________________
(ક) દ્રવ્ય
ઉપદ્રવ : સર્વ પ્રકારના બાહ્ય
રોગો.
(ખ) ભાવ ઉપદ્રવ : નીચે પ્રમાણેનાં અઢાર અંતરંગ દૂષણ .
૧. દાનાંતરાય, ૨. લાભાંતરાય, ૩. ભોગાંતરાય, ૪. ઉપભોગાંતરાય, ૫. વીર્યંતરાય, ૬. હાસ્ય, ૭. ચિંત, ૮. અરતિ, ૯. ભય, ૧૦. શોક, ૧૧. નિંદા, ૧૨. કામ, ૧૩. મિથ્યાત્ત્વ, ૧૪. અજ્ઞાન, ૧૫. નિદ્રા, ૧૬. અવિરતિ, ૧૭. રાગ, ૧૮. દ્વેષ. (આ અઢાર દૂષણ બીજી રીતે પણ ગણાય છે.)
(બ) પરાશ્રયી : અન્યના ઉપદ્રવો નાશ પામે. એટલે, જ્યાં ભગવાન વિચરે, ત્યાં દરેક દિશામાં મળીને સવાસો યોજન સુધીમાં પ્રાયઃ રોગ, મરકી, વૈર, અતિવૃષ્ટિ, દુષ્કાળ ઇત્યાદિ થાય નહિ. ૨. જ્ઞાનાતિશય :
આ અતિશયથી ભગવાન લોકાલોકનું સર્વ સ્વરૂપ સર્વ પ્રકારે જાણે છે. કારણ કે તેમને કેવલજ્ઞાન છે, તેથી કાંઈ પણ તેમની જાણ બહાર
રહી શકતું નથી.
૩. પૂજાતિશય : શ્રી તીર્થંકર સર્વને પૂજ્ય છે. એટલે કે રાજા, વાસુદેવ, ચક્રવર્તી, દેવતાઓ અને ઇંદ્રો ઇત્યાદિ સર્વ તેમને પૂજે છે અથવા તેમને પૂજવાની અભિલાષા કરે છે.
૪. વચનાતિશય : શ્રી તીર્થંકરદેવની વાણી દેવ, મનુષ્ય તિર્યંચ સર્વે પોતપોતાની ભાષામાં સમજે છે. કારણ કે, તેમની વાણી સર્વ ભાષામાં સમજાય તેવી, સાંસ્કારિક પાંત્રીશ ગુણોવાળી' હોય છે.
અન્ય દેવો કરતાં શ્રી અરિહંત પરમાત્માની વિશેષતા બતાવવા માટે શાસ્ત્રકારોએ ચોત્રીસ અતિશયોનું વર્ણન કરેલ છે. તેમાંથી ચાર અતિશયો તીર્થંકરોને જન્મથી હોય છે, અગિયાર અતિશયો કર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે અને ઓગણીસ અતિશયો દેવતાઓના કરેલા હોય છે. ચોત્રીશે અતિશયોને બાર ગુણોમાં સમાવેશ કરી તેને શ્રી અરિહંત પરમાત્માનાં બાર ગુણો તરીકે ઓળખાવવામાં આવ્યા છે.
૧. શ્રી તીર્થંકરની વાણીના ૩૫ ગુણો :
૧. સર્વ ઠેકાણે સમજાય તેવી, ૨. યોજન પ્રમાણ સંભળાય તેવી, ૩. પ્રૌઢ, ૪. મેષ જેવી ગંભીર, ૫. શબ્દ વડે સ્પષ્ટ, ૬. સંતોષકારક, ૭. દરેક મનુષ્યને એમ લાગે કે તેઓ મને જ કહે છે એવી, ૮. પુષ્ટ અર્થવાળી ૯. પૂર્વાપર વિરોધ રહિત, ૧૦. મહાપુરુષને છાજે તેવી, ૧૧. સંદેહ વિનાની, ૧૨. દૂષણ રહિત અર્થવાળી, ૧૩. કઠણ વિષયને સહેલો કરે તેવી, ૧૪. જ્યાં જેવું શોભે તેવું બોલાય, ૧૫. ષડૂદ્રવ્ય અને નવ તત્ત્વને પુષ્ટ કરે તેવી, ૧૬. પ્રયોજન સહિત, ૧૭. પદરચના સહિત, ૧૮. છ દ્રવ્ય નવ તત્ત્વ પટુતા સહિત, ૧૯. મધુર, ૨૦. પારકો મર્મ જણાઈ ન આવે તેવી ચતુરાઈવાળી, ૨૧. ધર્મ, અર્થ પ્રતિબદ્ધ, ૨૨. દીપ સમાન પ્રકાશ-અર્થ સહિત, ૨૩. પરનિંદા અને પોતાના વખાણ વિનાની, ૨૪. કર્તા, કર્મ, ક્રિયા, કાળ, વિભક્તિ સહિત, ૨૫. આશ્ચર્યકારી, ૨૬. વક્તા સર્વ ગુણ સંપન્ન છે એવું જેમાં લાગે તેવી, ૨૭. ધૈર્યવાળી, ૨૮. વિલંબ રહિત, ૨૯. ભ્રાંતિ રહિત, ૩૦. સર્વે પોતે પોતાની ભાષામાં સમજે તેવી, ૩૧. શિષ્ટ બુદ્ધિ ઉપજાવે તેવી, ૩૨. પદના અર્થને અનેક રીતે વિશેષ આરોપણ કરી બોલે તેવી, ૩૩. સાહસિકપણે બોલે તેવી, ૩૪. પુનરુક્તિ દોષ વિનાની, ૩૫. સાંભળનારને ખેદ ન ઉપજે તેવી.
૨. શ્રી અરિહંત ભગવાનના ૩૪ અતિશયો :
૨૨
૧. શરીર અનંત રૂપમય, સુગંધમય, રોગ રહિત, પરસેવા રહિત અને મળ રહિત હોય, ૨. રુધિર તથા માંસ ગાયના દૂધ સમાન ઘોળા અને દુર્ગંધ વગરનાં હોય, ૩. આહાર તથા નિહાર ચર્મચક્ષુથી અદૃશ્ય હોય, ૪. શ્વાસોશ્વાસમાં કમળ જેવી સુગંધ હોય. (આ ચાર અતિશય જન્મથી જ હોય છે, માટે ‘સહજ અતિશય’ કહેવાય છે.) ૫. યોજન પ્રમાણ સમવસરણમાં મનુષ્ય, દેવ અને તિર્યંચની કોડાકોડી સમાય અને તેમને બાધા થાય નહિ, ૬. ચારે બાજુ પચીસ પચીસ યોજન સુધી પૂર્વોત્પન્ન રોગ ઉપશમે અને નવા રોગ થાય નહિ, ૭. વૈરભાવ જાય, ૮. મરકી થાય નહિ, ૯. અતિવૃષ્ટિ એટલે હદ ઉપરાંત વરસાદ થાય નહિ, ૧૦. અનાવૃષ્ટિ એટલે