Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 389
________________ ઝવેરાતને વહેપાર. ૫૧૩ હરીફ વ્યાપારીઓ છે તે બધાં ઘરના કામ કરનાર છે-માલની ખરીદી જાતે કરે છે, તૈયાર જાતે કરાવે છે, જાતે વેચે છે અને તે ઘરાકમાં ફરીને વેચે છે. એટલે હીંદના વ્યાપારી કરતાં ૧૦ ટકા વધારે આપીને જે તે માલ લે તે તેને પોસાય તેમ છે. આ બધામાં તેની પાસે પૈસાનું સાધન મુખ્ય છે અને તેથી તે ફાવે છે. આપણું વેપારીઓએ વેપારી કેલવણું લીધેલી ન હોવાથી તથા થાપણ કેમ ઉત્પન્ન કરવી તે અને ભેગી થાપણના બળને લાભ તેમના જાણવામાં નથી. તેથી પિતાની મુડી કરતાં આઠ દસ ઘણો વેપાર કરી ઓફીસમાં તે માલ આપી (બીજા શબ્દોમાં કહીએ તે વેચવા માટે) મારગેજ મુકી પોતાનું કામ ચલાવે છે. સારા વખતમાં તેમનું ગાડું ચાલે છે પણ વખત બદલાતાં તેઓ કફોડી સ્થિતિમાં આવી જાય છે. એફીસવાળાના દબાણથી પિતાને માલ તેને સસ્તી કીંમતમાં વેચવો પડે છે-તેને નફો ચાલ્યો જાય છે અને વ્યાજ અને નુકસાનીમાં તેને ઘણું સહન કરવું પડે છે. મોતીના વેપારી, લીમીટેડ કંપની કરી થાપણ ઉભી કરે અને પછી તે કંપની વતી ખરીદી અને કંપનીના માણસે વિલાયત (લંડન પેરીસમાં) માં વેચે તે જ આ નવા વેપારી સામે ટકી શકવાનો સંભવ છે. જે વેળા તેમ નહી કરો તો આ સાહસિક વેપારીઓ એક વખત એવો પણ લાવશે કે આપણે હિંદુ સ્તાનમાં વાપરવા માટે બદલાનું મોતી તેમની પાસે લેવા જવું પડશે અને વ્યાપારી કળા શીખેલા આ લેક રૂ. ૧૨) ના ભાવના બદલાના રૂ. ૧૮) માગે તે પણ આપવા પડશે. જેમ હીરાના વેપારમાં આપણે કાંઈ કરી શક્તા નથી અને વિલાયતવાળા માગેલે ભાવ લે છે તે જ પ્રમાણે મેતીના વેપારનું ભવિષ્ય જણાય છે. હજુ પણ વખત છે. સંપ ત્યાં જંપ. આપસમાં સંપ કરો અને સામાજીક બળ વાપરે તે જ આપણે ફાવી શકીશું. હાલમાં આપણે કેટલાક ભાઈઓ લંડન પેરીસ વિગેરે સ્થળે ગયા છે અને ત્યાં માલ વેચવાનું કામ કરે છે પણ આ આપણું ભાઈઓ પાસે મુડી (રકમ) નું સાધન ન હોવાથી મોટો વેપાર અંગ્રેજ ઓફીસ મારફતે જ ચાલે છે. આમ થવાનું કારણ આપણુમાં સંપ નથી. વ્યાપારીઓને પારકી થાપણ વાપરી કામ કરવાની આવડત નથી અને તેથી પારકે હાથ આપણો માલ જાય છે અને તેના જોઈએ તેવા હાલ હવાલ થાય છે. આ વાતની સત્યતાને દાખલે જે હોય તે મી. પીટર–અને વોરીક બંને કરેડાધીપતી છે અને તમારા ભાઈઓમાં અસલ વ્યાપારી જોખમ ઉઠાવનાર તરીકેઆજે ૫૦ લાખ રોકડા કાઢી આપે એવો એક પણ આસામી નથી. આ બધાનું ખરેખરું કારણ અજ્ઞાન છે. મોતીના કોડને વેપાર કરનારને ભાષાજ્ઞાન પણ પુરું નહીં ! આવી સ્થિતિથી આ વેપાર ધીમે ધીમે આપણું હાથ માંથી જવા બેઠે છે. આ વ્યાપારમાં જે મોટી થાપણવાળી કંપની કરી તેના શેર લેનારાજ તેના પર દેખરેખ રાખે અને વિલાયતમાં હાલ જેમ આપણે માલ વેપારીઓને આપવામાં આવે છે અને તે વેપારી પાછા ઘરાકને બરના દાગીના બનાવી આપે છે, તે કામ પણ આ કંપની કરવાનું કરે છે તે માટે ના મેળવે. હજુ સુધી આપણે પ્રવેશ લંડન અને પેરીસના વ્યાપારીઓમાં જ છે. હવે તે હદ ઓળંગવાની જરૂર છે. હીરાના યહુદી વેપારીઓ ૧૦ રતિ હીરા લેનાર ઘરાકાને ત્યાં જાય છે અને માલ વેચે છે તેમ જ્યારે આપણું ભાઈઓ લંડન અને પેરીસના ઘરાને ત્યાં જતાં શીખશે ત્યારે જ પિતાના વેપારીઓને ઉદય થશે.

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420