________________
નિયમ અને સંયમના રથમાં બેસાડીને, વચમાં આવતાં સઘળાં વિઘ્નો અને આડખીલીઓને વટાવી, સંસારની મુસાફરીને પણ સગવડભરી બનાવી તેને સુખપૂર્વક મુક્તિપુરીએ પહોંચાડે છે. *
કોઈ વાર રોગાદિ બાહ્ય વિઘ્નો ન ટળે એમાં જ સાધકનું હિત હોય, તો નવકારથી એ નહિ ટળે; કિંતુ તેથી સાધકે એમ ન માની લેવું કે પોતાની સાધના નિષ્ફળ જાય છે.
વાચકના મનમાં પ્રશ્ન ઊઠતો હશે કે રોગાદિ આપત્તિ ન ટળે એમાં તે વળી હિત કઈ રીતે? કર્મબંધનું એક પ્રધાન કારણ પોતાના કર્તૃત્વનું અભિમાન છે. કર્તૃત્વાભિમાન ઓગાળવામાં દુઃખ અને પ્રતિકૂળતા સહાયક બને છે. સામાન્ય રીતે, સફળતા મળે ત્યારે માણસ તેમાં પોતાનું કર્તૃત્વ જુએ છે; પણ દુ:ખમાં એ જ માણસ કપાળે હાથ મૂકી પ્રારબ્ધને આગળ કરે છે. આમ, દુઃખ માણસને સ્વકર્તૃત્વના અભિમાનમાંથી ઉગારે છે. પરિણામે, મોક્ષમાર્ગના પથિકને દુઃખ પણ હિતકર બની જાય છે.
.
• તવ-નિયમ-સંનમહો, વંચનનુવાલપિત્તો
नाणतुरंगम जुत्तो, नेइ नरं निव्वुइनयरम् ॥
જગતના સર્વ જીવો, નવકારરૂપ કુશળ અને સમર્થ સારથિ મેળવી, શીઘ્ર શિવપુરી પહોંચો, એ જ મંગળ કામના.
શ્રી વૃદ્ધનમસ્કારલસ્તોત્ર, ગાથા ૧૦૦.
ને ઝિલમિલાતો જીવનદીપ ઝળકી ઊઠ્યો!”
ઇંગ્લેંડની ધરતી ઉપર બનેલ
શ્રી નમસ્કાર મહામંત્રના પ્રભાવની સત્ય ઘટના
“અખંડ જ્યોત’’ પુસ્તકમાંથી આ ઘટના વાંચ્યા બાદ ડૉ. સુરેશભાઈ ઝવેરીનું સરનામું મેળવી તેમની સાથે પત્ર-વ્યવહાર કર્યો અને દાદર, નાલાસોપારા તથા ડોમ્બીવલીમાં અમારી નિશ્રામાં સભા સમક્ષ તેમના વક્તવ્યનું આયોજન થયું. જે સાંભળી અનેક આત્માઓ નવકાર મહામંત્રની નિયમિત આરાધનામાં જોડાઈ ગયા. હાલ તેઓ અમદાવાદમાં ‘‘અખિલ ભારતીય હિંસા નિવારણ સંઘ''માં માનદ્ મંત્રી તરીકે ખૂબ જ અનુમોદનીય સેવા આપી રહ્યા છે. અહીં ‘‘અખંડજ્યોત''માંથી તેમનું વક્તવ્ય સાભાર રજૂ કરવામાં આવ્યું છે. સંપાદક
-
-
ડૉ. સુરેશભાઈ ઝવેરી
[નમસ્કાર મહામંત્ર જેમના જીવનને પ્રબલ ભૌતિકવાદની દિશામાંથી ઉચ્ચતમ આધ્યત્મિકતા તરફ વાળનારો બન્યો. તે હાર્ટના સ્પેશ્યાલીસ્ટ ડૉ. ઝવેરી (M.D.) એ અમદાવાદ ખાનપુર (માકુભાઈ શેઠના બંગલે) પોષ સુદ ૧૪ થી શરૂ થયેલ ઉપધાન તપ દરમ્યાન મહા વદ-૧ બુધ, તા. ૨૬-૨-૭૫ના રોજ સવારે ૯-૦૦ થી ૧૦-૧૫. મિનિટ સુધી શ્રી નમસ્કાર મહામંત્રના યથાર્થ ગૌરવને ઓળખાવનાર ઝણઝણાટીભર્યા શબ્દોવાળી ૩૨, રંકુંજ સોસાયટી, નારણપુરા ચાર રસ્તા, અમદાવાદ-૧૩ ફોન : ૪૪૨ ૦૫૪. રોમાંચક શૈલિથી શ્રી નમસ્કાર મહામંત્રના
ઇષ્ટ ફળને આપતો, મહામંત્ર નવકાર; અનિષ્ટ સૌ અળગાં કરી, શિવપદને દેનાર.’–૨૬
४०