Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
1
કપ
૧૮ર
જૈન શ્વે. કૉન્ફરન્સ હૈરછ. આ જોતાં શ્વેતામ્બર જૈન ગૃહસ્થોએ તો વિદ્યાવૃદ્ધિના કામ માટે અત્યંત જરૂરી એવું“સુકૃત ભંડાર ફડ” જેમ બને તેમ વધારે મોટું બનાવવા માટે મોટી મોટી સખાવતો કરવી જોઈએ એટલું જ નહિ પણ પ્રત્યેક જૈને ઉપર કહેલું ફંડ કૉન્ફરન્સ ઓફીસ જોગ નિયમિત રીતે દર વર્ષે મોકલી આપવું જોઈએ; વળી કોન્ફરન્સના પ્રાંતિક સેક્રેટરી સાહેબ તથા દરેક સંઘ અને નાતના આગેવાનોએ પોતપોતાના ગામ, સંઘ કે નાતમાંથી તે ફંડ ઉઘરાવવા માટે પિતાની સત્તા અને લાગવગનો ઉપયોગ કરવો જોઈએ. અને જે જે ગામોમાં કરન્સના ઉપદેશક આવી પહોંચે તે તે ગામના અગ્રેસરેએ તે ઉપદેશકને સદરહુ ફંડ ઉઘરાવી આપવાનું તેમજ કૅન્ફરન્સના ઠરાવો અમલમાં મૂકાવવાને લગતા તે ઉપદેશકના પ્રયાસોને જોઈતી સગવડ કરી આપવાનું ધ્યાનમાં લેવું જોઈએ.
આ પ્રમાણે ખરે રસ્તે જે આપણે મહેનત કરીશું તો ટીપે ટીપે સરોવર ભરાય” એ કહેવત મુજબ દર સાલ ઓછામાં ઓછી ૧-૨ લાખ રૂપીઆ (માત્ર ચચ્ચાર આનાના ફંડમાંથીજ) મેળવી શકીશું અને તે વડે હજારે જેનોને કેળવણીમાં આગળ વધારી શકીશું. અફસોસની વાત છે કે હાલ આપણી પાસે કેળવણીખાતે લગભગ રૂ. ૫૦૦ ). જેટલીજ શાલીક પડી છે, અને પાઠશાળાઓને તથા વિધાર્થીઓને દર માસની મદદના લગભગ રૂપીઆ ૧૫૦૦ દેવાના છે.
આપણા મુનિરો પણ પોતાના શ્રદ્ધાળુ જૈન ભાવિ તરફ દયાબુદ્ધિ કરીને જે તેમને સુખી કરવાનું મન પર લે તે જ્યાં જ્યાં વિહાર કરવાનો પ્રસંગ મળે ત્યાં ત્યાં ચાર આના માટે ઉપદેશ આપતા રહે અને તેમની સલાહનો સ્વીકાર કરવા કઈ ગામ કે કોઈ વ્યકિત આનાકની કરે જ નહિ; અને આ પ્રમાણે વગર મુશીબતે દરસાલ હજારો રૂપીઆ કેળવણુ જેવા ઉત્તમ કામ માટે એકઠા થઈ સેંકડો જેનો ભણીગણી વિદ્વાન બને.
એક સવાલ ખાસ લક્ષમાં રાખવા જેવો છે; તે એ છે કે, આજકાલ ભણેલાઓ ઉપર સ્વાર્થીપણાનો જે આરોપ મૂકાય છે તે આરોપ, જે જૈન ભાઈઓની મદદથી કેળવણી ફેલાવવાની રૂઢી ચાલશે તે, ભવિષ્યમાં ઉમે રહેવા પામશે નહિ. કારણ કે, તેઓ જૈન સંઘના પ્રતાપેજ આબાદ થવાથી તેમના હૃદયમાં સ્વાભાવિક રીતે જ ઉપકારની લાગણી પેદા થશે અને જેમ બીજા જેનોએ તેમને સુધારી ઠેકાણે પાડવા તેમ તેઓ પણ જીવતો દાખલો જેવાનો મળેલો હોવાથી તથા પ્રબળ ઉપકારવૃત્તિ ઉત્પન્ન થયેલી હોવાથી બીજાઓને મદદ આપી ઠેકાણે પાડવા તથા જૈન સંઘની સેવા બજાવવા પ્રેરાશે. જેઓ આત્મભોગ ન આપી શકતા હોય તેમને ધીકારવાથી કાંઈ તેઓ સુધરશે નહિ પણ આત્મભોગ અને સેવા બુદ્ધિનો જુસ્સો બીજાઓમાં પ્રેરવા માટે આપણે જાતે એવાં કામો કરી બતાવીને મુંગી રીતે બીજાઓને તે રસ્તે વાળવા જોઈએ. આપણી એટલે સંઘની મદદથી આપણે જે લોકોને કેળવીશું તેઓ સેવા બુદ્ધિ શીખ્યા વગર કદી નહિ જ રહે; અને એ પ્રમાણે આખા વર્ગમાં ક્રમે ક્રમે સેવા બુદ્ધિ અને આત્મભોગના ગુણો પ્રગટી નીકળશે અને જેનવર્ગમાં કેળવણી અને શાન્ત વિવેજ્યુક્ત સુધારે પ્રચાર પામશે.