Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૯૪
જૈન ફ્રાન્સ હેરલ્ડ.
પ્રમાણે વવું, એ શ્રેષ્ઠતા છે, નહીંતા તમારી પ્રવૃત્તિ નીચે બતાવેલા શ્લેષ્ઠામાં વર્ણ વેલી હકીકત મુજબ ગણાશે.
तस्माद् गतानुगत्या यत् क्रियते मूत्रवर्जितम् । ओघतो लोकतो वा तदननुष्ठानमेवहि || अकामनिर्जरांगत्वं कायक्लेशादि होदितम् । सकामनिर्जरा तु स्यात् सोपयोग प्रवृत्तितः ।।
ભાવાર્થ—માટે ગતાનુગતિકપણાએ કરી, શાસ્ત્રાના નિયમેાતે દુર મુકી, એઘસ જ્ઞા કે લોકસંજ્ઞાથી જે અનુષ્ટાન કરવામાં આવે, તે અનુઢ્ઢાન નથી પણ અનુષ્ઠાન છે. આવા અનનુષ્ઠાનથી કાયલેશાદિક થવાથી ઉપયોગ વિનાની ક્રિયાને લઈને, અને શરીરાદિકને કષ્ટ આપવાથી અકામ નિર્જરા થાય. પણ સકામ નિર્જરા તા શાસ્ત્રયુક્ત, ઉપયોગ સહીત જે ક્રિયા કરવામાં આવે તેનાથીજ થાય છે.
વિવેચન—લોકો શું કહે છે તેની પરવા વિના, શાસ્ત્રામાં શું લખે છે તેની દરકાર વિના, ગુરૂ શું ઉપદેશે છે તેની અપેક્ષા વિના, શું અને શામાટે આ હું કરૂં હું તેના વિચાર વિના, શૂન્યપણે અમુક જાતની ધાર્મિક પ્રવૃત્તિ કર્યા કરવી, એને આધસ’જ્ઞા કહેવામાં આવે છે; અને શુદ્ધ સમજીને કરવા જશું તેા તીના ઉચ્છેદ થઇ જશે, એમ ખેલનારાઓ, લોકા જેમ કરે છે તેમ કરવું, એવી શ્રદ્વાવાળા લોક્સજ્ઞાવાળા કહેવાય છે. ગતાનુગતિક એટલે એકબીજાની દેખાદેખી અંધપરંપરાની માક અગર બીજી રીતે કહીએ તે ગાડરીયાપ્રવાહની માકક સમજાવીને શાસ્ત્રોક્ત વિધિ નિરપેક્ષ વનારાએ આધસજ્ઞાથી કે લાસનાથી જે ધર્મક્રિયા કરે છે, તે ક્રિયાને યશોવિજયજી મહારાજ ધર્મક્રિયા જ નથી માનતા, અને તેવી ક્રિયાથી કાયાને ક્લેશ આપવાથી અકામ નિર્જરા માત્ર ભલે થાય પણ સકામ નિર્જરા તેા ઉપયોગ સહીત ક્રિયા કરવાથીજ થાય છે.
ઉપરની હકીકત ઉપરથી વાચક વૃન્દ સમજી શકશે કે, જનપણું કહેવરાવવું એ સહેલું નથી અને કેટલાએક જૈનાભાસા પોતામાં જૈનપણાનું મિથ્યાભિમાન રાખી કહેશે કે “ અમે જૈન છઇએ, જૈનની ક્રિયા કરનારા છઇએ, જૈનધર્મ પાળનારા છઇએ ’” તેવાને ઉપરના શ્લોકા મનન કરવા જરૂર છે. જોકે કેટલાએકામાં સામાન્ય રૂચિ, જૈનધર્મના ક,રમાતા ઉપર અથવા તેા જૈનીય ક્રિયા ઉપર અંતઃકરણમાં સ્ફુરતી હોય, અને તેને લઇને તેવાઓ એમ માની લેતા હોય કે અમારામાં શ્રદ્ધા છે, તે તેવી સમજવાળા તે વિચારમાં કેટલીક વખત છેતરાવા સંભવ છે, કેમકે શ્રદ્ધા કાંઈ જુદીજ ચીજ છે, અને મેહ જુદી ચીજ છે, કુલધર્મને લઇને, લાંબાકાળના પરિચયને લઇને, અથવા તેા તેવાં ખીજા કારણેાને લઇને કેટલાકાને અમુક ક્રિયા ઉપર, અમુક ધર્મ ઉપર, અને અમુક ધર્મના અંગ ઉપર, એક જાતને મેાહ થઇ જાય છે, જે મેહની કસોટી કેટલીક વાર સફળ, અને કેટલીક વાર નીષ્ફળ નીવડે છે. સત્ય શ્રદ્ધા તેથી જુદીજ ચીજ છે. શ્રદ્દામાં યથાર્થ દૃષ્ટિ છે, ત્યારે માહમાં આગ્રહ પેદા થાય છે. આ હકિકત બહુ વિચાર કરવાથી, અને પોતાના અંતઃકરણને પૃષ્ટવાથી, વિચારશીલાને સમજાય તેવી છે. ખીજી રીતે શાસ્ત્રમાં એમ પણ કહેલું છે કે, વ્યવહારથી સમ્યકત્વ આરેાપણ કરી, જેન બતાવવા, અને તે ક્રમશઃ શુદ્ધે વ્યવહારસેવનથી, સત્સંગથી, સત્ત્શાસ્ત્રપરિ