________________
મેં પ્રત્યુત્તર લખ્યો. “વાંધો નહિ, ફળ માટે અધીરા બન્યા વિના વિધિવત્ જાપ ચાલુ રાખો.’’
ફરી વીસેક દિવસ બાદ તેમનો પત્ર મળ્યો, જેમાં લખ્યું હતું, ‘થોડા દિવસથી મને વિચાર સ્ફુર્યા કરે છે કે, ‘હે જીવ, તારા નાના ભાઈ ઉપર શા માટે ગુસ્સો કરે છે. એનો કાંઈ વાંક નથી. લગ્ન થયા પહેલાં તો એ ખૂબ આદરપૂર્વક વર્તતો હતો. લગ્ન બાદ પત્નીની ઉશ્કેરણીથી જ તેનું વર્તન બદલાયું છે. માટે ભાભીનો વાંક ગણાય પરંતુ ભાઈ તો નિર્દોષ છે માટે એના પ્રત્યે દ્વેષ રાખવો ઉચિત નથી.''
મેં લખ્યું, ‘‘સારી વાત છે. પ્રાર્થના અને જાપ ચાલુ રાખજો...''
પંદરેક દિવસ બાદ ફરી તેમના પત્રમાં લખ્યું હતું કે, ‘‘હવે મને એમ થાય છે કે ભાભી ઉપર પણ દ્વેષ રાખવા જેવો નથી. દરેક જીવ કર્મને આધીન છે. વળી હે જીવ! તેં પૂર્વ ભવોમાં એમના પ્રત્યે વિપરીત વર્તન કર્યું હશે માટે આજે એમને તારા પ્રત્યે આવું વર્તન કરવાનું મન થાય છે. એટલે હકીકતમાં વાંક તારો જ છે. બીજા કોઈનો જ નહિ. માટે કોઈના ઉપર પણ દ્વેષ રાખવા જેવો નથી...''
મેં લખ્યું, “ખૂબ આનંદની વાત છે, તમારી નવકાર સાધના હવે સમ્યક્ થઈ રહી છે. આ જ રીતે પ્રાર્થના-જાપ ચાલુ રાખજો.’’
ફરી કેટલાક દિવસો બાદ એટલે કે મેં દર્શાવેલી વિધિ પ્રમાણે પ્રાર્થના-જાપ શરૂ કર્યાને લગભગ ચારેક મહિના થયા, ત્યારે પેલા ભાઈનો ૨૨ પાના ભરેલો વિસ્તૃત પત્ર મારી ઉપર આવ્યો...! જેનો ટૂંકો સારાંશ નીચે મુજબ છે :
ખરેખર તમારો આભાર માનવા માટે મને કોઈ જ શબ્દો જડતા નથી. તમોએ દર્શાવેલ વિધિ પ્રમાણે નવકારની સાધના કરતાં આજે સગા ભાઈઓ વચ્ચે વર્ષોથી ઊભી થયેલી દીવાલ સંપૂર્ણ રીતે દૂર થઈ ગઈ છે, મારા આનંદનો આજે પાર નથી. વાત એમ બની છે કે થોડા દિવસ અગાઉ મને નવકારના પ્રભાવે અંતઃસ્ફુરણા જાગી કે હે જીવ!
જો ખરેખર તને એમ સમજાય છે કે ભાઈ-ભાભીનો કાંઈ જ વાંક નથી. તારા જ કર્મોનો વાંક છે તો પછી ભાઈ-ભાભી સાથે અબોલા તથા કોર્ટકજિયા શા માટે જોઈએ? નાહક દુનિયાને તમાશો જોવા મળે, સમય અને સંપત્તિની બરબાદી થાય તથા ભવોભવ વેરની પરંપરા ચાલે, એ શું ઇચ્છવા યોગ્ય છે? માટે કે જીવ! ગમે તે થાય પણ તું સામે ચાલીને તારા નાના ભાઈ-ભાભીને ખમાવી લે. તારા હૃદયના શુદ્ધ પશ્ચાતાપની જરૂર એમના ૫૨ અસર થશે જ અને પંચ પરમેષ્ઠી ભગવંતોની કૃપાના અચિંત્ય પ્રભાવે સહુ સારાં વાનાં થશે.' અને મારી આ ભાવના મેં મારી ધર્મપત્નીને જણાવતાં પ્રત્યુત્તર મળ્યો કે, ‘મને પણ છેલ્લા કેટલાક દિવસથી આવા જ વિચારો આવતા હતા. પરંતુ તમને આવી વાત ગમશે કે કેમ એમ શંકા થતી હતી. તેથી તમને જણાવી શકી નથી. પરંતુ આજે તમારા મુખેથી આવી વાત સાંભળીને મને ખૂબ જ આનંદ થયો છે.'
આમ નવકારના પ્રભાવે અમારા બંનેની વિચારણા એકસરખી થયેલી જોઈ મેં કહ્યું, ‘ચાલો ત્યારે તૈયાર થઈએ ધરમનાં કામમાં ઢીલ કેવી...? અને અમે બંને નાના ભાઈ ભાભીના ઘરે જઈને તેમને ખમાવવા માટે અમારા ઘરમાંથી બહાર પગ મૂકવાની તૈયારી કરતા હતા ત્યાં જ શેરીમાં ૨મવા ગયેલો અમારો બાબો દોડતો દોડતો આવીને કહેવા લાગ્યો, ‘પિતાજી, પિતાજી! મારા કાકા-કાકી આપણા ઘરે આવી રહ્યા છે!’
મેં કહ્યું, ‘બને નહિ, તારી સમજફેર થતી હશે, એ તારા કાકા-કાકી નહિ, બીજા કોઈ હશે...! અથવા કાકા-કાકી હશે તો તેઓ બીજે ક્યાંક જઈ રહ્યા હશે. આપણા ઘરે તેઓ આવે નહિ...!'
બાબાએ કહ્યું, ‘મે બીજા કોઈ નિહ પણ કાકા-કાકી જ છે, એટલું જ નહિ પરંતુ તેમણે પોતે જ મને કહ્યું છે કે તારા માતા-પિતાને જઈને ખબર આપ કે અમે તમારા ઘરે આવી રહ્યા છીએ!...’
આ વાતચીત ચાલતી હતી ત્યાં જ મારા નાના ભાઈ-ભાભી ખરેખર અમારા ઘર તરફ જ આવી
પર પરિણતિ પીડે નહીં, ટળે પાપ સમુદાય; મહામંત્ર જપતાં થકાં, નિજગુણ ઝાંખી થાય.’-૩૨
૯૧