી. શાહને મળવાનું હતું. પરંતુ તેઓ ૩ દિવસ માટે આજુબાજુનાં ગામડાઓમાં ગયા હતા. તેથી અમે સ્થાનિક આગેવાનોને મળી નુકસાન વગેરેનો ચિતાવર મેળવતા હતા. સાથે સત્સંગ પણ ચાલુ હતો.
નવકારમંત્ર ગણતા હતા. અચાનક કર્મ સંયોગે ગાડી ઉલ્ટી થઈ ગઈ. છતાં પણ તેમાંથી કોઈને કંઈ પણ ઈજા થઈ નહિ!
લગભગ રાત્રે ૯ વાગે અમે રૂમમાં બેઠા હતા. ત્યાં બહાર કોલાહલ થતો હોય એમ લાગ્યું. તેથી અમે રૂમનું બારણું બંધ કર્યું. ત્યાં બે યુવાનો બંદૂક-તલવાર સાથે રૂમ પાસેથી બૂમાબૂમ કરતા પસાર થયા. અમારી પાસે રાહત માટેનો સામાન
તથા રૂ. ૩૫ હજાર રોકડા હતા. તેથી થોડો ગભરાટ થયો. પણ અમારી સાથેના ભાઈ શ્રી દેવરાજ ગાલા અને શ્રી રમેશ ગાલાએ એક ચિત્ત થઈ નવકારમંત્રની ધૂન ચાલુ કરી, થોડી વારે તે યુવાનો દ૨વાજા પાસે આવ્યા ને દ૨વાજાને ધક્કો માર્યો. અંદરથી કડી તૂટી ગઈ પણ બારણું ખુલ્યું નહિ. બાકી રહેલાં બધાં જ ભાઈઓ ધૂનમાં જોડાઈ ગયા.
બાજુની રૂમમાં ધક્કો મારતાં બારણું ખુલી ગયું. ત્યાંથી જે મળ્યું તે લઈ ટોળી હોટલમાં જ એક ખૂણે બેસી ગઈ. નવકારમંત્રની ધૂન અવિરતપણે અપૂર્વ શ્રદ્ધા સાથે ચાલુ હતા. અગિયારેક વાગે તપાસ કરતાં તેઓ હજી હોટલમાં જ છે, એવા સમાચાર મળ્યા. આખરે ૧૨-૩૦/૧-૦૦ વાગે તેમને નવકાર પાસે ઝૂકવું પડ્યું. તેઓ હોટલ છોડી ચાલ્યા ગયા...!
લગભગ ત્રણેક વાગે ધૂન પૂરી કરી ત્યારે શ્રી દેવરાજ ગાલાએ કહ્યું કે આ ટોળી તો આપણા માટે ઘણી ઉપકારી હતી કે જેના કા૨ણે આપણે જાગૃતિ ને શ્રદ્ધાપૂર્વક નવકારને સ્મર્યો. પછી સવાર સુધી ધાર્મિક ચર્ચાઓ સાથે ઘણો જ ઉપયોગી સત્સંગ થયો, જે અમારા જેવા માટે જીવનનું ‘ટર્નિંગ પોઇન્ટ' સાબિત થયો.
નવકાર મહામંત્રના અચિંત્ય પ્રભાવનો આ અમારો પ્રત્યક્ષ અનુભવ અનેક આત્માઓને માટે ધર્મશ્રદ્ધા વર્ધક બની રહો એ જ પરમ કૃપાળુ પરમાત્માને અંતરની પ્રાર્થના છે.
‘સદા સ્મરે નવકારને, આણી મન ઉલ્લાસ, વિમલ સરવર સમાન છે, મહામંત્ર નવકાર.’-૯૮
சு
૧૫૭