Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
નિવિજ્યને મહામંત્ર.
બેડીઓ અને કાળની ફાંસીને તેડીને અક્ષય મોક્ષમંદિરના સુખસિંહાસન પર આરોહણ કરી શકાય છે. એ સમજે છે સહુ, પણ તેને સદુપયેગ કોણ કરે છે? એ મનની ચંચળતાઅનિશ્ચિતતાની કંઈ હદ કે સમાજ નથી ! ખરેખર એ મન એકાદ બહાના અજ્ઞાન બાળક જેવું જ છે. ન્હાનું, તેરાની છોકરું જેમ રડીને એક રમકડું લે છે, તરત જ તેને મૂકી દઈ બીજું ઉપાડે છે, પળમાં તેની પણ એજ દશા કરીને ત્રીજાની ઈચ્છા કરે છે! દુધ અને ભાત એકઠી કરે છે, એકઠા થયા પછી તેને જૂદા કરી દેવાની હઠ લે છે! પિતાને હાથે જ એકાદ રમકડું ભાગી-ફોડી તેના કકડા કર્યા પછી તેને જ પાછું સાજું કરી દેવાનું અનિવાર્ય તોફાન મચાવે છે; સમજાવ્યું સમજતું નથી; બીજું એવું રમકડું લાવી આપતાં પણ શાંત થતું નથી, બસ, એને તે પેલું ભાગેલું જ સાજુ કરવું છે ! મનની પણ એ જ દશા છે. તે એક વસ્તુ છેબીજીને ઉપાડે છે, બીજી હજી હાથમાં નથી આવી ત્યાં તે ત્રીજીપર વૃત્તિ દોડાવે છે. એક ફેકે છે, બીજું ફેડે છે, અને એવી મનમાની ભાંગફોડ કર્યા પછી તેને માટે પશ્ચાત્તાપ કરતું માથાં પીટે છે! કોઈ એક વસ્તુ જોઈ દષ્ટિસંમોહન થયું, તેનાં વખાણ સાંભળ્યાં એટલે તેની પ્રાપ્તિની ઈચ્છા જાગી ! ઈચ્છામાંથી આતુરતા અને તેમાંથી તન્મયતા પ્રકટી ! તેને માટે સતત પ્રવૃત્તિ સેવતાં જ્યાં સુધી તેની પ્રાપ્તિ નથી થતી, ત્યાં સુધી તેની પ્રીતિની અતિવ્યાપ્તિને કાંઠ કે કિનારે જ હેત નથીતેના માનસિક વેગના મુખ્ય મથક મોહની કશી મર્યાદા જ નથી જણાતી ! અને તેને મેળવવા માટે તન-મન-ધન-આત્મા–આલોક-પરલોક-દાન-ઇમાન જે કંઈ કહે તે સર્વસ્વની શાન્ત આહુતિ આપવી તેની કંઈ સીમા જ નથી હોતી ! આમ, સર્વસ્વ અર્પણ કરવા છતાં તે ન મળે ત્યાંસુધી શાન્તિ-તૃપ્તિ કે અલબુદ્ધિ જ નથી થતી ! મનનો એ કેવો દુરાગ્રહી સ્વભાવ !
એ મેળવ્યા પછી તેનું કેવા નથી રક્ષણ કરીશ, કેવા કેવા આનંદથી તેને ઉપભોગ કરીશ, જે વિના એક ઘડી પણ છવાતું નથી, તેને કેવા જીવના જોખમે જાળવી રાખીશ, અરે ! એક પળ પણ વિખુટી પડવા નહિ દઉં, આટલો સમય તે તેના અભાવે " ચાલ્યું કેમ હશે એ એક આશ્ચર્ય છે! મળ્યા પછી મરતાં પણ જૂદી નહિ કરું.” આવી આવી અનેક વિચારમાળામાં અટવાતું એ જ મન મહાપરિશ્રમે અને મહાન ભોગે એ હૃદયસ્ય વસ્તુને પ્રાપ્ત કર્યા પછી કિંચિત કાળમાં જ તેનાથી ધરાઈ રહે છે. એકવાર મળી એટલે થોડા જ સમયમાં તે અતિ સામાન્ય તુચ્છ જેવી જ તેને જણાય છે, એ કેટલું બધું આશ્ચર્ય ? હથિયારનાં ઉતરી ગયેલાં પાણીની પેઠે, પાણીના વહી ગએલા રેલાની પેઠે, પ્રાણીના પ્રાણ જવા પછી પડી રહેલા મૃત શરીરની પેઠે, એ વસ્તુ હાથમાં આવતાં જ પ્રાપ્તિની પ્રબળ ઈચ્છામાંથી આતુરતાનું પાણી ઉડી જતાં, પ્રાપ્ત વસ્તુને મોહ-આદરહેની કિંમત અને એ સર્વનું કુતુહલ શાન્ત થાય છે ! મોહ ઉતરી જતાં કિંમત ઘટી જાય છે! દૂરથી હીરાકણ જેવી કિંમતી જણાતી વસ્તુ કરગત થતાં કાચના કટકા જેવી કોડીની થઈ પડે છે ! એટલું જ નહિ પણ સર્વ પ્રતિજ્ઞાઓને પાણીમાં પલાળતી માનસિક ચંચળતાન એ મહાયને મેળવેલી વસ્તુને પણ એવી જ રીતે આગળ એકઠી કરેલી અને પાછળથી નકામી ઠેરવેલી બીજી ખૂણે પડેલી નિર્માલ્ય વસ્તુઓમાં ભેળવી દે છે! તેને એકાદ અંધારા ખૂણામાં ધકેલી દે છે, જ્યાં પાછું હેનું સ્મરણ કરવાને અવકાશ પણ ઓછો