________________
રટણાથી નવકારના અક્ષરોમાં રહેલ સુપ્ત મંત્રશક્તિ જાગી ઊઠી અને નવકા૨નું મંત્રચૈતન્ય કાર્ય કરતું થઈ ગયું.
વળી, અરિહંત પરમાત્માની સતત રટણાથી એમના નામના સતત જાપથી-સાધકનું મન એમના તરફ પ્રવાહિત બને છે, અને એ થતાં અરિહંત પરમાત્માના ગુણો સાધક તરફ વહેવા માંડે છે. તેથી સાધકની જીવનશુદ્ધિ દિનપ્રતિદિન વધતી જાય છે. શ્રી ગુલાબચંદભાઈના અનુભવમાં આ વાત આપણને સ્પષ્ટપણે જોવા મળે છે. નવકારને એમના હૃદયમાં સ્થાન મળ્યા પછી એમનું જીવન આત્મવિકાસ તરફ વળે છે, દુર્ભાવનાઓ અને દુર્ગુણો દૂર જાય છે અને જીવનમાં ધર્મવૃદ્ધિ થતી જાય છે. નવકારની પ્રાપ્તિ પહેલાં આર્ટરૌદ્ર ધ્યાનના કેન્દ્રમાં સટોડિયાનું જીવન વિતાવી રહેલા તેઓ આજે શ્રાવકપણાની ઉચ્ચતમ કક્ષારૂપ સંવાસાનુમતિ-શ્રાવકપણાની નજીકની ભૂમિકાનું, રાત-દિવસ ધર્મસાધનાયુક્ત તદ્દન નિવૃત્ત, જીવન ગાળી રહ્યા છે. ૪. અંતર્મુખ વૃત્તિ
નવકારની સાધનામાં ચોથી વાત મનની ચોકીની છે. સાધક મૈત્રીભાવનાથી મનને શુદ્ધ કરીને નવકાર ગણવા બેસે, તો પણ ફરી એ મનમાં બીજો કચરો પેસી ન જાય. એની તકેદારી રાખવી જરૂરી બને છે. છદ્મસ્થ માનવીનું મન પાણીના જેવું ભાવુક દ્રવ્ય છે. કોઈ પણ નિમિત્ત મળતાં એમાં તદાકાર બની જતાં એને વાર લાગતી નથી.
માનવી એટલે શરીર, મન અને આત્મા. શરીર અને આત્મા એ બેની વચ્ચે છે મન. એ વકીલ જેવું છે; એને પોતાનો કોઈ સ્વતંત્ર પક્ષ નથી. એ શરીર સાથે ભળી શરીરનો વિચાર કરે તો શરીરનું, પુદ્ગલનું, કર્મનું પાસું તર કરે; આત્માની સાથે ભળી આત્માનો વિચાર કરે તો આત્માને જીત અપાવે. શરીરની અને શરીર સાથે સંબંધ રાખતી અન્ય બાબતોની વિચારણા-ચિંતા કરવાની એની ટેવ જન્મજાત છે; આત્માની અને એની સાથે
સંબંધ રાખતી વાતોની વિચારણા, એ મન માટે નવું કામ છે એથી મન ફરી ફરીને જને ખીલે જાય છે. માટે, મન કોની સાથે ભળેલું રહે છે, એમાં કયો વિચાર બેસે છે, એની સતત તપાસ સાધક માટે અતિ જરૂરી બને છે.
મનની શુદ્ધિ ઉપર ઘણો જ આધાર છે. શારીરિક રોગો કરતાં માનસિક રોગો વધુ વ્યાપક છે. આપણે શરીરની ચિકિત્સા કરાવીએ છીએ. પણ મનની ચિકિત્સા કોણ કરે છે? કેટલાક શરીરના રોગો પણ મનની વિકૃતિમાંથી ઊભા થાય છે. એના ઉપર આપણે ત્યાં આજે બહુ ઓછું ધ્યાન દેવાય છે. ખરી ચિકિત્સા તો મનની જ કરવા જેવી છે. મનને શુદ્ધ રાખવા માટે એનું ચેકિંગ ખૂબ જરૂરી છે.
ઘરને પણ સાફ રાખવા માટે રોજ વાળવું-ઝૂડવું પડે છે. એક વખત કચરો લઈ લીધો એટલા માત્રથી કામ પતી જતું નથી. ફર્નિચરને સાફ રાખવા માટે એના ઉ૫૨ની ધૂળ અને ૨જ વારંવાર ઝાટકવી પડે છે, તેમ મનને પણ ઇષ્ટ વિષયોની પ્રાપ્તિની કાંક્ષાનો ભેજ ન લાગે કે બીજાની ઈર્ષ્યા, અસૂયા તિરસ્કારાદિ મલિન ભાવનાની રજ ન ચોંટે એ માટે, દિવસની પ્રવૃત્તિ કરતાં કરતાં વચ્ચે વચ્ચે જરા અટકી, જઈ મનની તપાસ કરી લેવી આવશ્યક છે.
૫. સમર્પિતતા
ગુલાબચંદભાઈની નવકાર-સાધનાનું પાંચમું મહત્ત્વનું અંગ નવકાર પ્રત્યેનો તેમનો સમર્પિતતાનો ભાવ છે. સામાન્ય રીતે માણસ નવકાર ગણશે પરંતુ તે તેને સમર્પિત થઈ શકતો નથી; કારણ કે તેનાથી પોતાની સઘળી ઇષ્ટસિદ્ધિ
થઈ રહી છે એવી તેને પ્રતીતિ નથી.
શાસ્ત્રકારો કહે છે કે જગતમાં એવું કોઈ કાર્ય નથી જે નવકાર સિદ્ધ ન કરી આપે. શ્રી ગુલાબચંદભાઈને કેવળ શાસ્ત્રવચનથી જ નહિ, પણ પોતાના અનુભવથી આ પ્રતીતિ થઈ ચૂકી છે. તેથી તેઓ નવકારના ખોળે માથું મૂકી જીવનનો બધો ભાર નવકારને ભળાવી દે છે; અને માતા,
‘સંસાર કેફ ઉતારવા, અમૃત સમ નવકાર; સદા રાખો અંતર મહીં, ભાવે સૌ નરનાર.’– ૨૪,
૩૮