________________
સર્વકાળના પાપનો નાશ કરવાની શક્તિ નવકારમાં છે.
સર્વ પ્રકારના પાપનો નાશ કરવાની શક્તિ નવકારમાં છે.
સર્વ લોકના પાપનો નાશ કરવાની શક્તિ નવકારમાં છે.
સર્વ રીતે પાપનો નાશ કરવાની શક્તિ નવકારમાં છે.
糖
#
.
*
* નવકારમંત્ર એટલે તાવી-તાવીને ચોખ્ખું કરેલું શબ્દો ત્રણે કાળમાં ફરે નહીં.
શ્રી નવકાર મહામંત્રના જાપની અસર ક્યારે?
છીછરા વાસણમાં વલોણું ન થાય, તેમ અદ્વર- અદ્ધરથી શ્રી નવકારનો જાપ ન થાય.
જાપને એકાગ્રતા જેટલો જ ગંભીરતા સાથે સંબંધ છે. બીજને ધરતીમાં વાવવું પડે છે, તેમ શ્રી નવકારના પ્રત્યેક અક્ષરને ઊંચા ભાવપૂર્વક મન મારફત પ્રાણોમાં પધરાવવો જોઈએ.
અક્ષરમાં રહેલું ચૈતન્ય પ્રાણનો યોગ પામીને પ્રગટ થાય છે, તેથી જાપ કરનારા પુણ્યશાળીની ભાવના અધિક ઉજ્વળ બને છે, અને ઝોક સ્વાભાવિકપણે સર્વોચ્ચ આત્મભાવ–સંપન્ન ભગવંતોની ભક્તિ તરફ વળે.
શુદ્ધ ઘી, નવકારમંત્રની આરાધનાના વાતાવરણથી વિરાધનાની દુર્ગંધ દૂર થાય છે. અને આરાધનાની સુવાસ ફેલાય છે.
* નવકારમંત્રના મહિમાથી વિઘ્નો ટળે, આત્મામાં નિર્મળતા પ્રગટે, વાંછિત ફળે અને અગ્નિ પણ જળરૂપ બને, એવા આ મંત્રનો મહિમા અપરંપાર છે.
ત્રણે કાળમાં નવકારમંત્ર શાશ્વત છે. સનાતન છે. દુનિયામાં બધા શબ્દો ફરે પણ નવકારમંત્રના
લગભગ યાંત્રિક ઢબે થતો, શ્રી નવકારનો જાપ તેની વિશિષ્ટ શક્તિઓના લાભથી જીવને વંચિત રાખે છે.
શ્રી નવકારમાં પંચ પરમેષ્ઠી ભગવંતો બિરાજમાન છે. એવું જાણવા છતાં તેના પ્રત્યેના આપણા પરમ પૂજ્યભાવમાં યાંત્રિકતા અને ઔપચારિકતા કાયમ રહે–તો તે ખરેખર શોચનીય ગણાય.
સ્મરણ કરવા માત્રથી આત્માને જે અકલ્પ્ય લાભ થાય છે, તેના એક લાખમા ભાગનો લાભ પણ અન્ય વિષયને ભાવપૂર્વક સમર્પિત થવા છતાં થતો નથી.
૧૪
ઉલ્લાસપૂર્વક પંચ પરમેષ્ઠી ભગવંતોને યાદ કરવાથી આત્માની નજીક જવાય છે, આત્માની વધુ નજીક જવાથી આત્મભાવને છાજતી પ્રવૃત્તિઓમાં દિલ ચોટે છે, વિષયકષાયોને ભાવ આપવાના પરિણામ મંદ પડતા જાય છે, સ્વાધ્યાય, સંયમ, તપ. આદિમાં અદ્ભુત વેગ આવે છે અને બહિર્ભાવને માફકસરની વિચારણા વધુ સૂક્ષ્મ બનીને આત્મભાવનો પક્ષ કરે છે.
ભવને વિવિધ પ્રકારે ભાવ આપીને ભાવથી આપણે નાના તુચ્છ ન બન્યા હોત, તો શ્રી નવકાર આપણને આજે તરત ફળતો જણાતો નથી તે જ નવકાર વડે આપણે જગત આખામાં દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માની સર્વોચ્ચ ભાવનાની ભૂરીભૂરી પ્રભાવના કરી શક્યા હતા.
પંચ પરમેષ્ઠી ભગવંતોને યાદ કરવાના અવસરે જ બીજી બીજી વાતો આપણા મનનો કબજો લઈ લે અને આપણે તે ચલાવી લઇએ તો તે આપણી કાયરતાની નિશાની ગણાય.
પંચ પરમેષ્ઠી ભગવંતોનું ભાવપૂર્વક સતત
જો ઇચ્છો ખરી જાગૃતિતો સદા સ્મરો નવકાર પ્રમાદ ન પીડે કદી-કષાય ન આવે દ્વાર.’૧૩
சு
ભૂતકાળમાં આપણા પૂર્વજોએ પ્રભુજીના પરમ તારક શાસનની પ્રભાવનાનાં જે મહાન કાર્યો કર્યાં છે, તે પ્રકારના સર્વમંગલમય કાર્યો આજે આપણે પણ કરી શક્યા હોત.
(‘‘અખંડ જ્યોત’’માંથી સાભાર)