Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
આ જૈન કૅન્ફિરન્સ હરહ. नैतिक अने धार्मिक शिक्षण,
લખનાર--રા. રા. હાકેમચંદ હરજીવન મણિઆર. M. A. I L. B.
આધુનિક સમયમાં ઈગ્લીશ કેળવણી લેનાર યુવક વર્ગ તરફ અને તેજ પ્રમાણે તેઓ મોટી ઉમરના થાય ત્યારે પણ તેમના સંબંધમાં એવી ફર્યાદ કરવામાં આવે છે કે તેઓને સ્વધર્મ સંબંધી જ્ઞાન જરા પણ હોતું નથી. કેટલાક સુંદર અપવાદો શિવાય આ વાતમાં કાંઈક સત્ય સમાયેલું છે, તે વાતની ના કહી શકાય તેમ નથી. એક તે દેવવશાત્ અધુના ભારતવર્ષમાં ધર્મોપો અને ઉપપ એટલા બધા વધી ગયા છે કે તેમની ગણત્રી સેંક
થી થવા જાય; જ્યારે બીજી બાજુથી સાર્વજનિક લાભાર્થે ચલાવવામાં આવતી સરકારી શાળાઓ અને મહાશાળાઓમાં તે બધા પથેના શંભુમેળાને માટે બંધબેસતી કોઈપણ ગોઠવણ થવી તદન અશક્ય અને અસંભાવ્ય લાગે છે. પિતાના બાળકોને પિતાનાજ ધર્મનુંપંથનું–શિક્ષણ આપવું એવી દરેક સુજ્ઞ અને સુહૃદ માતાપિતાએ પિતાની પવિત્ર ફરજ માનવી જોઈએ. પાશ્ચાત્ય પ્રજાઓ અર્વાચીન સમયમાં પિતાના બાળકોને ધાર્મિક શિક્ષણ કેવી રીતે આપે છે તે તરફ નજર કરશું તે, અને પ્રાચીન સમયમાં આપણે આ વડવાઓએ આ વિષય પરત્વે શું શું પ્રબંધો રહ્યા હતા તેનું નિરીક્ષણ કરશું તે જણાશે કે વડિલે અને ધર્મોપદેશકોને જ માથે આ મહત્વની અને અર્થસૂચક ફરજ રાખવામાં આવેલ છે. પ્રજાની નીતિરીતિ સુંદર બને, પ્રજામાં ધાર્મિક લાગણીઓ સુદર રહે, અને ઐહિક અને પારલૈકિક સુખસંપત્તિને માટે લાયકાતવાળા બનવા લેક સુવિનીત અને સત ચારિત્ર્યસંપન્ન બને તે જેવા, તેવો પ્રબંધ રચવા, અને સંબંધી સતત પ્રયાસ કરવા માટેજ ધર્મગુરૂઓનું અસ્તિત્વ જરૂરનું અને ઉપયોગી ગણાય; પણ જે પિતાના વિશેષ સિદ્ધાંતનું શિક્ષણ અજ્ઞાત શિશુજનોને અને ખિલતી પ્રજ્ઞાવાન યુવકેને ન અપાય તે પછી માત્ર
દર પુરનાર સ્વામી અને સાધુઓનું શું પ્રયોજન ? શા માટે તેવા બિનઉપયોગીઓને પોષવા ? આવા આવા વિચાર મનમાં વારંવાર આવતા હોવાથી, “હેરાલ્ડ”ના વિદ્વાન મંત્રી તરફથી “કાંઈક ” લખવાનો આગ્રહ થતાં સ્વધર્મની સેવા કરવાને માટે યોજવામાં આવેલ આ પત્રમાં આ વિષય પર માસ છૂટાછવાયા વિચારો રજુ કરવાનું સુગમ અને પ્રાસંગિક પણ લાગ્યું.
પ્રથમજ પ્રશ્ન એ ઉદ્ધવે છે કે ધર્મ શબ્દની વ્યાખ્યા-અર્થ-શું ? મારા નમ્ર મત પ્રમાણે તે પારલેકિક ઈશ્વર પ્રાપ્તિ-કેવલ્ય-અને તદર્થ ઐહિક શુદ્ધ સાત્વિક જીવન એજ ધર્મને હેતુ હોઈ શકે અને જે જે સાધનો અને ક્રિયા દ્વારા આ બને સાધી શકાય તેજ ધર્મ. આ ગ્રંથમાં ધર્મના બે વિભાગ પાડવામાં આવેલ છે. એક તો “સામાન્ય” ધર્મ કે જેની અંદર સર્વસામાન્ય અને સર્વસંમત નતિનાં મૂળતત્વો -ઉંચા સિદ્ધાંતો જેવા કે સત્ય બેલવું, ચોરી ન કરવી, પ્રાણી માત્ર પર દયા રાખવી, ક્ષમાવાન થવું, કેદને દ્રહ ન કર, હિંસા ન કરવી, કોઈ પણ ઉપદ્રવ કરતા ન થવું, ઈત્યાદિ સમાવેશ થઈ જાય છે ત્યારે