Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જુટ નોંધ.
૪૮૧ જે દ્રવ્યને પણ વધારે સંભવિત છે. અને જે દુનીઆદારીનું–જમાનાને અનુસરતું જ્ઞાન મેળવવામાં આવે તે દિવ્ય અવશ્ય મળે જ.
મતલબ કે જે જૈન સંઘ દુનીઆના સ્વયંસેવક તરીકેનું પોતાનું સ્થાન કબુલ રાખવા ખુશી છે તે તમે જેન તત્વજ્ઞાનનું ઉંડું સ્વરૂપ શીખવું જોઈએ અને જમાનાના બરનું વ્યાવહારિક જ્ઞાન મેળવીને પોતાની આર્થિક સ્થિતિ પણ સુધારવી જોઈએ. કે જેથી દ્રવ્ય તેમજ બુદ્ધિ અને વડે દુનિયાની સેવા સારી રીતે બજાવવાનું બની શકે.
જે સમાજ અગર જે વ્યકિત પિતાનું ગુજરાન ચલાવવાને શકિતમાન નથી તે સમાજ કે તે વ્યકિત આખી દુનિયાનું દુઃખ દુર કરવાને લાયક ન જ હોઈ શકે એ દેખીનું જ છે.
તત્વજ્ઞાન અથવા આત્માનું જ્ઞાન કે ધર્મનું ઉંડું જ્ઞાન–જે કહો તે–એવી વસ્તુ છે કે જે સામાન્ય માણસથી સમજી શકે નહિ; તે સમજવાને વિશેષ અલની જરૂર પડે છે. આજે દરેક ધર્મની કંગાલ હાલત જોવામાં આવે છે તેનું ખરું કારણ કાંઇ હોય તે તે એ જ છે કે, વિ, અક્કલ વગરના પુરી સામાન્ય અકલ (Conimon Sense) પણ નકિ ધરાવતા લોકોને તે ધર્મ મળ્યો હોય છે તેથી તેઓ વસ્તુનું સ્વરૂપ સમજી શકતા નથી અને કમરમાં બેસવાની કટારી પેટમાં બેસીને ઉલટી પીડા કરી બેસે છે. અજ્ઞાનનું એ જ પરિણામ આવે, એમાં કાંઈ નવાઈ નથી. માટે પ્રથમ–સૌથી પહેલાં જૈન સમાજમાં બુદ્ધિને વધારે કરવા માટે આજના જમાનામાં મળતી ઉચ્ચ કેળવણીને ફેલાવે જેમ બને તેમ કરવા તરફ લક્ષ આપવું. એ જ્ઞાનથી તેઓની બુદ્ધિ ખીલવા પામશે, કાર્ય કારણને સંબંધ વિચારવા તરફ અને વસ્તુનું મૂળ સ્વરૂપ વિચારવા તરફ તેઓની બુદ્ધિ દેડશે, અને એ વખતે એમને મળેલું ઉચું ધામિક તત્વજ્ઞાન--અધ્યાત્મ જ્ઞાન તેઓ સહેલાઇથી સમજી શકશે, પચાવી શકશે અને એનાં ગૂઢ ત દુનિયાને સાદા રૂપમાં સમજાવી શકશે.
એટલા માટે ભાર દઈને કહેવું જોઈએ છે કે, આજના બુદ્ધિવાદના જમાનામાં જેને જેમ બને તેમ ઉંચી કેળવણી આપવાના રસ્તા જવાની સૌથી હેટી જરૂર છે.
તે સાથે એ પણ કહી લેવું જરૂરનું છે કે, ગૂઢ તત્વના શોખીન મુનિવરોએ બુદ્ધિશાળી ને અને જેનેતર સમા અધ્યાત્મની સૂક્ષ્મ વાતનું રહસ્ય વ્યાખ્યાન તેમજ પુરત દ્વારા રજુ કરવાના પ્રસંગે લેવા જોઈએ છે. અને બે ચાર ઉંચી કેળવણી પામેલા અને ભકિક સ્વભાવવાળા જનોને ધમનું ઉંડું સ્વરૂપ શિખવા-વિચારવા–ફેલાવવાની સગવડ કરી આપવાની પણ એટલી જ જરૂર છે, કે જેથી તે અભ્યાસીઓ રળવાખપવાની જાળમાંથી મુકત રહી સઘળી તન-મનની શકિતઓને વ્યય આત્મજ્ઞાન મેળ વવા અને ફેલાવવા પાછળ જ કરી શકે.
એક તરફથી એ હીલચાલ, નસે નએ ધર્મના અભિમાન અને પ્રેમવાળા કઈ મહાભાએ તથા કઈ એકાદ ભવ્ય જૈન શ્રીમંતે ઉપાડી લેવી જોઈએ છે, અને બીજી તરફથી આખા જૈન સંઘેજ-સાધુરનોએ તેમજ શ્રાવક ભાઈઓએ પિતાની લાગવગ અને પિતાના ધનવંડ આખા હિંદના જૈનમાં કેળવણીને પ્રચાર કરવા માટે લાગી પડવું જોઈએ છે,