Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
५००
જૈન કૅન્ફરન્સ હૈરલ્ડ. ૧ આયુર્વેદ મહામંડળના મંત્રી પં. જગન્નાથપ્રસાદ શુકલ દારાગજ–
પ્રયાગ-(અલ્હાબાદ) ૨ રા. ૨. વૈધ જટાશંકર લીલાધર ત્રિવેદી સંપાદક—વૈવકલ્પતરૂ અમદા
વાદ-રીચીડ. ૩ વૈદ્ય જાદવજી ત્રિકમજી આચાર્ય. સંપાદક-આયુર્વેદિય ગ્રંથમાળા-કેટ મુંબઈ અથવા નીચે દર્શાવેલા મારા શીરનામે-ગમે તે એક સ્થળે હાલ તે માત્ર હકીકત પ્રકટ કરવી.
ગ્રંથ પ્રકટ કરવા માટે–ગ્રંથ જેની વ્યવસ્થા નીચે હોય તે ગૃહસ્થ અથવા કમીટીદ્વારા અથવા કોઈ પણ ઉત્સાહી ગૃહસ્થ પ્રકટ કરાવવા ધારે તે પુસ્તકમ્રસિદ્ધીમાં ખરચ થયેલા મૂલ્ય પ્રકટ કરવાની શરતે અને જે સાહિત્ય ભંડારમાંથી તેની નકલ લેવામાં આવી ત્યાંજ અસલ નકલ કાયમ રાખવા ઉપરાંત છપાયેલી અમુક નકલો આપવાની શરતે, ધર્મ સ્થાનમાં અમુક સંગ્રહાલયમાં, સાધુઓને, ધર્માદા દેશી દવાખાનાના અધ્યાપકોને અને - અધિકારી અભ્યાસીઓને આપવાને અમુક નકલ આપવાની સરતેજ પ્રકટ કરવાની રજા આપવી, તેથી તે જાતના ગ્રંથની વૃદ્ધિ થવા ઉપરાંત સસ્તી કિંમતે પ્રસાર થવાથી પ્રજામાં બહોળો લાભ લેવાશે, અને જે વૈદ્યક સાહિત્ય અદમ્ય રીતે પડેલું છે તે અભ્યાસી વૈદ્યને માટે પ્રકાશિત થઈ દીધ કાળથી અનેક પ્રકારના વ્યાધિથી પીડાએલા અજ્ઞાનતાથી અકાળ મૃત્યુ પામતા રોગી બંધુઓને શાંતિ પ્રસારનાર આ યોજનાને પ્રત્યેક વાચકબંધુ સાહાય આપશે.
આશા છે કે આ પત્રના તંત્રી મહાશય તથા અન્ય વિદ્વાન સાહિત્ય વિલાસી - જજ તથા વૈદ્યવિદ્યાનુરાગી જૈન બંધુઓ આ યોજનાને સાહાય આપશે. '
કીમ સ્ટેશન | સર્વત્ર શાંતિ, આરોગ્ય અને આનંદભાવ પ્રવર્તેલો ઇચ્છનાર B. B. & C. I. Ry.
વૈદ્ય બળવંતરાય ઝવેરીલાલ
स्वीकार अने समालोचना.
જૈન પૂiધકાર મિiાંતા–(લેખક જુગલ કિશોર મુખ્તાર પ્રકાશક-શેઠ નાથાગાંધી મુંબઈ. નિર્ણયસાગર પ્રેસ. વિનામૂલ્ય. પૃ. ૫૬.) આ ગ્રંથ હિંદિ ભાષામાં છે અને પ્રસિદ્ધ ભાસિક જન હિતૈષીના તરફથી ભેટ તરીકે મળે છે. વિષય જિન પૂજા છે, તે પ્રતિપાદન કરવા પૂજન સિદ્ધાંત, ગૃહસ્થ ધર્મ, પૂજાના ભેદ, શદ્રને અધિકાર, પૂજા કરનારના ભેદ અને તેનું સ્વરૂપ, દસ્તાધિકાર એ વિષયે દરેક ગ્રંથના પ્રમાણ સાથે મૂક્યા છે, અને અમને કહેવાને આનંદ થાય છે કે લેખકે પિતાને આશય ઘણું સારી રીતે સ્કુટ કર્યો છે. શુદ્રને પણ જિન પૂજાને અધિકાર છે એ દિગંબરમાન્ય ગ્રંથોમાંથી સ્પષ્ટ રીતે બતાવી આપ્યું છે. દરેક શ્લોક ક્યા ગ્રંથમાંથી લીધે છે એ મુક્તકંઠે સ્વીકારી પ્રકટ કરેલ છે. આ દીગંબરી શ્રાવકોને ખાસ મનનીય ગ્રંથ છે.
વિક રત્નમા પ્રથમ મr-(લેખક શ્રીયુત નાથુરામ પ્રેમી. પૃ. ૧૭૪ પ્રકાશક જેનમિત્ર કાર્યાલય–મુંબઈ વૈભવ પ્રેસ. કિં. ૮ આના.) આ ગ્રંથ જૈનમિત્ર ના