Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
ઝવેરાતને વહેપાર.
૫૧૧ અમેરીકામાં વિશેષ હોવાથી આ દેશના વેપારીઓ પોતાનો માલ તેમને વેચવા લંડન અને પેરીસ મોકલે છે. અને ત્યાં યુરોપીયન પેઢીઓ આપણું માલને દલાલ મારફતે જુદા જુદા લેનારને બતાવી વેચાણ કરે છે–અહીંથી જે માલ પેરીસ અને વિલાયત જાય છે તેમાં વધારે મોતી જાય છે. પાના માણેક હીરા શનિ લાલડી વગેરે પ્રમાણમાં ઘણું જ ઓછું જાય છે.
આ પ્રમાણે વ્યાપારની સ્થિતિનું ટુંકાણમાં દિગદર્શન કરાવી ઝવેરાત કેટલાં છે તેને યત્કિંચિત વિચાર કરીએ---
રનની જતિ ૮૪ છે અને તે શાસ્ત્રોમાં છે પણ હાલમાં વ્યાપારમાં જેને ઉપગ થાય છે એવા ઝવાહિર નીચે પ્રમાણે છે:
માણેક, પાનું, હીરા, મોતી, પ્રવાળા, ગમેદક, શનિ, લસણીઆ અને ખરાજ. આ નવ જાતના ઝવેરાતને મુખ્યત્વે વેપાર ચાલે છે. આના સંબંધમાં કહ્યું છે કે,
પાના પઢા નિધાન ચોદસ હીરા ચલકે મોતી મુક્તાકળ પારો પ્રવાળા જલકે ગેનીક ગુણ આગળી લીલમ લશ્કેજ પાવે. લસણીઆ તારી અતી કીંમત કુણસે કહી ન જોવે પારાજ રાજ રાજ સરી સેલે કુંદન જડી
બીચમે માણેક સેહીએ તબ નવગ્રહ બનીયો. આ પ્રમાણે નવ રત્નને સંબંધ નવગ્રહ સાથે પણ ગણવામાં આવે છે અને જ્યારે કેઈને નવે ગ્રહોનું પુજન કરવું હોય અગર પાસે રાખવા હોય તે નવગ્રહો બનાવવામાં તેવા તેઓને અનુક્રમે જંગે જડાય છે.
૧ માણેક–જેનું અંગ્રેજીના Ruby છે. તે સૂર્યનું રત્ન ગણાય છે એટલે સૂર્યદેવ જે અપ્રસન્ન હોય તે માણેક પાસે રાખવાથી તેઓ પ્રસન્ન થાય છે અને તે રાખનારને નડતા નથી. આ રત્નની ખાણો બ્રહ્મદેશ, સીલેન, કાબુલ અને હિંદુસ્તાનમાં પણ છે. વ્યાપાર અંગ્રેજોના હાથમાં છે. જે વખતે બ્રહ્મદેશ અંગ્રેજોએ લીધે તે જ વખતે બરમાં રૂબી માઇનંગ કંપની નીકળી અને તેણે સરકાર પાસે ઈજા લીધે ત્યારથી સારા નંગે બારેબાર યુરોપ જાય છે અને જે તે દેશના બરમને ડી ડી જમીન આપવામાં આવે છે તેમાંથી નીકળતો માલ આપણું દેશીઓના હાથમાં આવે છે. બનાવટી માણેક-ઇમીટેશન રૂબી નીકળવાથી આ માલના વેપારને મેટ ધેક પોંચે છે. અને ઇમીટેશન રૂબી બનાવવાનું શોધી કાઢનારે પિરીસ વગેરેના સાઈનટીસ્ટો લાખો રૂપિયા કમાઈ ગયા છે.
નવગ્રહ બનાવવામાં માણેકને વચ્ચે જડવામાં આવે છે.
૨ પાના-આ દેશમાં હાલમાં તમામ માલ પીથી આવે છે પ્રથમ આ દેશમાં તેની ખાણ હશે પણ તે તરફ આપણું લોકોનું લક્ષ નથી અને ત્યાંના વેપારીઓ ઉગ ખીલવવામાં પ્રવિણ લેવાથી દર વરશે લાખે રૂપીયાને માલ આ દેશમાં આવે છે. તેમને હલકા માલ આ દેશમાંજ વપરાશમાં રહી ઉંચા માલ પાછે યુરોપ જાય છે. આ વ્યાપાર