________________
વિચારી રહ્યા કે, આ દવાઓને દરિયામાં ફેંકી દઈને, હવે મહામંત્રનાં ખોળે જીવન ધરી દઈને શાંતિ-સમાધિથી મરવું શું ખોટું? જીવનમાં જે શાંતિ-સમાધિ સ્વપ્ને પણ જોઈ ન હતી, એને મૃત્યુ ટાણે મેળવી લેવા એઓ મરજીવા બનીને મેદાનમાં પડ્યા.
સને ૧૯૫૦ નો ફેબ્રુઆરી ૨૫નો દિવસ જાણે મોતનો સંદેશ લઈને ઊગ્યો હોય, એમ સૌને લાગવા માંડ્યું. રતનચંદનો ગળાનો ભાગ ફુલીને એટલો સ્થૂલ થઈ ગયો કે, પાણીનું ટીપુંય અંદર જાય નહિ અને તરસ તો એવી ઉગ્ર બની કે, જાણે આખું સરોવર ગટગટાવી જવા એ તૃષા ઝાંવા નાખી રહી! મુંબઈના જાણીતા કૅન્સર-નિષ્ણાત ડૉ. ભરુચાને આ ચિહ્ન અંતિમ-ઘડીના જણાતાં, એમણે એનો સંદેશો નજીકના સગાઓને આપી દીધો. રતનચંદનેય એ સંદેશાનો અણસાર આવી ગયો. ડૉકટર વિદાય થયા અને એમણે ઘટસ્ફોટ કરતાં કહ્યું :
‘આ દવાઓ બધી દરિયામાં નાખી આવો! મારા મોઢા પર લાદવામાં આવેલી આ બધી પાઇપલાઇનો (નળીઓ) ઉખેડીને ઉકરડે ફેંકી દો ! દવાની એક ખાલી બૉટલ પણ આ રૂમમાં હવે જોઈએ નહિ. આજ સુધી શાંતિ-સમાધિથી જીવન જીવવામાં તો હું અસફળ રહ્યો, પણ મારે હવે આ અસફળતાની આંધીમાં અટવાઈને જ મૃત્યુને પણ બગાડવું નથી. મારી ઇચ્છા એવી છે કે, મહામંત્રના ખોળે આ જીવનનું સમર્પણ કરી દઈને હવે શાંતિથી મરવું! હું હવે ઘડી બે ઘડીનો મહેમાન છું. એથી આ રૂમમાં હવે મારી અંતિમ-સાધનામાં વિક્ષેપ પાડવા કોઈ ફરકે પણ નહિ, એવી મારી ઇચ્છા છે. સાંભળ્યું છે કે, નવકારની નિષ્ઠાનું જે રક્ષણ કરે છે, એ નવકાર-નિષ્ઠનું રક્ષણ પણ કોઈ અગમ્ય-તત્ત્વ કરે જ છે! હવે કદાચ આ શૈયા મારી અંતિમ-શૈયા પણ બની જાય, તો અત્યારથી જ સૌને ખામેમિ સવ્વજીવે’ અને ‘મિત્તિ મે સવ્વભૂએસુ'નો સ્નેહસંદેશ સુણાવી દઉં છું, જો જીવી જવાશે, તો પછી
ચૌદ પૂર્વનો સાર છે, મહિમા અપરંપાર;
卐
આનાથીય વધુ હસતા હૈયે મળીશું. અને મૃત્યુ અનિવાર્ય હશે, તો જ્યારે ઋણાનુબંધ જોડાશે, ત્યારે ફરી મળાશે!
રતનચંદનો પરિવાર દર્દીના આ અરમાનને અમલી બનાવીને રૂમની બહાર ચિંતિત-ચહેરે ગોઠવાઈ ગયો. દવાઓના ભૂતપ્રેતથી અને નળીઓની ડાકણોથી મુક્ત બનેલા રતનચંદ કોઈ અલૌકિક-અનુભૂતિ કરી રહ્યા. જીવનનો છેડો સુધારી દેવાનો એમનો નિર્ણય અણનમ અને વીરોચિત હતો. શરીરમાં શક્તિ નહોતી, છતાં મનમાં જાણે મક્કમતાનો મહાસાગર ભરતીએ ચડ્યો હતો. કોઈ જાતની માગણી કે શરત વિના એઓ નવકારના શરણાગત બની ગયા ‘નમો અરિહંતાણં’ અને ‘સર્વત્ર સુખી ભવતુ લોકઃ’ આ બે ધ્વનિ જાણે એમના શ્વાસોશ્વાસની સાથે ઘૂંટાવા લાગ્યા. આ બે મંત્રોનો જાપ જેમ જેમ આગળ વધવા માંડ્યો, એમ એમ એ દર્દીની આસપાસ કોઈ અનેરી શાંતિ છવાતી ચાલી. જે દેહ પથારીમાં પણ આરામ માણી શકતો નહોતો, એ દેહ આ જાપની પળોમાં ટ્ટાર રહેવા છતાં વેદનાના વેગને ઓછો થતાં અનુભવવા માંડ્યો.
મહામંત્રના ચરણે-શરણે રતનચંદે એ રીતે શરણાગતિ સ્વીકારી હતી કે, જેમાં સ્થળ-કાળના ભેદ પણ ભૂસાતા જતા હતા. જાપમાં ને જાપમાં સાંજ વીતી ગઈ તેમજ રાતનો પણ અડધો ભાગ પસાર થઈ ગયો. અને દર્દીના દેહનો બધો રોગ જાણે એકઠો થઈને બહાર નીકળી જવા ઝાંવા નાખી રહ્યો હોય, એની પ્રતીતિ કરાવતી એક એવી જ જોરદાર લોહીની ઊલટી થઈ કે, રતનચંદ એ ઊલટી થયા પછી કોઈ જુદી રાહત અનુભવવા માંડ્યા. એ ઊલટીમાં જાણે કાયાનું તમામ કૅન્સર ધોવાઈને બહાર નીકળી ગયું હોય, એમ એમને લાગ્યું.
વહેલી સવારે રૂમનું બારણું રતનચંદે ખોલ્યું, ત્યારે બહાર તો ચિંતિત ચહેરાઓની લાઇન લાગી હતી. એમણે રાતે અનુભવેલા રાહતની વાત કરીને થોડા કલાક બાદ કહ્યું કે, મને એમ લાગે છે કે, જે તેનું શરણું જે ગ્રહે, તે થાયે ભવપાર.'-૫
૬૪