Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 369
________________ ફુટ નોંધ. ૪૩ પાછળ ખર્ચ કરવો પડે, તેવા માણસોને પિતાના ઘેર જમા રખાયેલી ધર્માદાની રકમો હાઇ કરવાની ઇચ્છા થાય એમાં આશ્ચર્ય શું? માટે નીતિનાં ભાષણ આપવાથી, ધર્મના તત્વજ્ઞાનનું વ્યાખ્યાન આપવાથી કે સુધારાના સવાલો પર ભાર મુકવાથી–માત્ર એવી ખાલી વાતોથી જ કોઈ જનસમાજ નીતિવાન બની શકવાની આશા રાખશે નહિ. માર્ગાનુસરીને પ્રથમ કાનુન એ છે કે “ન્યાયસંપન્ન દ્રવ્ય મેળવવું એ એક કાનુનમાં– (૧) ન્યાય-અન્યાય સમજવાની-વિચારવાની શકિત. (૨) દ્રવ્ય મેળવવાના રસ્તા-ધંધા કે નોકરી-કરવાની આવડત (૩) ધંધા કે નોકરીમાં હરીફાઈ વચ્ચે આગળ રસ્તો કરવાની ધીરજ અને મને બળ. આ ત્રણ તત્વોને સમાવેશ થાય છે. જેનામાં તે નથી તે શુદ્ધ ‘શ્રાવક બની શકે જ નહિ. “શ્રાવક' કોણ? પરમાત્માનાં વચનો (લખાયેલાં, પ્રેરાયેલાં કે બેલાયેલાં) શ્રવણ કરે અને તેથી પરમાર્થ માટે જ પિતાનું જીવન છે એવો ખ્યાલ પૂરેપૂરો પામે એવો પુરૂષ. શ્રાવકે કોણ? દુનીઆના સ્વયંસેવકે –જગતના “લંકીઅર–પાણી સૃષ્ટિના સહદરે-વિશાળ પટવાળા સાગર. શ્રાવકે કોણ? ઘર બાળીને તીર્થ કરે તેઓ (“તીર્થ' એટલે તારે એવું કામ, જગતને ઉદ્ધાર કરે એવું કામ–બળ બુદ્ધિ કે સુખ કોઈને જેનાથી મળે તેવું કામ). શ્રાવક કોણ? દુઃખની બુમ સાંભળી માને કેળીઓ પણ પાછા ફેંકી દે છે. શ્રાવકે કોણ? દરરોજ બાર ભાવનાઓમાં એકવાર ડુબકી મારે જ અને એ દ્વારા આખા વિશ્વથી એકતા અનુભવે છે. શ્રાવકે કોણ? પ્રાતઃકાળમાં સુસ્તીને ફેંકી દઈ એ શ્રેષ્ટ મહતમાં સામાયિક-સમાધિ ધરીને પરમાત્માની શક્તિને કરો પિતામાં ઉતારી લે અને એ શક્તિ વડે આખો દિવસ ઉધમ કરે અને એ ઉધમમાં કાંઈ દોષ થઈ ગયો હોય તો સાંજે “પ્રતિક્રમણ” વડે દોષનું સ્મરણ કરી પશ્ચાત્તાપ કરી લે છે. આમ “શ્રાવપણું” એ પવિત્ર જીવન છે, વ્યવહારૂ ધર્મ છે. અને અમને ખાસ કરીને આ જમાનામાં તે એ વ્યવહારૂ ધર્મ જ જોઈએ છે; હરીફાઈના આ જમાનામાં-ઓછી તાકાદ અને ઓછી પુન્યાવાળા આ જમાનામાં આપણે ધર્મનું તદ્દન વ્યવહારૂ-પ્રેકટીકલ સ્વરૂપ જ જોઈએ છે, કે જે આપણું વર્તન શુદ્ધ કરે અને જે આપણને પવિત્ર ઉદ્યોગ કરવા માટે જોઈતો વખત પૈસે અને શરીરમળ મેળવતાં અટકાવે નહિ પણ ઉલટું આપણું તે સઘળી દિશાનું બળ વધારે. જે વખતે આપણી પાસે પૈસો અને શરીરબળ તથા ફુરસદ ત્રણે પુષ્કળ હતાં તે વખતે ધામધૂમો પાછળ જે ખર્ચ કરાતાં તે પાલવતાં. આજે તે આપણે ભરી રહ્યા છીએ. શરીરની કમજોરીમાં, પૈસાની કમજોરીમાં, બુદ્ધિની કમજોરીમાં, સ્વતંત્રતાની કમજોરીમાં આપણે સડીએ છીએ. તેવા વખતે જેઓ પાસે એમનું હું પણ “ર” રહેવા પામ્યું હોય હેમણે વ્યવહારૂ રસ્તે જ હે ઉપગ કરવો જોઈએ. ભાઈઓ ! હમારાં જૈન બાળકો જમાનાની હરીફાઈમાં ઉતરી પ્રામાણિક રીતે દ્રવ્ય સાધન કરી શકે એવું જ્ઞાન તેમને આપવામાં તમારા ખજાનાને અને ચાલુ આમદાનીને બને તેટલો ભાગ આપે અને ધર્મનું પહેલું પગથીઉં જે “માનુસારીપણું' અને તેને પહેલે પાયે જે “ન્યાયપાર્જિત વૈભવ તે મેળવવાને લાયક તેઓને બનાવો. વિધેજિક યોજના એ જ માટે છે, માટે જેટલે જેટલે રસ્તે અને જેટલા જેટલા પ્રમાણમાં હમારાથી બની શકે તે રસ્તે અને તે પ્રમાણમાં તે જનાને મજબૂત કરી સ્વાર્થ અને પરમાર્થ બને સાધવાને લાભ લ્યા,

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420