________________
રાખજો. એનાથી તમારો સર્વાંગીણ વિકાસ થશે...’’
સહુ જીવો આ સત્ય ઘટનામાંથી પ્રેરણા પામીને, વેરનું વિસર્જન તથા જીવમૈત્રીનું સર્જન
વનસ્પતિ પર નવકારનો પ્રયોગ!!!
5
કરનારા નવકાર મહામંત્રની સમ્યક્ પ્રકારે સાધના કરીને દેવદુર્લભ માનવ ભવને સફળ બનાવો એ જ મંગલ કામના!
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
પૂ. પંન્યાસ શ્રી હેમરત્નવિજયજી મ. સા.
ફોરેનમાં હમણાં હમણાં એવાં સંશોધન થયાં છે કે શબ્દ દ્વારા રોગ મીટાવી શકાશે, કપડાં ધોઈ શકાશે, પથ્થરો તોડી શકાશે, તાળાં ઉઘાડી શકાશે, પ્રસૂતિ કરાવી શકાશે, હીરાને કાપી શકાશે. શબ્દ દ્વારા માણસનું ખૂન પણ કરી શકાશે!...
મંત્રાધિરાજ શ્રી નવકારમાં ગોઠવાયેલા અક્ષરોના ઉચ્ચારણ દ્વારા એક જબ્બર આંદોલન પેદા થાય છે. વિશિષ્ટ સંયોગવાળા આ શબ્દો ન ધારેલી અસર પેદા કરી શકે છે.
જેવી રીતે એસ્ત્રો, એનાસીન કે સ્ટોપેક જેવી ગોળીઓ લેતાંની સાથે તુરત અસર બતાડે છે, તે રીતે નવકારમંત્ર પણ તેની તુરત અસર બતાવી શકે છે, જો તેને પૂર્ણ વિધિપૂર્વક ગણવામાં આવે તો !
નાગપુર પાસે ખાકરી ગામમાં એક ખેતરના બે ક્યારાઓમાં પ્રયોગ કરવામાં આવ્યો. એક સાથે બે ક્યારાઓને ખેડ્યા. એક સમાન ખાતર બેયમાં નાખવામાં આવ્યું, એકસરખું બીજારોપણ બેયમાં કરાયું, એક જ કૂવાનું પાણી બેય ક્યારાઓને સીંચવામાં આવ્યું, ફરક માત્ર એટલો હતો કે પ્રથમ ક્યારામાં સીંચાતા પાણીને નવકારમંત્રથી
2
મંત્રીને પછી સીંચવામાં આવતું જ્યારે બીજા ક્યારાને એમને એમ જ સીધે સીધું પાણી આપવામાં આવતું. સમય થતાં ‘અંકુર ફૂટ્યા, છોડવા ઊગ્યા. ફૂલ બેઠાં અને ફળ બેસવા લાગ્યાં. પરિપક્વ સ્થિતિ સર્જાતાં લણણી કરવામાં આવી. ઉતરેલ ફળોનું વજન કરવામાં આવ્યું. નવકાર મંત્રથી પ્રભાવિત પાણીને પીનારા ક્યારાએ કુલ ૪૦ કિલો કાકડીની ફસલ આપી. જ્યારે બીજા ક્યારાએ માત્ર ૧૬ કિલો કાકડીની ફસલ આપી...
આવા જ પ્રયોગો મુંબઈ થાણા બંદર પર આવેલા આશ્રમોમાં પણ થયા હતા. અને નવકારમંત્રના દિવ્ય ચમત્કારોનો અનુભવ ત્યાં રહેલા માણસોએ કર્યો હતો!
જ્યારે મન-વચન-કાયાના ત્રણેય યોગો દ્વારા નવકાર મંત્ર ગણવામાં આવશે ત્યારે આપણા ઔદારિક તૈજસ-કાર્મણ આ ત્રણેય શરીર ઉપર તેની અસર પહોંચી જશે. જો કાર્મણ શરીર પર નવકાર મંત્રનો વીજળી કરંટ લાગી જાય તો આપણો બેડો પાર છે. (‘પ્રેરણા પત્ર' માંથી સાભાર)
*
‘ચાર કષાય ટાળી કરી, તન મન શુદ્ધ કરનાર; ઉપશમ રસનો કંદ છે, મહામંત્ર નવકાર.’-૩૪
૯૩