________________
જિનદાસને શક્તિ મંદિરનું વાતાવરણ ખૂબ જ વિચિત્ર લાગવા માંડ્યું. માતાનું બિરુદ ધરાવતી ‘શક્તિદેવી'ની પ્રતિમા પર માતૃત્વનો મહિમા ગાતું કોઈ જ પ્રતીક દેખાતું નહોતું. શક્તિમાતાનો એ દેહ નખથી શીખ સુધી એવા-એવા ચિહ્નોથી લદાયેલો હતો કે, એકવાર તો બહાદુર પણ એને જોઈને ડરી જાય! અધૂરામાં પૂરું ભુવાનો દેદાર એવો તે ભીષણ-ભયંકર હતો કે–જેની કલ્પનાથીય, કાળજું કમકમાટી અનુભવે!
શક્તિના ઉપાસક મિત્રે ભુવાને જિનદાસનો પરિચય કરાવતાં કહ્યું કે, આ મારા એક જૈન મિત્ર છે. શક્તિ-માતાનો પરચો નજરોનજર જોવાની ખૂબ જ ઇચ્છા છે. એથી હું આપને વિનવું છે કે, આપ શક્તિમાતાને આ મિત્રના શીરમાં પ્રવેશ કરાવીને એને પરચો બતાવો.’
ભુવાએ ‘હકાર' સૂચક માથું હલાવીને કહ્યું : શક્તિ-માતા તો હાજરાહજૂર દેવી છે. એનો પરચો બતાવવો, એ મારે માટે કોઈ અઘરી વાત નથી! હું મારો પ્રયોગ શરૂ કરું છું. જેને પરચો અનુભવવો હોય, એ આ કુંડાળામાં આસન જમાવીને બેસી જાય!
ભુવાની આજ્ઞા મુજબ જિનદાસ કુંડાળામાં બેસી ગયો. ચોતરફનું ભયભર્યું વાતાવરણ એના માટે નવું-નવું હતું. એથી અભયનો આશરો પામવા એણે મનોમન મહામંત્રનો જાપ શરૂ કરી દઈ બધું નાટક નિહાળવાનો નિશ્ચય કર્યો. પળ બે પળમાં વાતાવરણે વધુ ભયપ્રદ વળાંક લીધો. ડાકલાં વાગી રહ્યાં. દાતણની ચીરીઓ ચોતરફ ફેંકાવા માંડી. જળછાંટણાથી આજુબાજુની જમીન ભીનીભીની બની ગઈ. થોડી વધુ પળો વીતી, અને ભુવાના શરીરમાં કોઈનો પ્રવેશ થયાની એંધાણીઓ કળાવા માંડી.
જોર-જોરથી ધુણતા ભુવાએ વિધિનો બીજો તબક્કો શરૂ ર્યો. એ ઊભો થયો, પોતાના કુંડાળામાંથી બહાર આવીને, એ જિનદાસ તરફ ગયો. શક્તિમાતાને જિનદાસના શરીરમાં પ્રવેશ કરાવવાનો પ્રયોગ હવે શરૂ થયો. ભુવો
જિનદાસને એક પ્રદક્ષિણા ફર્યો. પ્રદક્ષિણા પૂરી થતાં જ હતાશાથી હણાયેલો ભુવો પગ પછાડીને પોતાની બેઠક પર બેસી પડ્યો. એને એવો આભાસ થવા માંડ્યો કે, શક્તિમાતા જિનદાસના શરીરમાં પ્રવેશવા અસમર્થ છે. પણ એ કંઈ એમ હતાશ થાય એમ ન હતો. ફરીથી એ ઊભો થયો. હિંમતભેર એણે જિનદાસના કુંડાળાને ફરતી બીજી પ્રદક્ષિણા લીધી, પરંતુ પરિણામ એવું જ આવ્યું. પગ પછાડીને એને પોતાને આસને બેસી જવાની કોઈ અદશ્ય-શક્તિએ જાણે ફરજ પાડી.
બે વાર હતાશ થયેલો ભુવો, હવે આ વાતને પોતાની પ્રતિષ્ઠાનો અને નાકનો પ્રશ્ન ગણીને, ગમે તે ભોગે શક્તિમાતાને જિનદાસના શરીરમાં પ્રવેશાવી દેવાના ઝનુન સાથે પુનઃ ઊભો થયો. ક્રોધાવેશ સાથે એણે ત્રીજી પ્રદક્ષિણા પૂરી કરી, પણ એનું સ્વપ્ન સિદ્ધ ન જ થયું! વાવંટોળના વેગથી જેમ તરણું પાછું ધકેલાય, એમ ભુવો પાછળ ધકેલાઈ ગયો અને ભગ્નાશ-હતાશ હૈયે પોતાની બેઠક પર એ પછડાઈ પડ્યો. એના તન-મન પર છવાઈ ગયેલી નિચા અને લાચારીની લાગણી જોઈને, શક્તિના પેલા ઉપાસકે ભુવાના શરીરમાં પ્રવેશેલા માતાજીને વિનવતાં કહ્યું કે
‘માતાજી! આપનું આહ્વાન એટલા માટે જ કરવામાં આવ્યું છે કે, આ જૈનમિત્ર જિનદાસ આપના પરચાનો પ્રત્યક્ષ સાક્ષી બની શકે, એથી હું આપને આશાભર્યા અંતરે ઝુકી-ઝુકીને ફરી વિનવું છું કે, આપ પોતે આ જિનદાસના શરીરમાં પ્રવેશીને, એને પરચો આપવાની કૃપા કરો!'
ભુવાના માધ્યમે આ વિનવણીનો જ્વાબ વાળતાં શક્તિમાતાએ કહ્યું : આ જૈન-ભાઈના દેહમાં પ્રવેશ કરવા હું લાચાર છું. એની આસપાસ, એના ઇષ્ટદેવના જપથી રચાયેલા ગેબી તેજસ્વી-વર્તુળો, એના શરીરમાં પ્રવેશતા મને રોકે છે, અને હું પાછી પડું છું.
કિનારે આવી પહોંચેલી નાવને ઉગારી લેવાની આગ્ઝ સાથે ફરી વિનવણી થઈ : આપ આમ હતાશ
‘એકાગ્રતાના અગ્નિ મહીં, કરો ઈંદ્રિયવાસના હોમ; પછી જપો નવકારને તો, પ્રકટે સમતા સોમ.’- ૨૭
도
૮૬