Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૪૮
શ્રી જૈન કૅન્ફરન્સ હેરા, आपणने ऐक्यभावनानी जरुर छे.
લખનાર:-પ્રેફેસર નરભેશંકર પ્રાણજીવન દવે M. A.
સંખ્યામાં હિંદુસ્તાનની વસ્તી દુનિયાની વસ્તીને પાંચમો ભાગ ગણાય છે. તેનું ક્ષેત્રફળ પણ અજબ વિસ્તારવાળું છે; અને તેમાં પણ દુનિયાના કોઈપણ દેશ કરતાં આ દેશ ચડી જાય છે. કાશ્મીરથી કન્યાકુમારી અને કરાંચીથી બ્રહ્મદેશ પર્યત અતિ વિસ્તારવાળા આ દેશમાં કુદરતની અનેક રમણીય લીલાઓ પણ જોવામાં આવે છે. સૃષ્ટિસંદર્યમાં બેશક આ દેશ અનુપમ છે. બહ્મપુત્રા અને સિંધુ જેવી સરિતાઓ, હિમાલય અને વિધ્યાચળ જેવા પર્વત, કાશ્મીર અને ગુજરાત જેવા દેશે, અનેક જાતના લેકે, અનેક જાતની ભાષાઓ, તરેહતરેહના રીતરીવાજો, અને અનેક દેશી રજવાડા ઉપર ચંદ્રમુકટ પેઠે વિરાજતું અગ્રેજના જેવું રાજ્ય, આ બધાં અહીંના જેવાં દુનિયાના કોઈ અન્ય દેશમાં નથી. પરંતુ સાથે સાથે અનેક જાતના સંપ્રદાય અને મતમતાંતર અને તેમાંથી ઉપજતા અનેક પ્રકારના વહેમ, સેંકડો નાતે અને તેમાંથી ઉપસ્થિત થતે કલહ, બાળલગ્ન ઈત્યાદિ બુરા રિવાજના પરિણામે થતી દુર્દશા, અને સાંસારિક રીતરીવાજની વિચિત્ર ભિન્નતાને લીધે અરસપરસ થવી જોઈતી શુભ ભાવનાની ખામી; ઈયાદિ અનેક કારણોને લીધે, પણ મુખ્યત્વે કરીને દેશના અતિ વિસ્તારને લીધે પ્રજામાં ઐકય ભાવનાની ગેરહાજરી; આ બધાં પણ અહીંના જેવાં અન્ય કોઈ સ્થળે જોવામાં આવતાં નથી.
આજથી લગભગ પાંચ હજાર વર્ષ પૂર્વે આપણુ આર્ય વડવાઓ મધ્ય એશિયાના ઉચ્ચ પ્રદેશમાંથી આ તરફ ઉતરી આવ્યા. આ સમય અગાઉની પણ કેટલાક વિદ્વાને આર્યોની પ્રાથમિક સ્થિતિ સૂચવે છે; પણ તે ઈતિહાસ હજી બરાબર અજવાળામાં આવ્યા નથી. આ ઉતરી આવેલા આ પ્રથમ પંજાબમાં વસ્યા. ત્યાંથી ગંગા જમનાના પ્રદેશ તરફ અને વિંધ્યાચળ તરફ તેઓ વધી આવ્યા. અને તેટલે પ્રદેશ આર્યાવર્તના નામથી ઓળખાવા લાગ્યો. દક્ષિણ તરફ અને પશ્ચિમ હિંદુસ્તાન તરફ તેઓ પાછળથી વિસ્તરેલા જણાય છે. આ દેશમાં તે વખતે મૂળવતનીઓ પણ રહેતા હતા; પણ સુધરેલ આર્યો આગળ તેઓ જંગલી પશુવત્ ગણાવા લાગ્યા. આર્ય લકે તેમને અનાર્ય કહેતા. વેદમાં તેમને દસ્યુ કહ્યા છે; પાછળથી અસુર અને છેવટે રાક્ષસે પણ તેઓ કહેવાતા હતા.
અભ્યદય અને નિઃશ્રેયસ્ એ દરેક મનુષ્ય તેમજ પ્રજાના જીવનની મુખ્ય ભાવનાઓ હોય છે. વ્યવહાર અને ધર્મ એવી બાબત છે કે તેમના ગૂઢ અને ગહન અને મનુષ્યના જીવનમાં કોઈને કોઈ કાળે ઉત્પન્ન થયા વિના રહેતા નથી; અને પ્રજાનો ઈતિહાસ એ ભાવનાઓની રેખા સ્પષ્ટ બતાવી આપે છે. આપણું પ્રાથમિક આર્ય વડવાઓને અભ્યદયની ચિંતા નહોતી. દેશ વિશાળ હતો; જમીન પુષ્કળ હતી; ખેતીનાં સાધને તૈયાર હતાં; – િગાતી અને પાણી પકળ હતું, તેથી ખેતી આબાદ સ્થિતિમાં હતી; અને