Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
સ્વીકાર અને સમાચના.
૨૩૧
સ્વીકાર અને સમાલોચના.
કચ્છી વીસા ઓસવાળ (દેરાવાસી) જૈન પાઠશાળા -મુંબઈ ૮ મે વાર્ષિક રિપોર્ટ આ જૈન પાઠશાળા મુંબઈમાં જીવતી અને જાગતી ચાલે છે તે જાણી આનંદ થાય છે. આપણી ઘણી જૈન પાઠશાળાઓ માંડમાંડ નભતી વખતે સૂઈ જતી, વળી પગભર થતી, અને પાછી મૃત થતી જોવામાં આવે છે, તેમજ કેટલીકમાં સારી રીતે શિક્ષણ અપાતું નથી, વળી કેટલીક સારી રીતે શિક્ષણ આપતી હોય તે તેને માટે સ્થાનિક ગૃહસ્થો તરફથી કે કોઈ સખી ગૃહસ્થ કે સંસ્થા તરફથી પોષણ મળતું નથી. આમ અનેક અનેક કારણોને લઈને જૈનશાળાઓથી મળતા ધાર્મિક શિક્ષણને પ્રસાર ઉગતી પ્રજામાં થઈ શકતો નથી આ જાણી અમોને અત્યંત ખેદ થાય છે. આની અપેક્ષાએ જ્યારે અમુક સંસ્થાઓ જાગતી જવતી જોવામાં આવે ત્યારે આનંદ કેમ ન થાય ? અવશ્ય થાય જ.
આ પાઠશાળામાં ધાર્મિક સાથે વ્યાવહારિક જ્ઞાન આપવામાં આવે છે. દરેક શિક્ષણ ક્રમ ઘણો માર્ગદર્શક, સરલ, અને પદ્ધતિપુર:સર રાખેલ છે તેને માટે તેના કાર્યવાહી અને નિયંતાઓને ધન્યવાદ ઘટે છે. સેક્રેટરી રા. રા. નાનચંદ માણેકચંદ મહેતાના પરિશ્રમને પરિણામે વ્યવસ્થા બહુ સારી રખાઈ છે તેથી તેને ઉપકાર આ સંસ્થાએ સ્વીકારવાનો છે. અમે આમાં રાખેલ શિક્ષણક્રમ દરેક પાઠશાળાને જોવા વિચારવાની ભલામણ કરીએ છીએ અને આની ઉન્નતિ શિક્ષણમાં વધુ થાય એ ઈચ્છીએ છીએ, જેમાં જ્ઞાનના પ્રસાર સાથે જ જેન કેમની ઉન્નતિ છે અને તેમાં રહેલ કુસંપ, સહિષ્ણુતા, અધેર્ય અંધતા, એ સર્વનો નાશ છે. તો Deeper and deeper let us roll, In the mines of knowledge. જ્ઞાનના ભંડારોમાં જેમ ઉડા ને ઉંડા જવાય તેમ ચાલો આપણે બધા વિહરીએ.
રે વિનવા પુ. ૫. અં. ૨ મે. ૧૮૧૩. પૃ. ૪૦ આ નામનું દિગંબરીય માસિક મરાઠી ભાષામાં રા. આર. આર. બોરડે, વકીલના તંત્રીપદ નીચે નીકળે છે અને તેના પ્રસિદ્ધકર્તા કૃષ્ણાજી રામચંદ્ર લાટકરગામ ની વાણી છે દરેક ભાષામાં જેનધર્મની ઉપયોગિતા, અને તેમાં રહેલું રહસ્ય સમજાવવા માટે, તેમ જ તે તે ભાષા બોલતા જૈન ધર્માવલં. બીઓના બેધ માટે જેનપત્રની ઘણી જ જરૂર છે, અને આવી જરૂર દિગંબર બંધુઓ પીછાની શક્યા છે જાણીઘણો આનંદ થાય છે અને તેની જરૂર કવેતાંબર બંધુઓ પીછાનશે એમ અમે આશા રાખીએ છીએ. દિગંબર બંધુઓનાં ત્રણ માસિક પત્રો જાણ્યામાં છે. જેના હિતેષી. હિંદી ભાષામાં કે જે વિદ્વાન બંધુ નથુરામ પ્રેમી સંપાદિત કરે છે. તે મુંબઈથી નીકળે છે. ૨. આ પત્ર મરાઠીમાં, ૩ દિગંબર જૈન ગુજરાતીમાં સુરતથી નીકળે છે.
આ પત્રમાં વિશેષ સારા અને ઉપયોગી લે લાવવાની જરૂર છે. મરાઠીમાં રા. તાત્યા પાંગળે સારા લેખક છે અને તેવા બીજા સારા લેખકોને વિનતિ કરી તેમના તરફથી આવતા લેખો પ્રસિદ્ધ કરવામાં આવે તો આ માસિક આથી ઘણું વધુ દીપી શકે તેમ છે, એકંદરે આમાં આવતા લેખ સાદી અને સરલ ભાષામાં લખાયેલા છે, અને તેથી